ભુજ : મૂળ રતાડિયા (ગણેશવાળા) રાજગોર ગં.સ્વ. મીનાબેન શંભુલાલ
પેથાણી (ઉ.વ. 72) તે સ્વ. શંભુલાલ વેલજી પેથાણીના
પત્ની, સ્વ. મણિબેન વેલજી ત્રિકમજીના પુત્રવધૂ,
વિનોદ, મહેશ, પરેશ,
નિરંજના (ડકી)ના માતા, ગં.સ્વ. જયાબેન હીરજી મોતા,
સ્વ. રસિકભાઇ (માંડવી), ઇશ્વરભાઇ (ભુજ),
ગિરીશભાઇના ભાભી, સ્વ. ભાનુબેન, પ્રભાબેન, પ્રવીણાબેનના જેઠાણી, સ્વ. તરુણાબેન, પૂજાબેન, સોનલબેન,
મિનાબેન, ધીરજલાલ રાઘવજી મોતા (મસ્કા)ના સાસુ,
ધવલ, મીત, મોહિત (કાનો),
ધર્મિષ્ઠા (ગુડ્ડી), શિવાંગી, દેવાંશીના દાદી, પ્રાંશીના પરદાદી, દિવ્યાંશીના પરનાની, રિદ્ધિ શૈલેષભાઇ ગામીના દાદીસાસુ,
ભાસ્કરભાઇ, ભૂપતભાઇ (માંડવી), પ્રદીપભાઇ, અલ્પેશભાઇ, નિકુંજભાઇ,
મયૂરભાઇ, રામભાઇ, ગીતા,
ભાવિકા, શીતલ, આશા,
ટીનાના કાકી, કિરણભાઇ, નિકુંજભાઇ, ધર્મેશભાઇ, હિતેષભાઇ, હરેશભાઇ,
ભક્તિબેન, જયશ્રીબેન, પ્રિયાબેન,
જ્યોતિબેન, મેઘાબેન, રચનાબેન,
હેમાંગીબેનના કાકીસાસુ, સ્વ. મંજુલાબેન ભોગીલીલ
વિઠ્ઠા (બારોઇ)ના પુત્રી, જેન્તીલાલ, જયાબેન
રમેશભાઇ જેસરેગોર, સ્વ. રક્ષાબેન, ઉમિયાશંકર
મોતા, નીતાબેન પરેશભાઇ માકાણીના બહેન, ઉર્મિલાબેન,
ભાનુબેનના નણંદ તા. 10-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 12-3-2026ના સાંજે 5થી 6 જબલેશ્વર મહાદેવ મંદિર, જેષ્ઠાનગર, ભાવસાર સમાજવાડી ખાતે.
ભુજ : લુંણિયાતર કલ્પનાબેન શામજીભાઈ (ભીલ) (ઉ.વ. 63) તે સ્વ. શામજીભાઈ પી. ભીલ
(એસ.ટી. ડ્રાઈવર-ભુજ)ના પત્ની યોગેશ, જિગર, રાઠોડ ટીનાબેન, રાજેશના માતા,
પ્રાક્ષીબેનના સાસુ, રુદ્ર, પાર્થ, અંકિત, શિવના દાદી,
ચેતનાબેન અર્જુનભાઈ ભીલ, અનીતાબેન જગદીશભાઈ ભીલ,
ભાનુબેન ગાવિંદભાઈના કાકી, દીવેન, કરણ, દિગ્નેશ, મનોજ (અમદાવાદ),
વિશાલના મોટા બા, રાઠોડ ભાનુબેન, ચૌહાણ ભગવાનજીભાઈ, જગદીશભાઈ (ભુજ કોર્ટ)ના બહેન,
રાણા અનિલ, રાઠોડ લાલજીભાઈ, નિરંજનના મામી માનસી, પ્રિયંકના નાની તા. 10-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 12-3-2026ના ગુરુવારે સાંજે 5થી 6 આર્યસમાજ હોલ, લાલટેકરી, ભુજ ખાતે.
ભુજ : મૂળ વઢવાણના રાજેશભાઇ ગુલાબચંદ રૂપેરા (ઉ.વ. 70) તે રેખાબેનના પતિ, સ્વ. પુષ્પાબેનના પુત્ર, જયનિશભાઇ, હર્ષભાઇના પિતા, પ્રિન્સુ,
દર્શનાના સસરા, સ્વ. પ્રેમિલાબેન વિનોદભાઇ કામદાર
(કોલકાતા), સ્વ. નરેન્દ્રભાઇ, નિશાબેન રમેશભાઇ
ગોગરી (પત્રી), ગીતાબેન નિલેશભાઇ શાહ (ભુજ), મયૂરભાઇ (વી.આર.ટી.આઇ.-માંડવી)ના ભાઇ, સ્વ. તારામતીબેન
ધીરજભાઇ માલવણિયા (વિરમગામ)ના જમાઇ, નવ્યા, આરાધ્યા, યાનિના દાદા તા. 10-3-2026ના અવસાન પામ્યા છે. લૌકિક
વ્યવહાર રાખેલ નથી.
ગાંધીધામ : મૂળ અંજારના જયેશભાઈ રાઠોડ (ઉ.વ. 52) તે સ્વ. શારદાબેન તથા સ્વ.
વિનયકુમાર માવજીભાઈ રાઠોડના પુત્ર, સ્વ. કમળાબેન તથા સ્વ. સુશીલભાઈ માવજીભાઈ રાઠોડના ભત્રીજા, ગં.સ્વ. પ્રેમીલાબેન નાનાલાલ ટાંકના જમાઈ, જ્યોતિબેન
રાઠોડના પતિ, કેતનભાઇ રાઠોડ, લલિતકુમાર
ચૌહાણ, નીરૂબેન દેવેન્દ્રકુમાર ચાવડા, હીનાબેન
અજયકુમાર વરુના ભાઈ, સી.એ. મૈત્રી જેનિશકુમાર ઠક્કર, મનનના પિતા, ઋત્વિ જતિનકુમાર રાઠોડ, યશ લલિતભાઈ ચૌહાણના મામા તા. 08-03-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-03-2026ના બુધવારના 5:30થી 6:30 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી, ડી-માર્ટ પાસે, ગાંધીધામ
ખાતે.
આદિપુર : સંગીતાબેન રાજેન્દ્રભાઈ કક્કડ (ઉ.વ. 59) તે રાજેન્દ્ર ગોપાલજી કક્કડ
(આદિપુર)ના પત્ની, હર્ષિલ (પ્રિન્સ
કાર્ગો-ગાંધીધામ), ડો. કોમલના માતા, મણિબેન
ગોપાલજી કક્કડ (કોડકી)ના પુત્રવધૂ, વિપુલ ગોપાલજી કક્કડ (કોડકી)ના
ભાભી, સ્વ. ધીરજબેન ચંદ્રકાન્ત પવાણી (ભુજ)ના પુત્રી,
સંજય પવાણી (ડીટીડીસી એકસપ્રેસ લિ.-ભુજ), વિજય
પવાણી (પ્રિન્સ કુરિયર એન્ડ કાર્ગો સર્વિસ-ભુજ)ના બહેન તા. 10-3-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા
તા. 11-3-2026ના બુધવારે સવારે 9 કલાકે નિવાસસ્થાન 36, રોયલ ક્રિષ્ના સોસાયટી, આદિપુરથી નીકળશે.
આદિપુર : હાર્દિક (હની) હેમંત ભટ્ટ (ઉ.વ. 39) તે હેમંત ધીરુભાઈ ભટ્ટ (રાજ
સ્ટુડિયો) અને રચનાના પુત્ર, જુહી
પરિન ગાંધીના ભાઈ, રીટા ભટ્ટ, બીના કોઠારીના
ભત્રીજા, અશોક ગોલાનીના ભાણેજ, સ્વ. પુષ્પાબેન,
સ્વ. ધીરુભાઈ ભટ્ટના પૌત્ર, સ્વ. ચંદ્રા,
સ્વ. કમલેશ ગોલાનીના દોહિત્ર તા. 9-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 12-3-2026ના ગુરુવારે સાંજે 5થી 6 લાયન્સ ક્લબ ડોમ, ગાંધીધામ ખાતે.
અંજાર : મૂળ હાજાપરના કચ્છ ગુર્જર ક્ષત્રિય ગં.સ્વ. કાંતાબેન
ભગવાનલાલ પરમાર (ઉ.વ. 88) તે સ્વ. મોરારજી
જગમાલ ચૌહાણના પુત્રી, સ્વ. ભગવાનલાલ
દામજી પરમારના પત્ની, દીના (કવિતા), રીતા,
નીતિન, હિતેનના માતા, કાંતિલાલ
સોલંકી, અરાવિંદ ચાવડા, સુનિતા,
લીનાના સાસુ, રૂપશ્રી, કીર્તન,
આંચલ, દિયાના દાદી, જય,
તનિષાના દાદીસાસુ, મનીષા, ભારતી, પૂનમ, કીર્તિ, સિમ્પલ, વૈશાલી, ગૌતમના નાની,
વૃહા, પવિત્રા, શિવાયના પરદાદી
તા. 9-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 11-3-2026ના બુધવારે સાંજે 5થી 6 ગુર્જર ક્ષત્રિય સમાજવાડી (પીરવાડી), અંજાર ખાતે.
માંડવી : સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ મહેશભાઈ મનહરલાલ ઓઝા (એડવોકેટ
એન્ડ નોટરી) (ઉ.વ. 63) તે કૌશાબેનના
પતિ, સ્વ. મંજુલાબેન મનહરલાલ દલપતરામ ઓઝાના પુત્ર,
સ્વ. ચંદ્રિકાબેન કાંતિલાલભાઈ જેશંકર ઓઝા (લખતર)ના જમાઈ, પૂજા, ધ્વનિના પિતા, વિશાલકુમાર
ભરતભાઈ ત્રિવેદી (ભાવનગર)ના સસરા, સ્વ. ચંદ્રકાન્તભાઈ (માધાપર),
સ્વ. દક્ષાબેન (મુંબઈ), કૈલાશભાઈ (માંડવી),
મીનાબેન (જામનગર)ના ભાઈ, જયશ્રીબેન, વિભાબેનના દિયર, સ્વ. મહેન્દ્રકુમાર જટાશંકર ત્રિવેદી
(મુંબઈ), સંજયકુમાર ભૂપેન્દ્રભાઈ ત્રિવેદી (જામનગર)ના સાળા,
સાગર (માધાપર), ચિંતન (માધાપર), દિગંત (માંડવી), જીત (ગાંધીધામ)ના કાકા, સ્મિતાબેન (દુબઈ), બિજલબેન (દુબઈ), ભૂમિ, મહેસાનના મામા, પુર્વાના
નાના, ટ્રીશા, વિહાન, જાહ્નવી, વ્યોમના દાદા તા. 8-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 12-3-2026ના ગુરુવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, માંડવી ખાતે.
માંડવી : પુષ્કર્ણા બ્રાહ્મણ પણિયા જોશી દિલીપભાઇ જયશંકર (ઉ.વ.
84) તે સ્વ. ડાહીબેન જટાશંકરના
પુત્ર, સ્વ. લતાબેનના પતિ, સ્વ.
ઇશ્વરલાલ જટાશંકર, સ્વ. ભાનુબેન ગૌરીશંકર (અંજાર), ચંદ્રિકાબેન અનિલભાઇ (જામનગર), સરલાબેન રશ્મિકાંતભાઇ
(કેનેડા), પ્રીતિબેન ચંદ્રકાન્ત (જામનગર)ના ભાઇ, સ્વ. લીલાવંતીબેન ઇશ્વરલાલ જોશીના દિયર, કૌશલ,
દર્શનાબેનના પિતા, શીતલબેન, પ્રદીપભાઇ ભાટિયા (અકોલા મહારાષ્ટ્ર)ના સસરા, સ્વ. પેરીટા,
ભાવનાબેન હિતેષભાઇ, ઉદયનભાઇ (મુન્નાભાઇ)ના કાકા,
સ્મિતાબેન ઉદયનભાઇ જોશીના કાકા સસરા, જય,
રચિત, વિહાનના દાદા, અરનવ,
જેનિલાના નાના, સ્વ. ધિયાબેન કેશવજી, ચત્રભુજભાઇ વ્યાસના જમાઇ, સ્વ. લાભશંકરભાઇ (મુંબઇ),
સ્વ. સુરેશભાઇ (માંડવી), સ્વ. ક્રિષ્નાબેન (જામખંભાડિયા),
સ્વ. જયંતીબેન (જામખંભાડિયા), સ્વ. મંજુલાબેન
(નિરોણા), સ્વ. દિન્તાબેન (ભુજ), સ્વ. જયાબેન
(માંડવી), રેણુકાબેન દિનેશભાઇ પણિયા (ના. સરોવર)ના બનેવી તા.
9-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 11-3-2026ના
બુધવારે સાંજે 5થી 6 જોશીવાડી, મહિલા
બાગ પાસે, માંડવી ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
માંડવી : નેહાબેન નવીન ફોફિંડી (ખારવા) (ઉ.વ. 23) તે સ્વ. નવીન પીતામ્બર તથા
રક્ષાબેનના પુત્રી, ચાંદની તથા
મોહિનીના બહેન, રાહુલ ડાભી, ગૌરવ ફોફિંડીના
સાળી, ભારતીબેન પરસોત્તમ પીતામ્બર ફોફિંડીના ભત્રીજી તા. 10-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 11-3-2026ના બુધવારે સાંજે 4થી 5 ભાઇઓ તથા બહેનો માટે સત્સંગ આશ્રમ, માંડવી ખાતે.
મુંદરા : જલારામ બાબુભાઈ ઝાલા (ખારવા) (ઉ.વ. 62) તે કમલાબેનના પતિ, સ્વ. જાનયબેન બાબુ ઝાલાના પુત્ર, કલ્પેશભાઈ, નીરજભાઈ, પૂનમબેનના
પિતા, સ્વ. ઠાકરશીભાઈ, સ્વ. બાલુભાઈ,
મોહનભાઈ, શિવજીભાઈ, સ્વ.
નવીનભાઈ, સ્વ. બચીબેન, કનયબેન અનિલભાઈ શેરાજી
(જામનગર)ના ભાઈ, જયેશભાઈ ચૂડાસમા (માંડવી), કૃપાબેન, જાનવીબેનના સસરા, સ્વ.
રાધાબેન ખેતશીભાઈ મોતીવરસના જમાઈ, હર્ષિવના દાદા, જીલ, માહીના નાના, જિતેન્દ્રભાઈ,
હીરજીભાઈ, નીતિનભાઈ, સ્વ.
નયનાબેન, જ્યોતિબેનના બનેવી તા. 9-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 11-3-2026ના બુધવારે સાંજે 4થી 5 (ભાઈઓ તથા બહેનોની સાથે) ખારવા સમાજવાડી (સાગર ભુવન) મુંદરા ખાતે.
મુંદરા : શશિકાંતભાઈ સુખીઆ (ઉ.વ. 78) તે સ્વ. તારાબેન વાડીલાલ જશરાજ
સુખીઆના પુત્ર, કુમુદબેનના પતિ,
સ્વ. ચંદનબેન ભોગીલાલ શંભુલાલ શાહ (માંડવી)ના જમાઈ, પૂર્વીબેન ગૌરાંગભાઈ ફોફલિયા, હેમાંશુના પિતા,
અવનીબેન, ગૌરાંગભાઈના સસરા, પુન્યના દાદા, દેવાંશી, કૃપેશના
નાના, સ્વ. રજનીકાંત, સ્વ. લક્ષ્મીકાંત,
સ્વ. પુષ્પાબેન પ્રવીણભાઈ મહેતા, કોકિલાબેન મનસુખલાલ
શાહ, ચંદ્રિકાબેન તાનસેનભાઈ મહેતા, સ્વ.
જાસુદબેન રવીન્દ્રભાઈ વોરાના ભાઈ, જયેન્દ્રભાઈ ખંડોર (અંજાર)ના
વેવાઈ, શિરીષભાઈ, હર્ષદભાઈ, લહેરીભાઈ, લલિતભાઈ,
કેતનભાઈ, ધનુષબેનના બનેવી, રાહુલ, રાકેશ, સ્વ. અંકિત,
મનિષા, હેતલના કાકા તા. 10-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 12-3-2026ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 ગુર્જર જૈન ભવન, ફોફળ ફળિયા, મુંદરા ખાતે.
માધાપર (તા. ભુજ) : ગુસાઇ લક્ષ્મીબેન જગદીશપુરી (ઉ.વ. 56) તે ગં.સ્વ. ગુસાઈ ખેતાબેન હીરાગરના
પુત્રી, ગુસાઈ ભાવનાબેન રેવાગર (ભરૂડિયા), ગં.સ્વ. ગોસ્વામી જશોદાબેન ભરતગિરિ, ગોસ્વામી શાંતિબેન
દીપકગિરિના મોટા બહેન, હિતેશપુરી, ગોસ્વામી
રંજનબેન ચતુરગિરિ, ગોસ્વામી મિત્તલબેન પરેશપુરીના માતા,
મનીષાબેનના સાસુ, રુદ્રપુરી, જીવીષાના દાદી, કૃસિલ, રાજદીપ,
પર્વ, વાઘેલા માનસીબેન પ્રેમકુમારના નાની તા. 10-03-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 12-3-2026ના ગુરુવારે સાંજે 4થી 5 સોરઠિયા વાડી, ગાયત્રી મંદિરની બાજુમાં, માધાપર ખાતે.
રાયધણપર (તા. ભુજ) : મૂળ ભલોટના વેલીબેન રવજીભાઇ મરંડ (ઉ.વ.
77) તે રમીલાબેન, અનિતા, કોમલના માતા,
ભરત, ગોવિંદ, મુકેશના સાસુ
તા. 10-3-2026ના અવસાન પામ્યા છે. બેસણું
રાયધણપર ખાતે.
ગોડપર-સરલી (તા. ભુજ) : જત આમદ મામદ (ઉ.વ. 71) તે જુસબ, રમજુ, ઇસ્માઇલ,
હુશેન, ઇશાકના પિતા, ઓસમાણ,
ઉમર, કાસમના ભાઇ, જત હાજી
અલીમામદ હાસમના કાકાઇ ભાઇ તા. 10-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-3-2026ના ગુરુવારે સાંજે 6થી 7 મુસ્લિમ જમાતખાના, ગોડપર-સરલી ખાતે.
પોલડિયા (તા. માંડવી) : ગંગાબા (ઉ.વ. 80) તે પ્રવીણસિંહના પત્ની, રાસુભા, વિક્રમસિંહના
ભાભી, કનકસિંહ, ખાનુભા, મહિપતસિંહના માતા, પ્રતિપાલ, મિતરાજ,
મયૂરસિંહ, લક્કીરાજ, જસરાજના
દાદી, મહાવીરસિંહ, ગોપાલસિંહ, વનરાજસિંહ, દેવેન્દ્રસિંહના ભાભુ તા. 10-3-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 13-3-2026ના શુક્રવારે દરબારગઢ ડેલીએ.
ઉત્તરક્રિયા તા. 20-3-2026ના
નિવાસસ્થાને.
બિદડા (તા. માંડવી) : બેર્યા (સંગાર) હાજિયાણી શકીનાબાઇ હાજી
મોહમ્મદ (ઉ.વ. 50) તે સાજીદ, આરીફ, શહેનાઝના માતા,
ઓસમાણ ગની હાજી ઇસ્માઇલ, ઇમ્તિયાઝ હાજી ઇસ્માઇલના
ભાભી, મ. હુશેન સિધિકના પુત્રી તા. 10-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 12-3-2026ના ગુરુવારે સાંજે અસર નમાજ
બાદ સુન્ની મુસ્લિમ જમાતખાના ખાતે.
પ્રાગપર (તા. મુંદરા) : મૂળ નરેડીના ગં.સ્વ. લક્ષ્મીબેન ડુંગરશી
નાગડા (ઉ.વ. 82) તે ગિરીશભાઇ નાગડા (ભગવાન મહાવીર
પશુરક્ષા કેન્દ્ર એન્કરવાલા અહિંસાધામ-પ્રાગપર)ના માતા તા. 10-3-2026ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા
તા. 11-3- 2026ના બુધવારે સવારે 9.30 વાગ્યે અહિંસાધામ, પ્રાગપરથી નીકળશે.
કોટડા-જ. (તા. નખત્રાણા) : જશુબેન અખઇ લીંબાણી (ઉ.વ. 95) તે સ્વ. અખઇ કેશરા લીંબાણીના
પત્ની, ભાણજીભાઇ, ગંગાબેન (બેંગ્લોર),
શાંતાબેન (અહમદનગર), લીલાબેન (દાવનગિરિ),
હીરીબેન (ટુમકુર)ના માતા, પાર્વતીબેનના સાસુ,
લક્ષ્મીબેન (સુરત), જાનીબેન (ભીવંડી), વિશ્રામભાઇ, જયાબેન (નારાણપર), કાંતાબેન (દેવગઢ), પરસોત્તમભાઇના કાકી, રમણીકભાઇ, ભારતીબેન (નખત્રાણા), રસીલાબેન (મુંદરા), પ્રવીણભાઇના દાદી, મંજુબેન, હર્ષાબેનના દાદીસાસુ, તેજસ, તીર્થ, આસ્થા, પ્રાર્થના, ધાર્મીના પરદાદી, રિદ્ધિબેનના
પરદાદી સાસુ, હિનેશભાઇ, અનસૂયાબેન (ભુસાવડ),
જિતેન્દ્ર, કાંતિલાલ, પ્રવીણા,
ચંદ્રિકા (નખત્રાણા), તુલસી (સરા)ના કાકાઇ દાદી,
વનિતાબેન, કંચનબેન, શીતલબેનના
કાકાઇ દાદીસાસુ તા. 10-3-2026ના
અવસાન પામ્યા છે. બેસણું સવારે 8.30થી 11, બપોરે 3થી 5 નિવાસસ્થાન મારુતિનગર, કોટડા (જ.) ખાતે.
ભડલી (તા. નખત્રાણા) : રમીલાબેન સિજુ (ઉ.વ.40) તે રમેશભાઈ પ્રેમજી સિજુના
પત્ની, પ્રેમજીભાઈ મૂરાભાઈ સિજુના પુત્રવધૂ,
ભાવેશ, મનાલીના માતા, નેણબાઈ,
ખીમજીભાઈ પૂંજા નિંજાર (નિરોણા)ના પુત્રી, નવીન,
દીપકના બહેન, સ્વ. ગાભાભાઈ કારા હિંગણા (પાયરકા)ના
દોહિત્રી તા. 9-3-2026ના
અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 13-3-2026ના શુક્રવારે સાંજે આગરી અને તા. 14-3-2026ના શનિવારે સવારે ઘડાઢોળ (પાણી)
નિવાસસ્થાને ભડલી ખાતે.
વિથોણ (તા. નખત્રાણા) : મૂળ માતાના મઢના મણિશંકર પરસોત્તમ જોષી
(વોરિયા રાજગોર) (ઉ.વ. 70) તે સુરતબેનના
પતિ, સ્વ. સાકરબેન પરષોત્તમના પુત્ર, સ્વ. લક્ષ્મીબેન કાલિદાસના જમાઈ, અશ્વિન, રેખાબેન પંડયા (આદિપુર), રીનાબેન ગોર (ભુજ)ના પિતા,
સ્વ. મોહનભાઈ, સ્વ. દામજીભાઈ, સ્વ. ઈશ્વરભાઈ, ગં.સ્વ. ચંદુબેન, ગં.સ્વ. લક્ષ્મીબેનના મોટાભાઈ, અમિત, બ્રિજેશ, પૂનમ, માયાના મોટાબાપા,
નયન, રાજ, રુદ્ર,
શિવ, ગોપી, તાની,
રેનીના દાદા, પૂનમબેન અશ્વિન જોષી, ઉમેશ જમિયતરાય પંડયા (ટ્રાસવોલ્ડ ટર્મિનલ ઓર્કેસ્ટ્રા સ્ટાન્ઝા જિંગલસ આદિપુર),
કલ્પેશ મનહરલાલ ગોર (રાજ કોમ્પ્યુટર-ભુજ)ના સસરા, ગં.સ્વ. જમનાબેન, ગં.સ્વ. દમયંતીબેનના જેઠ, મેહુલભાઈ, દીપેનભાઇ, ટીનાબેનના
ફુઆ, જીલ, વેદાંત, જયકિશન, અદિતિના નાના, શાંતાબેન
વાલજીભાઈ જોશી (અંજાર)ના બનેવી તા.10-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 12-3-2026ના ગુરુવારે સાંજે 4થી 5, ભીડભંજન મહાદેવ મંદિર, વિથોણ મધ્યે. લૌકિક વ્યવહાર બંધ છે.
નલિયા (તા. અબડાસા) : સોતા ફાતમાબાઈ મામદ (ઉ.વ. 88) તે મ. અબ્દુલ તથા કાસમના માતા, સોતા જુસબ જાની તથા મ. સોતા ઉમર ઝકરિયાના કાકી, સમા રમજાન ઇબ્રાહિમ (મઉં)ના સાસુ તા. 09-03-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 12-03-2026ના ગુરુવારે સવારે 10:30થી 11:30 હિંગોરજા મસ્જિદ નલિયા મધ્યે.
અમદાવાદ : મૂળ દ્વારકાના ડો. બકુલચંદ્ર જયકુમાર વૈષ્ણવ (ઉ.વ.
64) તે સ્વ. સ્નેહલતાબેનના પુત્ર, ડો. ઉષ્માના પતિ, શોનાના
પિતા, સ્વ. હંસાબેન રમણભાઈ હાથી (ભુજ)ના જમાઈ, રોહિણીબેન બૂચ, હેમાબેન જીકાર, સ્મિતાબેન ખારોડ, ધ્રુવભાઈ વૈષ્ણવના ભાઈ, અપૂર્વ હાથી (વડોદરા), અલ્પા હરેશભાઈ માનકરના બનેવી અવસાન
પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-3-2026ના બુધવારે સાંજે 5.30થી 6.30 નિવાસસ્થાને
19, ઐશ્વર્યા 3-બંગ્લોઝ,
નિગમનગર, ચાંદખેડા, અમદાવાદ
ખાતે. સંપર્ક : અપૂર્વ હાથી-93272 36727.
મુંબઇ : મૂળ નલિયાના કાંતિલાલભાઇ મડૈયાર (ઉ.વ. 90) તે સ્વ. અનસૂયાબેનના પતિ, સ્વ. રાધાબેન અને વલ્લભદાસ નારાણજી મડૈયારના
પુત્ર, કિરણ તથા બિન્દુના પિતા, પિનાકી
તથા દિલીપભાઇ (પુના)ના સસરા, મંથન તથા વત્સલના દાદા, સ્વ. વેલબાઇ મોતીલાલ ધનજી સોમૈયા (માંડવી)ના જમાઇ, સ્વ.
ચંદાબેન, સ્વ. કનકસિંહ, કાંતિલાલ (જથ્થાબંધ
બજાર), પ્રભાબેનના બનેવી, સ્વ. જયાલક્ષ્મીબેન
તથા સ્વ. રમીલાબેનના નણદોયા, કુમાર, દક્ષા,
જયશ્રી, દીપક, દેવેન્દ્ર,
ઉષાના ફુઆ તા. 10-3-2026ના અવસાન પામ્યા છે.