ભુજ : મૂળ બગડાના મહેશ્વરી દામજીભાઇ બીજાભાઇ ધેડા (ઉ.વ. 73) તે વાલબાઇના પતિ, અશોક, સંદીપના પિતા,
અંજનાબેન, ધનુબેનના સસરા, શૈલેષ, સંજુ, મહેશ, કિયાન્સી, ઉજાના દાદા, બાવા નાથા,
મુરજી, ખીમજીના કાકા તા. 12-11-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
પૂર્ણ થઇ ગયેલી છે. સાદડી નિવાસસ્થાન સુરલભિટ્ટ રોડ, સંત રોહિદાસ નગર,
ભુજ ખાતે.
ભુજ : મૂળ ધોકાવાડાના મણિલાલભાઇ મંગળદાસભાઇ હાલાણી (ચંદે) (ઉ.વ.
74) તે સ્વ. રંભાબેન મંગળદાસભાઇ
ધરમશીભાઇના પુત્ર, કલાવતીબેન
(જીતુબેન)ના પતિ, શૈલેષ, કૌશિક,
રસીલા, ઉષાના પિતા, સ્વ.
જવેરભાઇ દીપચંદભાઇ સચદે (મૂળ ભુટકિયા-ભીમાસર હાલે અંજાર)ના જમાઈ, કાંતિલાલભાઇ, સ્વ. દલસુખભાઇ, હરેશભાઇ,
મનુભાઇ, જયેશભાઇ, જયાબેન
જમનાલાલ, સ્વ. પ્રેમીલાબેન બાબુલાલ, દક્ષાબેન
ભરતભાઇના મોટા ભાઇ, ભાવનાબેન, જિજ્ઞેશભાઇ,
કેયૂરભાઇના સસરા, દિવ્યતા, વૃત્તિ, મંત્રના નાના તા. 12-11-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 17-11-2025ના
સવારે 10થી11 રંગવાલા લોહાણા મહાજનવાડી,
છછ ફળિયા, ભુજ ખાતે.
ભુજ : સમા જાનમામદ હુસેન (ઉ.વ. 76) (ભૂ.પૂ. આર્મી ઓફિસર) તે હુસૈન
ફકીરમામદ સમાના પુત્ર, મ. જુસબ સમા, મ. હાજી ઓસમાણ ગની અને સારાબાઈ ઇબ્રાહિમભાઈ
નોતિયારના ભાઈ, સલીમ સમા (પત્રકાર), મુમતાઝ
બાયડ, ફરીદા સમા અને શહેરબાનુ સમાના પિતા તા. 15-11-2025ના અવસાન પામ્યા છે. જિયારત
તા. 16-11-2025ના સવારે 10થી 11 મેમણ જમાતખાના
ભીડ નાકા પાસે ભુજ ખાતે.
ભુજ : ગં.સ્વ. વસંતબેન ગોસ્વામી (ઉ.વ. 90) તે સ્વ. વિશ્રામગિરિ પુરુષોત્તમગિરિ
(દહીંસરા હાલે ભુજ)ના પત્ની, દરશડીના
સાકરબેન દેવગિરિના પુત્રી, દીપ્તિ, મહેશગિરિ,
હિતેશગિરિના માતા, માનસી, નિરલ, ભુપેશગર (દુધઇ)ના સાસુ, ઉજ્જવલ,
ઊર્જા, ઊર્મી, માહી,
હેતવી, ધ્યાનના દાદી, ચાંદની,
રોહનગિરિના નાની, રામગિરિ, નારાણગિરિના નાના ભાઇના પત્ની તથા ચેતનગિરિના
ભાભી તા. 15-11-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-11-2025ના સાંજે 4થી 5 જેષ્ઠાનગર ભાનુશાળી સમાજવાડી ભુજ ખાતે.
ગાંધીધામ : મૂળ લાખાપરના ગોસ્વામી મહેશપુરી જગદીશપુરી (ઉ.વ.
61) તે સ્વ. રમીલાબેનના પતિ, ગં.સ્વ. ત્રિવેણીબેન જગદીશપુરીના પુત્ર,
સ્વ. ઉમેશપુરી, સ્વ. અનિલપુરી, કૌશલ્યાબેન ઇશ્વરગિરિ (ભુજ), મિનાક્ષીબેન જેન્તીગિરિ
(અંજાર)ના ભાઇ, ગં.સ્વ. દમયંતીબેન, ગં.સ્વ.
રેખાબેનના જેઠ, પૂર્વીબેન મેહુલગર (અંજાર), કમલેશપુરી, ભાવનાબેનના પિતા, રેખાબેન
કમલેશપુરી, મેહુલગર હરિગર (અંજાર)ના સસરા, ક્રિયાંશી, દેવાંશના દાદા, અંજલિ,
દેવ્યાની, નયન, દીપેશ,
મનિષાના મોટા બાપા, રાધિકા, નિમેષ, હેન્સી, પ્રતીક,
વિશ્વાના નાના, દિવાળીબેન ભાવગર (તુણા)ના જમાઇ
તા. 15-11-2025ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 17-11-2025ના બપોરે 4થી 5 ખેતરપાળદાદા ચેરિટેબલ ટ્રસ્ટ,
સમસ્ત કચ્છી સતવારા સમાજ સત્સંગ હોલ, ભારતનગર,
ગાંધીધામ ખાતે.
ગાંધીધામ : મોટી બાલાચોડના શંકરભાઇ મધુભાઇ ફમ્મા તે હાસબાઇના
પતિ, નાનજી, શામજી,
અજબાઇ, તેજલબેનના પિતા, મુલબાઇ,
સુનિતાબેન, રવજીભાઇ દનિચા, ધર્મેન્દ્રભાઇ વિંઝોડાના સસરા તા. 12-11-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિક ક્રિયા પૂર્ણ થયેલી છે.
અંજાર : મૂળ કોઠારાના અબોટી બ્રાહ્મણ મૂળશંકર દયારામ ભટ્ટ (નિવૃત્ત
એએસઆઇ પોલીસ) (ઉ.વ. 65) તે સ્વ. ત્રિવેણીબેન
દયારામના પુત્ર, નીરૂબેનના પતિ,
રમાબેન, સ્વ. ગિરીશભાઈ, ભારતીબેન,
નીતાબેન, પ્રતિમાબેન અને પરેશભાઈના ભાઈ,
શીતલબેન વિનય જોષી (પાલનપુર), હાર્દિક અને તન્વીબેન
રાહુલ પલણના પિતા, મોસમી,
દીપક અને હર્ષલના કાકા, ધરમ, દેવ અને નક્ષના દાદા, મેઘના, નવ્યા
અને કાવ્યાંશના નાના, અંજારના સ્વ. હીરજી ઉમરશી જોષીના જમાઈ,
વ્રજલાલ જોષી (પૂર્ણા નર્સિંગહોમ)ના બનેવી, સ્વ.
શાંતિબેન અને સ્વ. સુંદરજી ઠાકર (અબોટી)ના દોહિત્ર તા. 15-11-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 17-11-2025ના
સોમવારના સાંજે 4થી 5 અબોટી બ્રાહ્મણ સમાજવાડી, મુક્તિધામ, અંજાર ખાતે.
માંડવી : વેલજીભાઇ સામતભાઇ ડુંગરખિયા (મહેશ્વરી) (ઉ.વ. 76) તે ગોવિંદભાઇ, રમેશભાઇ, હંસાબેનના પિતા,
સ્વ. બાયાબાઇના પતિ, ગૌતમ, હાર્દિક, વિરાગ, જિજ્ઞાબેન,
જાનવીબેનના દાદા, યુવાંશના પરદાદા, માલજીભાઇ, કરશનભાઇ, પ્રેમજીભાઇના
ભાઇ, રમીલાબેન, નિર્મળાબેન, મોહનભાઇ વાલજીભાઇ દનિચા (એડવોકેટ)ના સસરા, જયેશના નાના,
વેલજીભાઇ, લાલજીભાઇ, ખેરાજભાઇ,
જીવરાજભાઇ ધેડા (સલાયા)ના બનેવી તા. 14-11-205ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
પૂર્ણ થયેલી છે. પ્રાર્થનાસભા તા. 16-11-2025ના રવિવારે સાંજે 4થી 6 નિવાસસ્થાન
શિતલનગર, માંડવી ખાતે. દિયાડો-પાણી તા. 19-11-2025, 20-11-2025ના (બુધવાર-ગુરુવાર)
ઉપરોક્ત સ્થળે.
નખત્રાણા : સુરેશભાઇ હરિભાઇ ધોળુ (ઉ.વ. 41) તે હરિભાઇ નારણભાઇના પુત્ર, વર્ષાબેનના પતિ, ખીમજીભાઇ,
સીતાબેન (અમદાવાદ)ના ભાઇ, જેમીન, દક્ષના પિતા તા. 14-11-2025ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 17-11-2025ના
સોમવારે સવારે 8.30થી 10.30 સત્યનારાયણ પાટીદાર સમાજ મધ્ય
વિભાગ, જૂનાવાસ ખાતે.
ભાદ્રોઇ (તા. અંજાર)
: હીરાભાઇ માલાભાઇ ધેડા (ઉ.વ. 70) તે કેશા, દેવા, મમઇના પિતા,
પાંચા માલાના ભાઇ તા. 13-11-2025ના અવસાન પામ્યા છે. દિયાડો તા. 16-11-2025ના રવિવારે, પાણી તા. 17-11-2025ના સવારે 8 વાગ્યે.
ગુંદિયાળી (તા. માંડવી) : જાડેજા ભાવિકસિંહ હિતેન્દ્રસિંહ (ઉ.વ.
34) તે સ્વ. ફતેહસિંહજી, કિરીટસિંહના પૌત્ર, હિતેન્દ્રસિંહના પુત્ર, સુરેન્દ્રસિંહ, પૃથ્વીરાજસિંહ, શક્તિસિંહ, રાજેન્દ્રસિંહ, ઘનશ્યામસિંહના
ભત્રીજા, સ્વ. યુવરાજસિંહ, વિશ્વદીપસિંહ,
વિરાજસિંહ, નિરવરાજસિંહ, લકીરાજસિંહ, દિવ્યરાજસિંહના ભાઇ તા. 14-11-2025ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 17-11-2025ના રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, ગુંદિયાળી ખાતે.
કોડાય (તા. માંડવી) : જગદીશ દામજીભાઇ સોમેશ્વર (ઉ.વ. 63) તે સ્વ. ઝવેરબેન દામજીભાઈ પ્રાગજીભાઈના
પુત્ર, સ્વ. પાર્વતીબેન પ્રાગજીના પૌત્ર, સ્વીટીબેન પાર્થભાઈ (ખાવડા), વિરલ, બાદલના પિતા, સ્વ. વિનોદભાઈ, હિતેશભાઈ,
મુક્તાબેન ઉમેશભાઈ (ભુજ), ભાવનાબેન ચેતનભાઈ (ભુજ)ના
ભાઈ, સ્વ. જેષ્ઠારામ, સ્વ. ધનજીભાઈ,
સ્વ. મોહનલાલ, સ્વ. મણિલાલ, સ્વ. અમૃતલાલ, હેમરાજભાઈ (અમરનાથ), લક્ષ્મીબેન ભરતભાઈ (ભુજ), પ્રભાબેન વિઠ્ઠલદાસ (વાડાસર),
નર્મદાબેન મનોજભાઈ (મુંબઈ)ના ભત્રીજા, રેણુકાબેનના
સસરા, તોરલ અને શિવાંશના દાદા, સરોજબેન
અને કવિતાબેનના જેઠ, સ્વ. મુરજી દામજી પંડિતપૌત્ર (દેશલપર - વાંઢાય)ના
દોહિત્ર, સ્વ. કલ્યાણજીભાઈ, ગાવિંજીભાઈ,
કાનજીભાઈ, બચુ ભગતના ભાણેજ, રોનક, સુજલ, ડેનિશ, શ્વેતાના મોટા બાપા તા. 14-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-11-2025ના સોમવારે 4થી 5 મહાદેવ મંદિર
કોડાય ખાતે.
મોટી ભાડઇ (તા. માંડવી) : જાડેજા ચતુરબા વિજયરાજજી (ઉ.વ. 80) તે સ્વ. દેશુભાના ભાભી, વીરેન્દ્રસિંહના માતા, સુરુભા, નરેન્દ્રસિંહ, જયેન્દ્રસિંહના
મોટી મા, સ્વ. અજિતસિંહ, મહિપતસિંહના કાકી,
હરદીપસિંહ, કરણ, રાજેન્દ્ર,
યશપાલ, દક્ષરાજ, સુખદેવસિંહ,
નિર્મલસિંહ, કુલદીપસિંહ, ધર્મેન્દ્રના દાદી તા. 15-11-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 20-11-2025ના ગુરુવાર સુધી નિવાસસ્થાન, મોટી ભાડઇ ખાતે.
ભોરારા (તા. મુંદરા) : ખેંગાર ખીમરાજભાઇ તે ખીમરાજ મેગા પાતારિયાના
પુત્ર, મણસી, કાનજી, ભાણબાઇ શામજી સીજુ, નાનબાઇ ડાયા પારિયાના ભાઇ,
રાજેશ, જિતેશના પિતા, સુરેશ
કાનજી પાતારિયા, હરેશ કાનજી પાતારિયા, ભરત
અરજણ, રાજેશ અરજણના કાકા તા. 15-11-2025ના અવસાન પામ્યા છે. આગરી તા.
19-11-2025ના બુધવારે, પાણી તા. 20-11-2025ના ગુરુવારે સવારે 9 વાગ્યે નિવાસસ્થાન ભોરારા ખાતે.
પાનેલી (તા. નખત્રાણા) : જાડેજા ઇન્દ્રાબા ગોવિંદજી (ઉ.વ. 95) તે ગાવિંદજીના પત્ની, ભીખુભા, નરપતસિંહ,
હિંમતાસિંહ, રાજેન્દ્રસિંહના કાકી, વાઢેર સૂરજબા ભગવતાસિંહજી (રોહા)ના ભાભીમા, જ્ઞાનબા,
વનિતાબા, પ્રસનબા, વીરેન્દ્રાસિંહના
માતા, ઋતુરાજસિંહ, હર્ષપાલસિંહના દાદી,
ચંદ્રાસિંહ વાઢેર (રોહા), જગતાસિંહ ઝાલા (લીંબડી),
ધર્મેન્દ્રાસિંહ વાઢેર (રોહા)ના સાસુ તા. 14-11-2025ના અવસાન પામ્યા છે. બેસણું
દરબાર ડેલી પાનેલી ખાતે. ઉત્તરક્રિયા તા. 24-11-2025ના નિવાસસ્થાને.
દોલતપર (તા. લખપત) : મૂળ નારાયણ સરોવરના ઠા. ખટાઉ સુંદરજી અનમ
(ઉ.વ. 88) તે સ્વ. સુંદરજી મોનજી અનમના
પુત્ર, સ્વ. ગોદાવરીબેનના પતિ, સ્વ. લક્ષ્મીદાસ દેવજી ગણાત્રા (પાનધ્રો)ના જમાઈ, મધુબેન
નવિનભાઇ રૂપારેલ (ઘડુલી), ગીતાબેન રામદાસ ગણાત્રા (નલિયા),
ધર્મિષ્ઠાબેન દીપકભાઈ આઇયા (વિરાણી મોટી), હર્ષાબેન જગદીશભાઈ સોનાઘેલા (માંડવી), પૂર્ણાબેન વિપુલભાઈ સચદે (ઉધના-સુરત),
જગદીશચંદ્ર (જનતા સ્ટોર-દોલતપર), રૂપેશભાઈ અનમ
( રઘુવંશી ટ્રેડર્સ-નખત્રાણા)ના પિતા, હિનાબેન જગદીશભાઈ અનમના
સસરા, કિશન, દિયા, દિવ્યના દાદા, દીપા,
નિમેશ, પિનલ, કપિલ,
હિમાંશુ, વિશાલ, શિવ,
દિશા, ધ્રુવના નાના, સ્વ.
દેવજીભાઈ, સ્વ. વિશનજીભાઈ, સ્વ. મંગલદાસભા,
સ્વ. હરિરામભાઇ, સ્વ. કરશનદાસ, સ્વ. દયારામભાઈ, સ્વ. મીઠાબેન (તેરા), સ્વ. લક્ષ્મીબેન (કોઠારા), સ્વ. મણિબેન (નલિયા)ના ભાઈ,
સ્વ. ઠા. વિઠ્ઠલદાસ લક્ષ્મીદાસ ગણાત્રા (પાનધ્રો), સ્વ. ઠા. કાનજી લક્ષ્મીદાસ ગણાત્રા (ઉધના-સુરત), સ્વ.
ઠા. મોહનલાલ લક્ષ્મીદાસ ગણાત્રા (ભુજ), સ્વ. ચાગબાઈ, સ્વ. મમ્મીબેન, સ્વ.ગોમતીબેન, સ્વ.
ભચીબેનના બનેવી તા. 15-11-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 17-11-2025ના
4થી 5 લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી, દોલતપર
ખાતે.
બાલાચોડ મોટી (તા. અબડાસા) : ઉમાબા બળવંતસિંહ જાડેજા તે જાડેજા બળવંતાસિંહ ટપુભાના પત્ની, વિપુલાસિંહ
અને મહાવીરાસિંહના માતા, ખેતુભા, બનુભા, અજિતાસિંહના ભાઈના
પત્ની, કનુભા, ભૂપેન્દ્રાસિંહ, અશોકાસિંહ, વિજયાસિંહ, નરપતાસિંહ,
યોગેન્દ્રાસિંહ, રોહિતાસિંહના કાકી, લકીરાજાસિંહ, પરાક્રમાસિંહ, ક્રિપાલાસિંહ, યુવરાજાસિંહ,
યશરાજાસિંહ, મનદીપાસિંહ, આયુષાસિંહ, સિદ્ધરાજાસિંહ, જયવીરાસિંહના
દાદી તા. 14-11-2025ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 24-11-2025ના
સોમવારે નિવાસસ્થાને.
મુલુન્ડ (મુંબઇ) : મૂળ ઉગેડી (તા. નખત્રાણા)ના ગં.સ્વ. કમલા
(મંગળા) કલ્યાણજી આથા (ઉ.વ. 81) તે સ્વ. કલ્યાણજી
મુલજી આથાના પત્ની, સ્વ. વેલબાઈ માધવજી કતિરા (નેત્રાવાળા)ના
પુત્રી, સ્વ. રુક્ષ્મણિબેન ખીમજી કક્કડ, સ્વ. કસ્તુરબેન મોતીરામ પુંજાણી, સ્વ. મણિબેન કરસનદાસ
ગણાત્રા, સ્વ. મીરાબેન માધવજી મજેઠિયા, વિઠ્ઠલદાસ મુલજી આથા, અનસૂયા રમેશ સચદે અને રમેશ (બબો)
મુલજી આથાના ભાભી, સરસ્વતી વિઠ્ઠલદાસ આથા, રક્ષા રમેશ આથાના જેઠાણી, પ્રીતિ સંજય સોમૈયા,
ધર્મિષ્ઠા પ્રમોદ તન્ના, અજીત, સંગીતા, ગીતા, મનિષના માતા,
જયશ્રી અજીત આથા, વિશાકા મનિષ આથાના સાસુ,
વૈશાલી તરુણ ગણાત્રા (ભાટે), હેતલ વિઠ્ઠલદાસ આથા,
અમિષા દીપેશ પૌઆ, નમ્રતા રમેશ આથાના મોટીમા,
નિયતિ, કથન, જનવના દાદી,
યેશાના નાની, સ્વ.નાનજી (શંકરભાઈ), સ્વ. મથરાદાસ, સ્વ. જમનાદાસ, સ્વ.
હીરજી, સ્વ. ભૂપેન્દ્ર, સ્વ. સાકરબાઇ દેવજીભાઇ
બારૂ, સ્વ. ઝવેરબેન લાલજી પલણના બહેન તા. 14-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 16-11-2025ના સાંજે 5થી 7 ગોપુરમ હોલ, રાજેન્દ્રપ્રસાદ રોડ, જ્ઞાનસરિતા સ્કૂલની બાજુમાં, મુલુન્ડ (વેસ્ટ) મુંબઇ ખાતે.
સુરત : ઠા. લહેરીલાલ મનજી અનમ (ઉ.વ. 60) (ભૂમિ રોડલાઇન્સ-કડોદરા) તે
સ્વ. મનજી શિવજી અને વિમલાબેન (આમારાવાળા)ના મોટા પુત્ર, જ્યોતિબેનના પતિ, નિતિનભાઈ,
હિતેશ તથા દક્ષાબેનના ભાઈ, હેમલભાઈ જયાસિંહભાઈ
પુંજાણીના સાળા, હિરલબેન, માનવના પિતા,
રાહુલ નરેશભાઈના સસરા, રક્ષા અને ભાવના (ટીનુબેન)ના
જેઠ, માનસી, સિદ્ધાર્થ, ભૂમિત અને દેવના મોટા બાપા, ગાયત્રી, મનન અને મંથનના મામા, સ્વ. મંગલદાસ, સ્વ. કેશવજી, દયારામ શિવજી, સ્વ.
જવેરબેન રતનશી બારૂ (વિગોડી)ના ભત્રીજા, સ્વ. મંગલદાસ ધારશી
(રવાપર)ના દોહિત્ર, સ્વ. ધરમશી રામજી દૈયા અને લક્ષ્મીબેન (અમદાવાદ)ના
જમાઈ, ચિરાગ, પ્રકાશ અને આરતી અરાવિંદ ઠક્કર
(મુંબઈ)ના બનેવી, હંસાબેન નરેશભાઈ ઠક્કર (રામપર-સરવા)ના વેવાઈ
તા. 14-11-2025ના અવસાન પામ્યા છે. બન્ને
પક્ષની પ્રાર્થનાસભા તા. 16-11-2025ના
નાગરદાસ હોલ, શ્રીરામ પેટ્રોલપંપ સામે,
શિશુવિહાર સ્કૂલની બાજુમાં, આણંદ મહેલ રોડ,
અડાજણ (સુરત) ખાતે સાંજે 4:30થી 6.