• સોમવાર, 09 માર્ચ, 2026

અવસાન નોંધ

ભુજ : મ.ક. સઇ સુતાર નવીનભાઇ વાલજીભાઇ ડાભી (ઉ.વ. 64) તે નિતાબેનના પતિ, સ્વ. કસ્તૂરબેન વાલજીભાઇ ડાભીના પુત્ર, મીત અને અંકિતાના પિતા, ભરતભાઇ, ડોલરબેન (કેરા), ગીતાબેન (માંડવી), સ્વ. ઉષાબેન, સ્વ. કુમુદબેનના ભાઇ, ભારતીબેનના દિયર, નિખિલ, બિંદિયા (બિદડા), પૂનમ (અંજાર)ના કાકા, આશાબેનના કાકાજી સસરા, શાંતાબેન છગનલાલ પરમારના જમાઇ, રાજેશ કિશોરભાઇ સોલંકી (ગઢશીશા)ના સસરા, ગીતાબેન (ભુજ), હંસાબેન (અમદાવાદ), આશાબેન (માધાપર), નયનાબેન (અંજાર)ના બનેવી, બીના, હર્ષિકા, સ્વ. કૈલાશ, મનીષ, અતુલ, કેતન, વૈશાલી, ભક્તિ, ચાંદની, આશિષના મામા, સ્વ. દિનેશભાઇ, ગિરીશભાઇ, સ્વ. પ્રભુલાલ, શાંતિલાલના સાઢુ ભાઇ, ડામજીભાઇ, મોહનભાઇ, સ્વ. નરસિંહભાઇ, મગનભાઇ, ગોવિંદભાઇ, પ્રવીણભાઇના કાકાઇ ભાઇ, ઓમના નાના, હેતવી, પૂજનના દાદા તા. 8-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 10-3-2026ના મંગળવારે સાંજે 5થી 6 મ.ક. સઇ સુતાર જ્ઞાતિવાડી, છઠ્ઠીબારી રિંગરોડ, ભુજ ખાતે.

ભુજ : સમા ફકીરમામદ જુસબ (નિવૃત્ત એસ.ટી.) (ઉ.વ. 78) તે ઇકબાલ (માતૃછાયા), હનીફ (મુસ્તાક)ના પિતા, યાકુબ (ખંભરા), સાલેમામદ, અબ્દુલઅજીજ (નિવૃત્ત એમ.ઇ.એસ.)ના ભાઇ, મ. ઓસમાણ સતાર સાંધ (સાડાઉ)ના સાળા, સમા કાસમ હુશેન (વરનોરા)ના બનેવી, ઇસ્માઇલ આમદ, હનીફ (ખંભરા)ના કાકા, આસિફ, વસીમ (ગેટકો)ના મોટાબાપા, જુણેજા સલીમ હાસમ (માંડવી), પઠાણ અવનરખાન હસનખાનના સસરા, યાસીન, મોહિબ, સલીમ ઇસ્માઇલના દાદા, જુણેજા સોહિલ, પઠાણ આસીમના નાના તા. 7-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 10-3-2026ના મંગળવારે સાંજે અસર નમાજ બાદ મસ્જિદ-એ-સિકંદર સુલેમાન ખત્રી, સારાહબાગ, ભુજ ખાતે. બહેનો માટે નિવાસસ્થાન ન્યૂ હિના પાર્ક, સારાહબાગ સામે.

અંજાર : શ્રીમાળી બ્રાહ્મણ રેખાબેન સુનીલભાઈ દવે (મંડપવાળા) તે સ્વ. હાર્દિકભાઈ તથા પૂજાબેન મનીષભાઈ રાવલના માતા, અભિષેક દવેના દાદી, ગં.સ્વ. દિવ્યાબેન તથા મનિષભાઇ રામેશ્વર રાવલના સાસુ, ગં.સ્વ. ભગવતીબેન, સરલાબેન, રીટાબેન, કિરણબેન, સ્વ. જયશ્રીબેનના ભાભી, સ્વ. નાનુભાઈ રાવના પુત્રી, મહેશભાઈ, સંતોષભાઈ, ગં.સ્વ. સરોજબેનના બહેન, નંદિની, દિત્યાના નાની તા. 8-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-3-2026ના સાંજે 5થી 6 કલ્યાણેશ્વર મહાદેવ મંદિર, રોટરી નગર, વીડી રોડ, અંજાર ખાતે તથા લૌકિક વ્યવહાર 84, રોટરી નગર ખાતે.

માંડવી : ગિરિનારાયણ બ્રાહ્મણ હિમાંશુ (ઉ.વ. 76) તે સ્વ. શાંતાબેન મગનલાલ ભટ્ટના પુત્ર, કાન્તાબેન ભદ્રાકાંત વ્યાસ (જખૌ)ના જમાઇ, ભારતીબેનના પતિ, હર્ષના પિતા, ડો. પ્રાચીના સસરા, પુષ્પદંતભાઇ, શૈલેષ, મુનીષના ભાઇ, મુકેશ, મનીષા હિતેન ભટ્ટના કાકાઇ ભાઇ, ક્ષમાબેનના દિયર, નીતા, દિવ્યા, જયશ્રીબેનના જેઠ, જિજ્ઞા ચિંતન ઠક્કર, ભાર્ગવ, અભિષેક, દિશા, આયુષી, અભીક્ષાના કાકા, જયનાના કાકા સસરા, હયાનના દાદા તા. 8-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-3-2026ના સોમવારે સાંજે 4થી 5 ઝાલાવાડી ઔદિચ્ય બ્રહ્મસમાજની વાડી, શાખા ગ્રાઉન્ડ સામે, બાબાવાડી પાસે, માંડવી ખાતે.

માંડવી : સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ મહેશભાઈ ઓઝા (ઉ.વ. 63) (એડવોકેટ-નોટરી) (ચત્રભુજરાય મંદિર-માંડવીના પૂજારી) તે સ્વ. મનહરલાલ દલપતરામના પુત્ર, કૌશાબેનના પતિ, સ્વ. ચંદ્રકાંતભાઈ (માધાપર), કૈલાસભાઈ (માંડવી), સ્વ. દક્ષાબેન (મુંબઈ), મીનાક્ષીબેન (જામનગર)ના ભાઈ, પૂજા, ધ્વનિના પિતા, જયશ્રીબેન, વિભાબેનના દિયર, સ્વ. મહેન્દ્રભાઈ (મુંબઈ), સંજયભાઈ (જામનગર)ના સાળા, વિશાલકુમાર (ભાવનગર)ના સસરા, સ્વ. કાંતિલાલ જયશંકર ઓઝા (લખતર)ના જમાઈ તા. 8-3-2026ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 9-3-2026ના સવારે 8.30 વાગ્યે નિવાસસ્થાન ચત્રભુજરાય મંદિર, હવેલી ચોકથી નીકળશે.

મુંદરા : ઘરાણા ફકીરમામદ સુલેમાન (માસ્તર) (ઉ.વ. 77) તે બશીરના પિતા, મ. સિધીક (આફ્રિકા), હારૂનના ભાઈ, ઘરાણા અબ્દુલ લતિફ (માંડવી), કુરેશી નઝીરહુસેન (ભુજ)ના સસરા તા. 8-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 10-3-2026ના મંગળવારે સાંજે અસર નમાજ બાદ ઈદગાહ વાડી, મુંદરા ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ નરાનગર (તા. અબડાસા)ના દીપાસિંહ ચેનાસિંહ સોઢા (ઉ.વ. 74) તે પ્રેમાસિંહ, સ્વ. મધુભા (ભગત)ના ભાઈ, જિતેન્દ્રાસિંહ, સ્વ. ભરતાસિંહના પિતા, સ્વ. રામાસિંહ, કરસનજી, સતુભા, સ્વ. હકામાસિંહ, વરાધજી, કાળુભા, મહેસાજીના કાકા, શૈલેન્દ્રાસિંહ (જ્યોતિભાઈ)ના મોટાબાપુ, મિતરાજાસિંહ, ચંદ્રપાલાસિંહદિવ્યરાજાસિંહ, ક્રીપાલાસિંહ, જયવર્ધનાસિંહ, દક્ષરાજાસિંહ, તક્ષરાજાસિંહ, રુદ્રવીરાસિંહ, તનવીરાસિંહના દાદા, સબુભા ભુરુભા જાડેજા (મોટા રતડિયા)ના બનેવી તા. 8-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-3-2026ના ગુરુવારે સાંજે 4થી 6 રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, માધાપર ખાતે. ઉત્તરક્રિયા તા. 19-3-2026ના ગુરુવારે, બેસણું નિવાસસ્થાન પિંક સિટી, માધાપર ખાતે.

મોટા લાયજા (તા. માંડવી) : ઇન્દ્રાબા પ્રતાપસિંહ જાડેજા (ઉ.વ. 85) તે સ્વ. પ્રતાપસિંહ સંગ્રામજીના પત્ની, અનિલસિંહ, સ્વ. દિલુભા, અજિતસિંહ, બળવંતસિંહ, જિતેન્દ્રસિંહના કાકી, નિર્મલસિંહ, ગીતાબાના માતા, અજયરાજસિંહ, કુલદીપસિંહ, બ્રિજરાજસિંહ, શિવાનીબા, કિંજલબાના દાદી તા. 8-3-2026ના અવસાન પામ્યા છે. સાદડી દરબારગઢ ખાતે તેમજ ધાર્મિકક્રિયા તા. 19-3-2026ના ગુરુવારે.

ગઢશીશા (તા. માંડવી) : માંજોઠી અબ્દુલ (ઉ.વ. 51) તે મ. આધમ અલ્લાદેના (ઝુલાઈ)ના પુત્ર, મ. હાજી મોહમ્મદના ભત્રીજા, મુસ્તાકના ભાઈ, અયાનના પિતા, અહેમદ (બાપા), મજીદ, અબુબખરના કાકાઈ ભાઈ, માંજોઠી જકરિયા મીઠુ (મંજલ)ના જમાઈ, માંજોઠી અદ્રેમાન મામદ (વીડી), માંજોઠી લતીફ નુરમામદ (ત્રાયા), મ. માંજોઠી અબ્દુલ હાજી સુમાર (તુંબડી)ના સાળા, માંજોઠી જાફર, દાઉદ (મંજલ)ના બનેવી, જાવેદ જાફર (મંજલ), અમીરહુસેન અસગર (ગઢશીશા)સિરાજ હાજી કાસમ (બાયઠ), અયાન હુસેન (દુધઈ)ના સસરા, શકલેન, સમીર, દાનિશ, ઉવેશ, મોહમ્મદફૈઝના મોટાબાપુ તા. 8-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 10-3-2026 મંગળવારે સવારે 10થી 11 મેમણ જમાતખાના, ઉગમણા નાકા, ગઢશીશા ખાતે.

નિરોણા (તા. નખત્રાણા) : આયર ખેતાભાઇ જેઠાભાઇ (ઉ.વ. 88) તે બિજલભાઇ, ગણપતભાઇ, જીવીબેન (નથ્થરકુઇ)ના પિતા, સ્વ. વેલાભાઇ કાંયાભાઇ કરાસિયાના જમાઇ, કાનાભાઇ, રામજીભાઇ, લક્ષ્મીબેન, હીરાબેનના ભાઇ, વસ્તાભાઇ કાંયાભાઇ (પૂર્વ સરપંચ)ના કાકાઇ ભાઇ, પ્રેમજી, દેવજી, સુરેશ, અશોકના દાદા તા. 8-3-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન સંતોષી માતાજીના મંદિર પાસે, નિરોણા ખાતે.

સાંધાણ (તા. અબડાસા) : સુમરા અબ્દુલ ઇબ્રાહિમ (ઉ.વ. 52) તે મુસાના ભાઇ, આમદ, જુસબ, ઇશાકના પિતરાઈ ભાઈ, ખાલીદ, બિલાલના મામા, હાજી ઉમરના ફઇઆઇ ભાઇ  તા. 7-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 10-3-2026ના મંગળવારે સાંજે અસર નમાજ બાદ  નિવાસસ્થાન સાંધાણ ખાતે.

કોસા (તા. અબડાસા) : ગજણ મામદ આધમ (ઉ.વ. 66) તે અબ્દુલ અને સલીમના પિતા, અધૈમાન, હસણ, અબ્દુલાના મોટા ભાઇ, અલાના ઈશાક, જુણસ સાલે, સિધીક મુબારક, અભુભખરના કાકાઈ ભાઈ, મંધરા અધૈમાન, અબડા સતાર, સુરંગી અલ્તાફ, ગજણ રજાકના સસરા, સંગાર ઈશાક રમજાન, કોરેજા અલીના સાળા, ગજણ આદિલ, આધમ, શાબાનના મોટાબાપુ, ગજણ અલી હુશેનના કાકા તા. 8-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 10-3-2026ના મંગળવારે સાંજે અસર નમાજ બાદ કોસા મસ્જિદ ખાતે.

નેરલ (મુંબઈ) : મૂળ ગઢશીશાના ગં.સ્વ. ઉષાબેન શરદભાઈ દૈયા (ઉ.વ. 65) તે સ્વ. શરદભાઈ મંગલદાસ દૈયાના પત્ની, સ્વ. મુકતાબેન રણછોડદાસ પલણ (અંજાર)ના પુત્રી, સ્વ. લક્ષ્મીબેન મંગલદાસ દૈયા (ગઢશીશા)ના પુત્રવધૂ, સચિતા ભાવેશ ખોના, ચાર્મી મિથીલ માણેકના માતા, ભાવેશ અશ્વિનભાઈ ખોના, મિથીલ ભરતભાઈ માણેકના સાસુ, અજિત રણછોડદાસ પલણ, સ્વ. કિશોર રણછોડદાસ પલણના બહેન, સંધ્યા અજિત પલણ, અંજુ કિશોર પલણના નણંદ, સ્વ. લિલમબેન અશ્વિનભાઈ ખોના, સ્વ. હંસાબેન ભરતભાઈ માણેકના વેવાણ, ક્રીશ ભાવેશ ખોનાના નાની તા. 7-3-06ના મુલુન્ડ ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલી નથી. (લૌકિક વ્યવહાર બંધ છે.) 

Panchang

dd