• મંગળવાર, 04 નવેમ્બર, 2025

અવસાન નોંધ

ભુજ : વડનગરા નાગર નરેન્દ્ર દિનમણિરાય વોરા (નિવૃત્ત, સિંચાઈ વિભાગ) (ઉ.વ. 67) તે સ્વ. ભગવતલક્ષ્મીબેન દિનમણિરાય વોરાના પુત્ર, સંધ્યા વોરાના પતિ, નિશાંત વોરા, હિમલ સુજિત વસાવડાના પિતા, સમૃદ્ધિ વોરા અને સુજિત વસાવડાના સસરા, અદિતિના દાદા, ધ્યાના, મિશ્વાના નાના, સ્વ. સુભાષભાઈ, સ્વ. યજ્ઞેશ્વરીબેન ધનસુખભાઈ ધોળકિયા, સ્વ. મહેશભાઈ, ભરતભાઈ, સ્વ. અવિનાશભાઈ, ભારતીબેન સુભાષભાઈ છાયાના ભાઈ, સ્વ. નલિનીબેન પ્રમોદરાયભાઈ અંતાણીના જમાઈ, નીલાબેન મયૂરભાઈ છાયા, દક્ષિણાબેન હરેશભાઈ વૈશ્નવ, નયનભાઈ અંતાણી, અક્ષયભાઈ અંતાણી, દેવીબેન મયૂરભાઈ અંજારિયાના બનેવી, નયનભાઈ રાણા, વિતેષભાઈ વસાવડાના વેવાઈ તા. 3-11-2025ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 4-11-2025ના મંગળવારે સવારે 9 વાગ્યે નિવાસસ્થાન `િનશાંત' 271, રામદેવપીર મંદિરવાળી શેરી, જૂની રાવલવાડી, ભુજથી સ્વર્ગ પ્રયાણધામ જશે.

ભુજ : હાજી અબ્દુલરજાક હાજીકાસમ માંજોઠી (ઉ.વ. 46) તે મ. કાસમ મામદ માંજોઠી (વીજતંત્ર)ના પુત્ર, ઈસ્માઈલ મામદ માંજોઠી (માજી ઉપનગરપતિ-ભુજ), માંજોઠી નુમાન હુશેન, માંજોઠી શકુર હુશેનના ભત્રીજા, જાવેદભાઇ માંજોઠી (પીજીવીસએલ કોન્ટ્રક્ટર-ભુજ), હનીફભાઇ માંજોઠી (કાઉન્સિલર, ભુજ નગરપાલિકા), હમીદભાઇ માંજોઠી (અલ અમીન ચેરિટબલ ટ્રસ્ટના ટ્રસ્ટી, ભુજ), સોયબભાઇ માંજોઠી (એક કદમ નેકી કી ઓર ટ્રસ્ટના સ્થાપક)ના ભાઇ, મોહમ્મદ આશના પિતા, ઉઝૈર, ઉમૈર, ઉનૈશ, સુમૈરના મોટાબાપા, ઝૈદ, ઉસૈદ, અયમન, મોહીબના મામા તા. 3-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-11-2025ના બુધવારે સવારે 10થી 11 નિવાસસ્થાન કેમ્પ પોલીસ ચોકી પાસે, કેમ્પ એરિયા, ભુજ ખાતે.

ગાંધીધામ : શોભા ઈસરાની (ઉ.વ. 78) તે અશોક. વી ઈસરાનીના પત્ની, નીરજ, શાલિનીના માતા, રિયા ઈસરાની, નીતિન મોતીહારના સાસુ, શ્યામ વઝીરાની, અશોક વઝીરાની, નીતા રાજેન્દ્ર અજલવાનીના બહેન, જય ઈસરાની, મહેશ ઈસરાનીના કાકી, પ્રકાશ ચાવલા, દીપક ચાવલા (સ્ટેટ એંજટ), હરેશ ચાવલા, કમલેશ કરના, અનિલ કરના, અનુ રાજેન્દ્ર આડવાણીના મામી, યશ્વી, અનુષ્કાના દાદી, સોહમ, કૃપાના નાની તા. 1-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (પઘડી) તા. 4-11-2025ના સાંજે 5થી 5.30 મૈત્રી સ્કૂલ (ડોમ) ખાતે ભાઈઓ તથા બહેનો માટે સંયુક્ત.

આદિપુર : મૂળ તેરાના રાજગોર હરેશભાઈ મેઘજીભાઈ માકાણી (ઉ.વ. 58) તે સ્વ. પ્રેમીલાબેન મેઘજી કુંવરજી માકાણીના પુત્ર, શારદાબેનના પતિ, ઉમીત અને મયુરીના પિતા, શંકરજી ગાવિંદજી મોતા (ભુજપુર)ના દોહિત્ર, સ્વ. ગોપાલજીભાઈ, સ્વ. દામજીભાઈ, સ્વ. નવીનભાઈ (ભુજ), દેવશંકરભાઈ (અંતરજાળ), સ્વ. મધુબેન લાભશંકર મોતા (અંજાર), ગં.સ્વ. અમૃતબેન ચૂનીલાલ મોતા, ગં.સ્વ. જવેરબેન વિનોદલાલ બાવા, અરુણાબેન કાંતિલાલ મોતા (ભુજ)ના ભાઈ, પ્રીતિ, કપિલ, પ્રિયા, સ્વ. ભાવિન, પ્રિજેશ, પૂનમ, વિરલ, દીક્ષિત, સ્વ. જિજ્ઞાના કાકા, પરેશ, શરદ, જયેશ, રાજેશ, સ્વ. આનંદ, અલ્પા, મહેન્દ્ર, યોગેશ, સ્વ. રેશ્મા, કાશ્મીરા, શીતલ, ગૌરવના મામા, વેલજીભાઈ મૂળજીભાઈ ભટ્ટ (સાંધાણ)ના જમાઈ, અનિલ, સુધીર, ભારતી, કલ્પનાના બનેવી અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 4-11-2025ના મંગળવારે સાંજે 4.30થી 5.30 પરશુરામ મંદિર, પરશુરામ સોસાયટી, અંતરજાળ, આદિપુર ખાતે.

અંજાર : જિતેન્દ્રભાઇ હડિયા (સોરઠિયા) (ઉ.વ. 41) તે મોહનલાલ કાનજી હડિયા તથા શાંતાબેનના પુત્ર, આશાબેનના પતિ, સ્વ. કુંવરબેન કાનજીભાઇના પૌત્ર, ચેતનભાઇ મોહનભાઇ હડિયા, કુસુમબેન દિનેશભાઇ કાતરિયા, ગીતાબેન રાજેશભાઇ વાઘમશીના ભાઇ, જયશ્રીબેન ચેતનભાઇના દિયર, ધરમશીભાઇ શંભુભાઇ ચોટારા, ભગવતીબેન ધરમશીભાઇ ચોટારાના જમાઇ, આધ્યા, આશીના પિતા, આદિતિ, પ્રિન્સના કાકા, નંદની, ઉમંગી, આયુશી, દૈવિક, પૂર્વી, સપનાના મામા તા. 2-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-11-2025ના બુધવારે સાંજે 4થી 5 મહાકાલેશ્વર મંદિર, સોરઠિયા સમાજ સોનાપુરી, નવી કોર્ટ પાછળ, અંજાર ખાતે.

માંડવી : દાઉદ મુશા કકલ (ઉ.વ. 76) તે ઈમરાન, અબ્દુલરસીદના પિતા, મ. કાસમ મુશા, મ. ઈલિયાસ મુશાના ભાઈ, મુશા અને હુશેનઅલીના કાકા, સિધિક, રમઝાન, અકબર, એઝાઝના સસરા તા. 3-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-11-2025ના બુધવારે સવારે 10થી 11 રહેમાનિયા મસ્જિદ, તબેલા ફળિયું, માંડવી ખાતે.

સુખપર (તા. ભુજ): મૂળ ખેડોઈના હરેશભાઈ (ઉ.વ.68) તે સ્વ. મણિબેન હીરાલાલભાઈ અડીએચાના પુત્ર, નીતાબેન અડીએચાના પતિ, રૂપલના પિતા, શ્રેયાંશ કિશોરભાઈ વોરાના સસરા, સ્વરાના નાના, રાજેશભાઈ, રશ્મિબેન, અનિતાબેન, અંજુબેન, સુનિતાબેનના ભાઈ, દમયંતીબેન રણછોડભાઈ દુધૈયા (સુખપર)ના જમાઈ, ગં.સ્વ. મધુબેન મોહનલાલ જોલાપરાના બનેવી તા. 3-11-2025, સોમવારના અવસાન પામ્યા છે. 

મોટા રેહા (તા. ભુજ) : શિવભા ખેંગારજી જાડેજા (ઉ.વ. 92) તે સ્વ. મનુભા, નરસંગજી, ખેતુભા, વિજયરાજજી, મોહબતસિંહના ભાઇ, ભુરૂભા મનુભા, ગેલુભા હઠુભા, દશરથસિંહ, રતનસિંહ, કિરીટસિંહ, જટુભા, મહેન્દ્રસિંહ, રૂપસંગજીના મોટાબાપુ, સંગ્રામજી, જુવાનસિંહ, અર્જુનસિંહ, રાજેન્દ્રસિંહ, સૂર્યપાલસિંહના દાદા તા. 2-11-2025ના અવસાન પામ્યા છે. સાદડી ગામના ચોરે, મોટા રેહા ખાતે.

બળદિયા (તા. ભુજ) : હીરબાઈ લાલજી દેવજી જીવાણી (ઉ.વ. 90) તે લાલજી રવજી હીરાણી (ગેલડા)ના પુત્રી, કાનજી, કાન્તાબેન ધનજી કારા (દહીંસરા), કરશન, પૂરબાઈ કરશન વેકરિયા (મઠોવડ), ધનબાઈ જાદવજી ખેતાણીના માતા, વાલબાઈ કાનજી જીવાણી, કરશન હરજી વેકરિયા, ધનજી માવજી કારા, રાધાબેન જીવાણી, જાદવજી કલ્યાણ ખેતાણીના સાસુ, સવિતા, રમીલા, શીલા, સંગીતા, મહેશ, મનીષા, રીનાના દાદી, ઈલા (લંડન), અનિલ, દીપા, પ્રિયા, અજિત, વિશાલ, ખુશાલ અને ક્રિષ્નાના નાની તા. 3-11-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 5-11-2025ના બુધવારે સવારે 7.30થી 8.30 ઉપલોવાસ, સ્વામિનારાયણ મંદિરમાં ભાઈઓનું તથા બહેનોનું ઉપલોવાસ બહેનોના સ્વામિનારાયણ મંદિર, બળદિયા ખાતે.

બળદિયા (તા. ભુજ) : હરેશ ભાણજી રાસ્તે (ઉ.વ. 63) તે સ્વ. રમાબેન ભાણજી રાસ્તેના પુત્ર, મંજુલાબેનના પતિ, સ્વ. જયંતીલાલ, ચંદુલાલ, સ્વ. પ્રભુલાલ, સ્વ. મોહનભાઈ, વિનોદભાઈ, સ્વ. જયાબેન, સ્વ. સાવિત્રીબેન, ગં.સ્વ. રંજનબેનના ભાઈ, હિતેન, હેતલ હિરેન આચાર્ય (રાજકોટ), નિશા રમેશ (દીપ) બાપટ (આદિપુર)ના પિતા, તૃપ્તિ હિતેન રાસ્તેના સસરા, સ્વ. વિઠ્ઠલદાસ રેવાશંકર દેવધરના જમાઈ, સ્વ. જનકબાળા, ભૂપેન્દ્રભાઈ, અશ્વિનભાઈ, નરેન્દ્રભાઇના બનેવી, સ્વ. પ્રવીણ, ભૂપેન્દ્ર, શશિકાંત, હરસુખ, ગીતા, પંકજ, અંજના, નેહલ, રીના, બિના, મોક્ષ, જયના કાકા, દર્શિનિ, હર્ષિવના દાદા, જેનિલ, વૈભવિ, ધ્યાનિ, આધ્યાના નાના તા. 2-11-2025ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 5-11-2025ના બુધવારે સાંજે 4થી 5 આશાપુરા સોસાયટી, આશાપુરા સત્સંગ હોલ, બળદિયા ખાતે.

દેશલપર-વાંઢાય (તા. ભુજ) : હાલે બદલાપુર (મુંબઈ) પરસોત્તમભાઇ રૂડાણી (ઉ.વ. 80) તે સ્વ. નાનબાઈ લાલજી કરસન રૂડાણીના પુત્ર, લીલાબેનના પતિ, પરમાબેન વાલજી વીરજી વેલાણી (લુડવા)ના જમાઈ, મહેશ અને ભારતીના પિતા, સ્વ. પ્રભુલાલ, ગોરધનભાઈ (ભુજ), હરેશભાઈ (દેશલપર), સ્વ. દશરથભાઈ, પુષ્પાબેન, સ્વ. લક્ષ્મીબેન (આણંદસર-મંજલ), સ્વ. રુક્ષ્મણિબેન (મુંબઈ), સ્વ. દિવ્યાબેન (મુંબઈ)ના મોટા ભાઈ, વેલબાઈ (મુંબઈ), લીલાબેન (ભુજ), રેખાબેન (દેશલપર)ના જેઠ, અશ્વિન અને મંજુબેનના સસરા, હિમાની અને મીતના નાના, હર્ષદભાઈ (ભુજ), પરેશભાઈ (મુંબઈ), જયેશભાઈ (ભુજ), જતિનભાઈ (દેશલપર), યોગેશભાઈ (દેશલપર)ના મોટાબાપુ તા. 3-11-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 5-11-2025ના બુધવારે સવારે 8.30થી 11 લક્ષ્મીનારાયણ મંદિરના ઉપરના હોલમાં.

ગઢશીશા (તા. માંડવી) : જત ઇશાક અલીમામદ (ઉ.વ. 65) તે ફિરોઝ, ઇકબાલના પિતા, ઇબ્રાહિમ (પોલડિયા)ના ભાઇ, મ. જત હાસમ મમુ (મોટા લાયજા)ના જમાઈ, મ. સલીમ, મ. આધમના બનેવી, મોખા લતીફ, ઇસ્માઇલ, જુસબ અને રમઝાન (પોલડિયા)ના ભાણેજ, કોરેજા રઝાક (માંડવી), કાસમ (બારોઇ)ના સસરા, રશીદ, અશગરઅલી, હૈદરઅલીના દાદા, મોહમ્મદ કૈફના નાના તા. 3-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 6-11-2025ના ગુરુવારે સવારે 10થી 11 નિવાસસ્થાન ઘાસ ડેપા પાસે, મફતનગર, ગઢશીશા ખાતે.

વિરાણી નાની-ગઢ (તા. માંડવી) : હાલે તિલકનગર-ચેમ્બુર વિશ્રામ સામજી વાસાણી (ઉ.વ.  87) તે રતનબેનના પતિ, સ્વ. મરઘાબેન સામજી માવજી વાસાણીના પુત્ર, ગાવિંદ, રમેશ, અરાવિંદના પિતા, રસીલાબેન, વિમળાબેન, શીલાબેનના સસરા, વિરલ ,નીરલ, મિતેષ, મોહિત, નિધિ અને દેવાંશીના દાદા, સ્વ. વાલબાઈ ગંગદાસ હરજી સેંઘાણી (રાજપર)ના જમાઈ, માધવી, અનુક્ષા, મનીષા અને રીધમ રતિલાલ પારસિયાના દાદા સસરા, મિતાંશ અને હિયાનના પરદાદા, સ્વ. શિવદાસભાઈ, સ્વ. રતનબેન ભાણજી છાભૈયા (જામથડા), સ્વ. લાલજીભાઈ, સ્વ. ધનજીભાઈ, દામજીભાઈ, સ્વ. માધવજીભાઈ, સ્વ. લખમશીભાઈ અને ગં.સ્વ. પદ્માબેન કરસન રંગાણી (ગઢશીશા)ના ભાઈ તા. 2-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-11-2025ના મંગળવારે બપોરે 3.30થી 5 લક્ષ્મીનારાયણ સમાજવાડી, નાની વિરાણી (ગઢ) ખાતે. (દેહદાન કરેલ છે.)

મોટા આસંબિયા (તા. માંડવી) : પઠાણ બાયાબાઇ ઓસમાણ (ઉ.વ. 73) તે મ. પઠાણ ઓસમાણ રહેમાનના પત્ની, કરીમ રહેમાન, ઇસ્માઇલ રહેમાનના ભાભી, અકબર અને અસગરના માતા, શબ્બીર, ઇરફાન, શહેઝાદના દાદી, સુમરા ઇસ્માઇલ જુસબ, પઠાણ બશીર મામદ, પઠાણ કાસમ મામદના સાસુ તા. 3-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-11-2025ના બુધવારે સવારે 10થી 11 નિવાસસ્થાન ખાતે.

દેવપુર-ગઢ (તા. માંડવી) : હિરેન્દ્રાસિંહ રાઠોડ (ઉ.વ. 20) તે તેજમાલજી ગાવિંદજીના પુત્ર, કિશોરાસિંહ, જીતુભા જેમલજી રાઠોડ (ધુણઈ)ના કાકાઈ ભત્રીજા, જીતુભા લક્ષમણાસિંહ બાયડ (સોઢા) (માનકૂવા)ના ભાણેજ તા. 3-11-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 6-11-2025ના સવારે 9થી 12 નિવાસસ્થાન દેવપુર ખાતે.

જડોદર (તા. નખત્રાણા) : ધલ મંગલજી જીવરાજજી (ઉ.વ. 70) તે મીનાબાના પતિ, મહેશભા, ભરતસિંહ, દમયંતીબા (ભોજાય), દક્ષાબા (આસંબિયા)ના પિતા, સ્વ. રૂપસંગજી, લાલજીભા, પાંચુભા, હરિસિંહના ભાઇ, સોલંકી લીલાબા લધુભા (ગેલડા), દોટ પુરાંબા વાઘજી (જડોદર)ના ભાઇ, હિંમતભા, પરેશભા, દિલીપસિંહના દાદા, સ્વ. નારાણજી કાનજી પરમાર (બાલાચોડ)ના જમાઇ, સ્વ. રાઘવજી, સ્વ. વાલજી, સ્વ. શિવજીભા, શંભુભા (બાલાચોડ)ના બનેવી, લહેરીભા મીઠુભા સોલંકી (નલિયા)ના સાઢુભાઇ, અનિલભા, ગોપાલજી, મનસુખભા, ચંદુભાના કાકા તા. 3-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-11-2025ના બપોરે 2.30થી 5.30 નિવાસસ્થાન જડોદર ખાતે.

પેથાપર (તા. અબડાસા) : સોઢા તખતબા નગજી (ઉ.વ. 92) તે સ્વ. સોઢા રણછોડસિંહ, સ્વ. સવાઇસિંહ, નરસિંહ, ચતુરસિંહના માતા, શંકરસિંહ, ભૂરુભા, મહેન્દ્રસિંહ, મહિપાલસિંહ, મીતરાજસિંહ, રવુભા ગુલાબસિંહ, ભીખુભા નોંઘણજી, ઇન્દ્રસિંહ ખેતસિંહ, ચતુરસિંહ ખેતસિંહ, બલવંતસિંહ ખેતસિંહ, ભૂરુભા કુંપજી, કરશનજી ચિમજી, હિંમતસિંહ ચિમજી, કરશનજી ચેનસિંહ, શંકરસિંહ પીરદાનસિંહ, ભૂરુભા પીરદાનસિંહ, સવાઇસિંહ ચિમજી, ભમરસિંહ ચિમજી, શંકરસિંહ ચિમજી, મંગલસિંહ જુવારસિંહ, સવાઇસિંહ જુવારસિંહ, સુજાજી રાણજીના દાદી, રામદેવસિંહ શંકરસિંહ, પૃથ્વીરાજસિંહ ભૂરુભા, દશરથસિંહ ભૂરુભા, વીરદિત્યસિંહ મહિપાલસિંહ, સતુભા લક્ષ્મણસિંહ, સ્વ. શહીદ દીપસિંહ લક્ષ્મણસિંહ, જયપાલસિંહ પ્રતાપસિંહ, સતુભા પ્રતાપસિંહ, દિલુભા પ્રતાપસિંહ, નિરમલસિંહ સવાઇસિંહ, ભરતસિંહ સવાઇસિંહ, અરવિંદસિંહ સવાઇસિંહ, નરપતસિંહ સવાઇસિંહના પરદાદી તા. 2-11-2025ના અવસાન પામ્યા છે. સાદડી પેથાપર સમાજવાડીમાં. દશાવો તા. 11-11-2025ના મંગળવારે તેમજ બારસ-ઉત્તરક્રિયા તા. 13-11-2025ના ગુરુવારે.

ડુમરા (તા. અબડાસા) : સાકરબેન લક્ષ્મીચંદ દેવજી શાહનંદ (ઉ.વ. 92) તે લક્ષ્મીચંદ દેવજી શાહનંદ (એલ. ડી. શાહ)ના પત્ની, સુમનના માતા, દેવજી લખમશી શાહનંદના પુત્રવધૂ, કેશરબેન લાલજી જાદવજી ગોસર (વિઢ)ના પુત્રી તા. 3-11-2025ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 4-11-2025ના બપોરે 12 વાગ્યે નિવાસસ્થાન માટુંગાથી નીકળશે.

સાંગલી (મહારાષ્ટ્ર) : મૂળ સલાયાના ચંદ્રકાંત વલ્લભદાસ મોદી (ભાટે) (ઉ.વ. 82) તે નયનાબેનના પતિ, જગજીવનદાસ વલ્લભદાસ મોદી, સ્વ. લક્ષ્મીબેન પુરષોત્તમદાસ મજીઠિયા, સ્વ. સવિતાબેન લક્ષ્મીદાસ લાખાણી, સ્વ. પ્રમીલાબેન કાકુભાઈ પાબારીના ભાઈ, રાજેશ તથા રક્ષા કિરીટકુમાર વસાણીના પિતા, પદ્માબેનના દિયર, સ્વ. વલ્લભદાસ મૂળજી ભાયાણીના જમાઈ, બિનલના સસરા, હિતાક્ષીના દાદા, ચાર્મી પરીક્ષિતકુમાર સવજાણી તથા ચિરાગના નાના તા. 29-10-2025ના અવસાન પામ્યા છે. (તેમની ઇચ્છા મુજબ દેહદાન કરેલ છે.) (સર્વ લૌકિક વ્યવહાર         બંધ છે.) 

Panchang

dd