• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળજી ખેંગાર ચાવડા (ઉ.વ. 81) (નિવૃત્ત એસ.ટી. ભુજ ડેપો) સ્વ. મણિબેન ખેંગાર ચાવડાના પુત્ર, ઉષાબેનના પતિ, સ્વ. લક્ષ્મીબેન રમણીકલાલ ચૌહાણના જમાઈ, સ્વ. દાનસંગભાઈ, સ્વ. પરસોત્તમભાઈ, મધુબેનના ભાઈ, ગં.સ્વ. જયાબેનના દિયર, ભગવતીબેનના જેઠ, સ્વ. અરાવિંદભાઈ, સ્વ. ભારતીબેન રમેશભાઈ, જયશ્રીબેન રણજીતભાઈના બનેવી, કિરણ, રેખા, જ્યોતિના પિતા, કલ્પનાબેન, ધર્મેન્દ્રભાઈ, જયેશભાઈના સસરા, સુરેશભાઈ ચૌહાણના સાળા, જીત, ભૂમિતના દાદા, ખુશ્બૂ, ઉર્વી, મીતના નાના, સ્વ. શિવજીભાઈ, સ્વ. ભૂપેન્દ્રભાઈના ભાણેજ તા. 17-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-1-2026ના સાંજે 4.30થી 5.30 રાજપૂત સમાજવાડી, રઘુવંશી ચોકડી પાસે, ભુજ ખાતે.

ભુજ : મૂળ કોઠારિયા (જિ. રાજસંબધ-રાજસ્થાન)ના છપરીબંદ દ્વારકાપ્રસાદ મૂલચંદ (ઉ.વ. 75) તે સુરેશભાઇ, સુભાષભાઇ, અશોકભાઇના પિતા, આકાશભાઇ, અક્ષયભાઇ, પંકજભાઇના દાદા તા. 18-1-2026ના અવસાન પામ્યા છે. નિવાસસ્થાન વાલ્મીકિ નગર, ભુજ.

ભુજ : શિકારી મજીદ હાજી ફકીરમામદ (સમેજા) (ઉ.વ. 52) તે મ. ફાતમાબાઈ હાજી ફકીરમામદ સમેજાના પુત્ર, મ. કાસમ હાજી ફકીરમામદ, સુલેમાન હાજી ફકીરમામદ, મ. કાસમ હાજી ફકીરમામદ, મ. અબ્દુલ્લાહ હાજી ફકીરમામદ, ઇમરાન હાજી ફકીરમામદ, હુસેનભાઈ, દાઉદભાઈ, અલીમામદભાઈ, હમીદાબેન સમેજાના ભાઈ, શબનમબેનના પતિ, મુસ્કાન, મહેંદી, પરબીન, વાહીદના પિતા, ડો. ઇમરાન બાયડના સસરા તા. 17-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-1-2026ના મંગળવારે સવારે 10થી 11 ન્યૂ લોટસ કોલોની, ભુજ ખાતે.

આદિપુર : મૂળ માખેલના ઘનશ્યામભાઇ ચંદે (ઉ.વ. 52) તે ગં.સ્વ. હીરાબેન રતિલાલભાઇના પુત્ર, વંદનાબેનના પતિ, સ્વ. ચંદુલાલ રતિલાલભાઇ ભીન્ડે (માધાપર)ના જમાઇ, સ્નેહા, શિવના પિતા, ગં.સ્વ. ઉર્મિલાબેન રસિકલાલ રાજદે, ભગવતીબેન જમનાલાલ રાજદે, સાવિત્રીબેન જેન્તીલાલ કોટક, મહેશભાઇ, દિનેશભાઇના ભાઇ, જિજ્ઞાબેન, મિત્તલબેનના જેઠ, જેનિલ, રાજવીના મોટા બાપા, લાભશંકર, પ્રભુલાલ સ્વરૂપચંદ માણેકના ભાણેજ, મહેશભાઇ, નીલેશભાઇ ભીન્ડે (માધાપર)ના બનેવી, પ્રેમજીભાઇ જીવરાજભાઇ, અમૃતલાલ જીવરાજભાઇ ચંદે (માધાપર)ના ભત્રીજા તા. 17-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 20-1-2026ના મંગળવારે સાંજે 4થી 5 મૈત્રી સ્કૂલ ડોમ, મૈત્રી રોડ, આદિપુર ખાતે. (દશો રાખેલ નથી)

આદિપુર : મૂળ પાંચોટિયાના લધાભાઇ ખીમાભાઈ ગઢવી (ગેલવા) (ઉ.વ. 75) તે રાજબાઈના પતિ, સ્વ. લક્ષ્મીબેન, ડાયાભાઈના પિતા, અરજણ ખીમાભાઈ, કલ્યાણ ખીમાભાઈના ભાઈ તા. 18-1-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 19-1-2026 સોમવારથી તા. 21-1-2026 બુધવાર સુધી ત્રણ દિવસ સોનલધામ, આદિપુર ખાતે. ઉત્તરક્રિયા (પાણી) તા. 28-1-2026ના બુધવારે તે જ સ્થળે.

મુંદરા : ગવરીબેન જેઠવા (ઉ.વ. 90) તે મૂળ અંજારના દેવશીભાઈ ઓધવજીભાઈના પત્ની, રૂડાભાઈ જીવાભાઈ (વીડી હાલે દુર્ગ)ના પુત્રી, પરસોત્તમભાઈ, અશોકભાઈ, સ્વ. ભરતભાઈ, કુસુમબેન, સ્વ. ગીતાબેન, દમયંતીબેન, રીટાબેનના માતા, જનકબેન, માયાબેન, ગીતાબેન, શિવલાલભાઈ, સ્વ. મૂરજીભાઈ, કમલેશભાઈ, નરોત્તમભાઈના સાસુ, મનીષ, જિતેન્દ્ર, હિરેન, મયૂર, બિનિતા, નિરાલી, હેમાલી, એકતા, હરીઓમ, ભાવના, બિંદુ, રીના, કુલદીપના દાદી, કુશલ, હેમાંગ, પ્રતીકના દાદીજી તા 18-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-1-2026ના બુધવારે સાંજે 4થી 5 નિવાસસ્થાન મંગરા વાડી વિસ્તાર, જેઠવા ફાર્મ ખાતે.

કુકમા (તા. ભુજ) : મૂળ માનકૂવાના શાન્તાબેન રવજીભાઇ વેલાણી (ઉ.વ. 82) તે રવજીભાઇ હરજીભાઇના પત્ની, જેન્તીભાઇ, પ્રવીણભાઇ, વસંતભાઇ, લક્ષ્મીબેન છગનલાલ પારસિયા (આણંદસર), અમૃતબેન મોહનલાલ ભાવાણી (કુરબઇ), કમળાબેન ઇશ્વરલાલ સાંખલા (દેશલપર), હંસાબેન કિશોરભાઇ પટેલ (ગાંધીનગર)ના માતા, સ્વ. ભીમજીભાઇના નાના ભાઇના પત્ની, ગોવિંદભાઇ, મગનભાઇના ભાભી, સ્વ. કાનજીભાઇ જીવરાજભાઇ ભગત (શાહુપરા કંપા)ના પુત્રી તા. 18-1-2026ના અવસાન પામ્યા છે. સાદડી કુકમા ખાતે તા. 20-1-2026ના સવારે 9થી 11 અને તા. 21-1-2026ના સવારે 9થી 11 ગોવિંદભાઇ મગનભાઇના નિવાસસ્થાન, જૂનાવાસ, માનકૂવા ખાતે.

સુમરાસર (તા. ભુજ) : મેરિયા મેઘીબેન રૂપાભાઈ (ઉ.વ. 84) તે સ્વ. મેરિયા રૂપાભાઈ સવાભાઈના પત્ની, રાજીબેન નારણ સામળીયા (કોટડા), વેલાભાઈ, શામજીભાઈ, જશીબેન પાંચાભાઇ વાઘેલા (ઝીંકડી), હરિભાઈ, નરાસિંહભાઈના માતા તા. 18-1- 2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ (હિંગલાજનું પાટ) તા. 20-1-2026ના મંગળવારે સવારે 10 વાગ્યે સુમરાસર ખાતે.

પત્રી (તા. મુંદરા) : જાડેજા સુશીલાબા (ઉ.વ. 58) તે કીર્તિસિંહ વિજયસિંહના પત્ની, પૃથ્વીરાજસિંહ વિજયસિંહના નાના ભાઇના પત્ની, હરપાલસિંહના માતા, જયરાજસિંહ પૃથ્વીરાજસિંહ, ચેતનસિંહ, સુરેન્દ્રસિંહ, ખુમાનસિંહ, અનિરુદ્ધસિંહ, લક્ષ્મણસિંહના કાકી તા. 18-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 22-1-2026ના દરબારગઢ, પત્રી ખાતે. ઉત્તરક્રિયા તા. 29-1-2026ના.

તરા-મંજલ (તા. નખત્રાણા) : મહેશ્વરી મેઘજીભાઇ ભીમાભાઇ ફુલિયા (ઉ.વ. 101) તે સ્વ. ભચીબાઇ ભીમાભાઇના પુત્ર, ખેતબાઇના પતિ, વેલજીભાઇ, તેજપારભાઇ, સ્વ. પ્રેમજીભાઇ (પોલીસ જમાદાર), કારૂભાઇ, બુદ્ધિલાલ, લાલજીભાઇ, સોનબાઇ લાલજી ધુઆ (અમરગઢ)ના પિતા, સ્વ. ચાગબાઇ સામજીભાઇ થારૂ (માંડવી), સ્વ. ખેતબાઇ લખુભાઇ ભર્યા (ભોજાય), સ્વ. રાજબાઇ ખમુભાઇ ફફલ (ખીરસરા-વિંઝાણ), સ્વ. માલબાઇ રામજી ધુઆ (અમરગઢ)ના ભાઇ, નરેશભાઇ (પ્રમુખ, ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજ), જયંતીલાલ (એ.એસ.આઇ. ગુજરાત પોલીસ), દિનેશ (અશોક લેલેન્ડ ઓટો મેનેજર), મુકેશ (મરિન પોલીસ), પરેશ (જિનલ ફોટોગ્રાફર), અનિલ, મનોજ (ટ્રેઝરી ઓફિસ), ભરત, કીર્તિ, હિતેષ, સ્વ. રાજેશ, મેહુલ, કાંતાબેન દેવજીભાઇ ઠોટિયા (શેરડી), મંજુલાબેન પ્રકાશભાઇ વિગોરા (ગોધરા), ઝવેરબેન હરેશભાઇ ઠોટિયા (સપનાનગર), ભાવનાબેન દિનેશ રોલા (સલાયા), પૂનમબેન મયૂર ગડણ (બાયઠ)ના દાદા, ઓમકાર, સિકાંત, ઋષિ, શ્રેયા, યુવરાજ, નીલરાજ, હસ્તિ, ચિરાજ, નવયા, મિત, હેન્સી, માયરા, પૂજા, જિનલ, ક્રિષ્ના, રુદ્ર, માહી, પરીનશી, રિવાન્શ, ક્રિવાંશના પરદાદા, શક્તિ, સ્વ. ભાવના, સચિનના નાના, સ્વ. ગાંગબાઇ વીરાભાઇ ધેડા (કરાચી-પાકિસ્તાન)ના જમાઇ તા. 17-1-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 21-1-2026ના બુધવારે રાત્રે આગરી અને તા. 22-1-2026ના ગુરુવારે સવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાને તથા પ્રાર્થનાસભા તા. 20-1-2026ના મંગળવારે બપોરે 3થી 5 મહેશ્વરી સમાજવાડી, તરા-મંજલ ખાતે.

અમદાવાદ : મૂળ લોડાઇના જયશ્રીબેન (ઉ.વ. 74) તે હરીશભાઇ મોનજી ભીન્ડેના પત્ની, પાર્વતીબેન મોનજીના પુત્રવધૂ, સ્વ. જયાબેન વાઘજી કોટેચાના પુત્રી, સ્વ. ઉમાબેન દીપક ચંદારાણા, સ્વ. જ્યોતિબેન પ્રતાપ બદિયાણી, તરુણાબેન મહેશ રૂપારેલના બહેન, હેમાંગ, યશના માતા, હિરલ, કૃતિના સાસુ, શ્રીના દાદી, સ્વ. દમયંતીબેન મથુરાદાસના દેરાણી, સ્વ. કુંજલતાબેન ડાયાલાલ કાનાબારના ભાભી તા. 17-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-1-2026ના સવારે 9થી 11 નિવાસસ્થાન ઇન્દ્રપ્રસ્થ ગુલમ્હોર, આઇટીસી નર્મદા હોટલની પાછળ, વત્રાપુર ખાતે.

મુંબઇ : મૂળ બેલાના દિવાળીબેન શાન્તિલાલ સ્વરૂપચંદ મહેતા (ઉ.વ. 90) તે સ્વ. શાન્તિલાલ સ્વરૂપચંદના પત્ની, સ્વ. ન્યાલચંદ જાદવજી ખંડોર (ફતેહગઢ)ના પુત્રી, વાડીલાલ, જયંતીલાલ, સ્વ. મહેન્દ્રભાઇ, જયેન્દ્રભાઇ, સુરેશભાઇ, જયશ્રીબેન, દિનેશભાઇ, પ્રફુલ્લભાઇના માતા, ભારતીબેન, મંજુલાબેન, અરૂણાબેન, દક્ષાબેન, પ્રીતિબેન, નૂતનબેન, ચંદ્રકાન્ત શાહના સાસુ, ચૈતાલી નિગમ બાબરિયા, આજ્ઞા કાર્તિક શેઠ, સ્વ. ડો. નિરાલી, ફોરમ ધ્રુવ રેશમવાલા, જીનલ જિમિત્ત, પ્રિયા આદેશ, અંકિતા વત્સલ, વૃત્તિ, લય, વૃદ્ધિ, ક્રિશી, મન, માહીના દાદી, તાશ્વી, રિધાન, રિયાંશ, સ્પર્શ, સ્માહી, કિયારા, હાશ્વીના પરદાદી, નિર્મલા ચમનલાલ દોશી, સ્વ. પ્રભાબેન અમૃતલાલ ખંડોરના ભાભી, અનોપચંદભાઇ, અમરશીભાઇ, પ્રાગજીભાઇ, પ્રભુલાલ, કેશવલાલ, મનસુખલાલ, દિવાળીબેન, સ્વ. રામુબેન, સાધ્વી વિવેકશ્રીજીના બહેન તા. 17-1-2026ના મુંબઇ (મલાડ) ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા કે લૌકિક વ્યવહાર રાખેલ નથી. સંપર્ક : જયંતીભાઇ-98695 46745, દિનેશભાઇ-94272 22817. 

Panchang

dd