• મંગળવાર, 04 નવેમ્બર, 2025

અવસાન નોંધ

ભુજ : સકીનાબેન મુરતઝાભાઇ કાપડવાલા (ઉ.વ. 70) તે મુરતઝાભાઇ ફીદાઅલી કાપડાવાલાના પત્ની, શબ્બીર મુરતઝા કાપડવાલાના માતા, મુરતઝા, હોઝેફા, સકીના મોહમ્મદ લોખંડવાલાના કાકી, અમતુલ્લા, મોહમ્મદના કાકીસાસુ તા. 28-10-2025ના અવસાન પામ્યા છે. તા. 29-10-2025ના રાત્રે 8 કલાકે બીજિયા અને ત્રીજિયાના સિપારા બુરહાની મસ્જિદ, વ્હોરા કોલોની, મુંદરા રોડ, ભુજ ખાતે.

ભુજ : રાજગોર રાધેશ્યામ ઉગાણી (ઉ.વ. 65) તે મમીબેન મૂળજી શિવજી ઉગાણીના પુત્ર, જયશ્રીબેનના પતિ, તેજસના પિતા, હેન્સીના સસરા, યક્ષિતાના દાદા, ગં.સ્વ. લીલાવંતીબેન સુંદરજી મોતા, જશોદાબેન ચૂનીલાલ બોડા, સ્વ. હરિશંકર, દયાશંકર, સ્વ. હરજીવન, સ્વ. હસમુખના ભાઇ, ગં.સ્વ. ચંચળબેન, મુક્તાબેનના દિયર, ચંદ્રિકાબેન નવીનભાઇ જોશી, મનોજ, માધવીબેન અનિલભાઇ મોતા, જિજ્ઞેશના કાકા, સ્વ. કરસનજી, સ્વ. રણછોડજીના ભત્રીજા, સ્વ. શાંતિલાલ, પ્રફુલ્લ, નીતાબેન, લતાબેન, હિરેન, નીલેશના મામા, સ્વ. કાન્તાબેન ચંપકલાલ રાવલના જમાઇ, સ્વ. માલતીબેન ભરતભાઇ રાવલ, આશાબેન જિતેન્દ્રભાઇ રાવલ, ગં.સ્વ. દક્ષાબેન નીતિનભાઇ ભટ્ટના બનેવી, જિજ્ઞા યશ રાવલ, ખુશ્બૂ સાગર જોશી, દિવ્યના ફુઆ, કાવ્યના માસા, ગીતાબેન મનોજભાઇ ગણગણાત્રા (ખાવડા)ના વેવાઇ તા. 27-10-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 30-10-2025ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર હોલ, ભાનુશાલી નગર ખાતે.

ભુજ : ગં.સ્વ. કલાવંતીબેન કિરીટભાઇ શાહ (વાયડા) તે આશિષ (શીતલ મેટલ), જિજ્ઞા (મુંબઇ)ના માતા, ધીરેન (મુંબઇ)ના સાસુ, સ્વ. ધનસુખભાઇ (નવસારી), સ્વ. ગુલાબબેન, સ્વ. દેવકાબેન, સ્વ. પુષ્પાબેન, ગં.સ્વ. મંગળાબેન (મુંબઇ), સ્વ. હેમલતાબેનના ભાભી, ગં.સ્વ. ભાવનાબેન (નવસારી)ના જેઠાણી, પ્રણવ (કમ્બુનિયા), નીરવ (અમેરિકા)ના કાકી, ઐશ્વર્યા (મુંબઇ)ના નાની, ભાનુમતી ચંદ્રકાન્ત શાહ અને દિનેશના મોટા બહેન, કોકિલાના નણંદ તા. 27-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા ભાઇઓ તથા બહેનોની સાથે તા. 30-10- 2025ના ગુરુવારે સાંજે 4થી 5 બિલેશ્વર મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ માંડવીના કચ્છી દશા શ્રીમાળી જૈનવણિક જ્ઞાતિ ભોગીલાલભાઈ વેલજીભાઈ કોઠારી (ઉ.વ. 84) તે નિરુપમાબેનના પતિ, ભાવેશ, ધર્મેશના પિતા, મધુબેન, રિદ્ધિબેનના સસરા, યશ, કુશલ, ખ્વાહિશ, આરવના દાદા, સ્વ. પ્રાણલાલ વેલજી કોઠારી, સ્વ. મણિલાલ વેલજી કોઠારી, મહેન્દ્ર વેલજી કોઠારી, રજની વેલજી કોઠારી, હરેન્દ્ર વેલજી કોઠારી, સ્વ. સરસ્વતીબેન વ્રજલાલ મેહતા, સ્વ. નિર્મળાબેન ભોગીલાલ શાહના ભાઈ, સ્વ. છગનલાલ રવજી દેસાઈના જમાઈ, સ્વ. ભાગીરથીબેન, સ્વ. હીરાબેન, જયાબેન, ડોલરબેન, શાંતાબેન, નિર્મળાબેનના બનેવી તા. 28-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-10-2025ના ગુરુવારે સાંજે 4થી 5 વાગડ બે ચોવીસીની સમાજવાડી, પોલીસ ક્વાર્ટરની સામે, લીલાશાહ નગર ખાતે.

અંજાર : હર્ષલભાઇ (ઉ.વ. 39) તે સ્વ. ભાનુબેન સનાતનભાઇ બાંભણિયાના પુત્ર, સ્વ. રતનબેન મનજીભાઇના પૌત્ર, કાન્તાબેન ચંદ્રકાન્તના ભત્રીજા, કમલ, દિવ્યા, મયૂર, નેહા, નિખિલ, દીપેનના ભાઇ તા. 27-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-10-2025ના ગુરુવારે સાંજે 4થી 5 ખોડિયાર માતાજીના મંદિરની પાછળના ભાગમાં મેસુરાણી હોલ, બેંક ઓફ ઇન્ડિયાની બાજુમાં, અંજાર ખાતે.

અંજાર : મૂળ ખેડોઇના કુંભાર ઇશાક અલીમામદ (ઉર્ફે ઇશાભાઇ) (ઉ.વ. 71) તે કુંભાર ઇબ્રાહિમ, યાકુબના પિતા, ઇસ્માઇલના મોટા ભાઇ, હુશેનના કાકા તા. 28-10-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 30-10-2025ના ગુરુવારે સવારે 9.30થી 10.30 નિવાસસ્થાને ખારી વિસ્તાર, અંજાર ખાતે.

નખત્રાણા : મૂળ ખાંભલાના રબારી ભાવેશ કલાભાઈ (ઉ.વ. 24) તે રાણીબેન કલા જલાના પુત્ર, વેલા જલા, મંગલ જલાના ભત્રીજા, સીતાબેન સોમા (વ્યાર), કમુબેન ડાયાભાઇ (સામત્રા), હંસાબેન કલા, વલુબેન, સીતાબેન, વજીબેન, નામાબેન, મોંઘીબેનના ભાઈ, સીયા, ખુશી, માહિર, શ્રીના મામા, શ્યામ, કિશાન, લાછુના કાકા, કલા વેરશી, હરખુબેન કલા, માલા જલા, પાલીબેન માલા, મેઘા જલા, પાલીબેન મેઘાના ભત્રીજા, વંકાભાઈ, ભીમાભાઇ, શકુંભાઈ, આશુભાઇ, વેજાભાઇ, ભીખાભાઇના કાકાઈ ભાઈ તા. 27-10-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન નવાનગર, રબારી વાસ, નખત્રાણા ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ લાખાપર (તા. મુંદરા)ના ત્રિભુવનભાઈ નારણભાઈ (ઉ.વ. 78) તે પ્રેમીલાબેનના પતિ, ગં.સ્વ. લતાબેન શૈલેષભાઈ ગુંદેચા, નીતેશભાઇ, રાજેશભાઈના પિતા, તપસ્વીબેન નીતેશભાઇ દુધૈયાના સસરા, કનૈયાલાલ  તથા ભારતીબેનના મોટા ભાઈ, ધ્રુવીન અને દીપેશના મોટાબાપા, કલાવંતીબેન કનૈયાલાલ દુધૈયાના જેઠ, દેવચંદભાઈ દાહિંસરિયા (રાજકોટ)ના જમાઈ, જીતુભાઈ, મુકેશભાઈ, નીતિનભાઈ, ભરતભાઈના બનેવી, કિંજલ અને મયંકના દાદા, હીર અને ધૈર્યના મોટા દાદા, કરન અને મીતના નાના તા. 28-10-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 30-10-2025ના ગુરુવારે સાંજે 4થી 5 ગાયત્રી મંદિરની બાજુમાં, સોરઠિયા સમાજવાડી, માધાપર ખાતે.

સુખપર (તા. મુંદરા) : દાઉદ અભુભાઇ જુણેજા તે સલીમ અભુભાઇના ભાઇ, કાસમ સાલેમામદ જુણેજા, સલીમ સાલેમામદના કાકાઇ ભાઇ તા. 27-10-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 30-10-2025ના ગુરુવારે સવારે 10થી 11 સુખપર જમાતખાના, સુખપરવાસ, મુંદરા ખાતે.

બાગ (તા. માંડવી) : ગં.સ્વ. લીલાવંતીબેન મંગલદાસ નાકર (ઉ.વ. 82) તે જશુબેન ગોવિંદજીના પુત્રવધૂ, સ્વ. મીઠાબાઇ દેવજી હીરજી મોતાના પુત્રી, સ્વ. વ્રજલાલ, મીઠુભાઇ, નવીનભાઇ, મનોજભાઇ, દમયંતીબેન, જયશ્રીબેનના માતા, વિમળાબેન, સ્વ. ભાવનાબેન, ખરાશંકર, કાંતિલાલના સાસુ, સ્વ. બચુભાઇ, સ્વ. મંગલદાસ, નારાણજી (આસુવાડી), ગં.સ્વ. સાકરબેન હીરજી નાકર (લુણી), ગં.સ્વ. પાર્વતીબેન અરવિંદ નાગુ (બાગ)ના બહેન, જિતેન, અંકિત, અનિતા, પૂજા, નીકિતા, દિશા, ચાંદનીના દાદી, હર્ષાબેનના દાદીસાસુ, વંશ, શિવાંશના પરદાદી, પ્રાગજીભાઇ ગોવિંદજીના નાના ભાઇના પત્ની, કમળાબેનના દેરાણી, દયારામ, મંજુલાબેન, મણિબેન શંકરજી મોતા, લક્ષ્મીબેન હરિરામ મોતા, વેલબાઇ વલ્લભજી મોતા, જવેરબાઇ ગૌરીશંકર મોતા, નાનબાઇ રવિલાલ મોતા, ભારતીબેન ભગવાનજી નાગુના ભાભી, અનિલ, દિલીપ, સંદીપના કાકી તા. 28-10-2025ના અવસાન પામ્યા છે. માવતર પક્ષ અને સાસરા પક્ષની પ્રાર્થનાસભા તા. 30-10-2025ના ગુરુવારે બપોરે 3થી 5 બાગ રાજગોર સમાજવાડી, બાગ ખાતે.

નાના અંગિયા (તા. નખત્રાણા) : રબારી ભીખાભાઈ જીવાભાઈ (ઉ.વ. 24) તે નામાબેન તથા જીવાભાઈ વેલાભાઈના પુત્ર, સ્વ. લખમાબેન વેલાભાઈના પૌત્ર, સ્વ. રામા વેલા, વંકા વેલા, મમુ વેલા, મોંઘીબેન રાણા ઉખેડા, પાલીબેન મેઘાભાઈ ખાંભલાના ભત્રીજા, નવીન, રાહુલ તથા કાનાભાઈ, દેવીબેનના ભાઈ, હરખુબેન બુધાભાઈ (ભુજોડી)ના દોહિત્ર, વેરશી બુધા, જેસા બુધાના ભાણેજ તા. 27-10-2025ના અવસાન પામ્યા છે. આગરી તા. 6-11-2025 તથા ઘડાઢોળ તા. 7-11-2025ના નાના અંગિયા રબારી વાસ ખાતે.

નલિયા (તા. અબડાસા) : ભા. પરસોત્તમ માવજી ખીંયશી મંગે (બિટ્ટા) (ઉ.વ. 68) તે લીલાવતીબેનના પતિ, મયૂર, ભરતના પિતા, સ્વ. પેરાજ ખજૂરિયા ચાંદ્રા, સ્વ. લક્ષ્મીદાસ ખજૂરિયા ચાંદ્રા (નલિયા), વેલજી કોરજી ચાંદ્રાના જમાઈ, સ્વ. પરસોત્તમ, નારાણજી પેરાજ ચાંદ્રા, ખેતશીં લક્ષ્મીદાસ ચાંદ્રા, અશોક નરશીભાઈ ચાંદ્રા (ગાંધીધામ)ના બનેવી, સ્વ. શંકરલાલ મૂરજીભાઈ કટારમલ (બિટ્ટા)ના દોહિત્ર તા. 27-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-10-2025ના બુધવારે સાંજે 4થી 5 ભાનુશાલી મહાજનવાડી, નલિયા ખાતે.

નવાવાસ (તા. અબડાસા) : કોલી રાજેશ ઇમરાન (ઉ.વ. 18) તે કોલી ઇમરાન વેલાના પુત્ર, મોહન કોલીના ભત્રીજા, કાંતિભાઇ, કમળાબેનના ભાઇ તા. 28-10-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન, નવાવાસ ખાતે. 

Panchang

dd