• મંગળવાર, 04 નવેમ્બર, 2025

અવસાન નોંધ

ભુજ : ગં. સ્વ. ઉર્મિલાબેન (ઉ.વ. 93) તે સ્વ. ડો. દિલીપભાઇ ધોળકિયાના પત્ની, સ્વ. ઉજમબેન મોહનલાલ ધોળકિયા (કામદાર)ના પુત્રવધૂ, સ્વ. સવિતાબેન દયાશંકર અંતાણીના પુત્રી, સ્વ. મતિલાલભાઇ, સ્વ. ડો. બકુલા જયભાઇ બૂચના બહેન, રોહિણી બુદ્ધભટ્ટી, મનોજ, દક્ષા પાત્રા, ડો. કમલ, પંક્તિ પાઠકના માતા, અરૂણા, નિકેતા, કીર્તિભાઇ બુદ્ધભટ્ટી, ડો. અંજનકુમાર પાત્રા, કીર્તિભાઇ પાઠકના સાસુ, ડો. મિરાત, ડો. અક્ષત, ડો. વિશ્વા, ડો. સારિકાના દાદી, મિતુલ, ધીમાન, સૂચિ, નીલ, ડો. મુદ્રા, પૂર્વા, અમૃતા, જતિન, ડો. હુશેદરના નાની, અગસ્ત્યના પરદાદી, વિઆન, મિશય, ફ્રવશના પરનાની તા. 1-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-11-2025ના સાંજે 5થી 6 બી.એ.પી.એસ. ભાનુશાલી નગરના હોલમાં.

ભુજ/વિથોણ : શેઠ વીરેન્દ્ર કરસનજી (ઉ.વ. 63) તે સ્વ. કમળાબેન કરસનજી શેઠના પુત્ર, તારાબેનના પતિ, કુલદીપ, કરણ, આરતી, પ્રિન્સીના પિતા, ગૌતમ, મૌલિક, વૈભવીના સસરા, સ્વ. મહેતા ભવાનજી હીરાચંદ (માનકૂવા)ના જમાઇ, સ્વ. જિતેન્દ્ર, ચેતનાબેન મહેશ શાહ, સુશીલાબેન મહેશ મહેતા, રીટાબેન દીપક શાહના ભાઇ, નીતાબેનના દિયર, રવિ શેઠ, મૌસમી પાર્થ શાહ, કોમલ તેજસ ગાંધીના કાકા, મહેશ ભવાનજી મહેતાના બનેવી, ધીરજલાલ કલ્યાણજી શાહના ભાણેજ, ભરત શેઠ (એડવોકેટ), અરવિંદ, સ્વ. કિરણ, દમયંતીબેન, સ્વ. આશાબેન, છાયા, વર્ષાના કાકાઇ ભાઇ, આરવ, મીતાર્થ, મન, પ્રિહાન, નિવાનના નાના, વીકી, જેનિશના ફુઆ તા. 2-11-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 3-11-2025ના બપોરે 3થી 4 પ્રેમિલાબેન પ્રેમચંદ સંઘવી વિવિધલક્ષી સંકુલ, માકપટ સમાજવાડી, ભાદરકા હોસ્પિટલ પાછળ, ભુજ ખાતે. (ચક્ષુદાન કરેલ છે.)

ભુજ : મૂળ મેરાઉના ખીમઈબેન કરસનભાઈ ખાખલા (ઉ.વ. 93) તા. 31-10-2025ના અવસાન પામ્યા છે. અંતિમક્રિયા મુંદરા ખાતે પૂર્ણ થઇ છે. પ્રાર્થનાસભા તા. 4-11-2025ના મંગળવારે બપોરે 3.30થી 5.30 રાવલવાડી મહેશ્વરી સમાજની સમાજવાડી, જૂની રાવલવાડી ખાતે.

માંડવી : વર્યા અબુબકર અબ્દુલ્લાહ (ઉ.વ. 86) તે સિકંદર (ધુલ્લો), સોહેલના પિતા, જુસબ અબ્દુલ્લાહ, અલીભાઈ, મુસ્તાકભાઈના ભાઈ, ફરહાન, જાવેદ અને મોહસીનના મોટાબાપા, ફકીરમોહમ્મદ, આમદ, દાઉદ, આદમ (દરશડી)ના બનેવી, રોશનઅલી, હુશેન, અનવર, ફિરોઝખાન (માસ્તર)ના સસરા, હૈદરઅલી, સમીરઅલી, મોહમ્મદશફીના દાદા તા. 1-11-2025ના અવસાન પામ્યા છે. ઈશાલ એ સવાબ તા. 4-11-2025ના મંગળવારે સવારે 10થી 11 બહેનો માટે કુર્આન ખ્વાની તેમજ વાયેઝ-જિયારત ભાઈઓ અને બહેનો માટે 11થી 12 ખત્રી જમાતખાના, મચ્છીપીઠ, માંડવી ખાતે.

રાપર : : મૂળ ઘાણીથર (તા. રાપર)ના જયપાલસિંહ (ઉ.વ. 32) તે સ્વ. અનિરુદ્ધસિંહ વેલુભા જાડેજા (પૂર્વ નગરપાલિકા-રાપર)ના પુત્ર, પ્રતિપાલસિંહના નાના ભાઇ, સ્વ. ભગવતસિંહ, દિલીપસિંહ, કનુભા, રાજુભાના ભત્રીજા, મહાવીરસિંહ, ચંદ્રસિંહ, સ્વ. રામદેવસિંહ, ધ્રુવરાજસિંહના કાકાઇ ભાઇ, ભરતસિંહ, નરેન્દ્રસિંહ (પંચાસર-મોરબી)ના ભાણેજ તા. 1-11-2025ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા તા. 3-11-2025ના સોમવારે તથા ઉત્તરક્રિયા તા. 7-11-2025ના શુક્રવારે નિવાસસ્થાન અલજી બાપુવાસ, રાપર ખાતે.

મિરજાપર (તા. ભુજ) : મનજી સામજી પિંડોરિયા (ઉ.વ. 67) તે સ્વ. સામજી દેવરાજ પિંડોરિયા અને સ્વ. ધનબાઈના પુત્રપુરબાઈના પતિ, સ્વ. ધનજી પ્રેમજી ગોંડરિયા અને સ્વ. કેસરબાઈના જમાઈ, નારણ, પરેશ, રમેશ, દીપક, રાજેશના પિતા, શાંતાબેન નારણ, શાંતાબેન પરેશ, કોમલ રમેશ, કીર્તિ દીપક, જાગૃતિ રાજેશના સસરા, લક્ષ્મણ સામજી અને વાલજી સામજીના મોટાભાઈ તા. 1-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-11-2025ના સોમવારે સવારે 7.30થી 8.30 ભાઈઓની સ્વામિનારાયણ મંદિર, મિરજાપર ખાતે અને બહેનોની નિવાસસ્થાને.

કોડાય (તા. માંડવી) : નવીનભાઈ કરમશીંભાઈ જોષી (ઉ.વ. 53) તે ગં.સ્વ કાન્તાબેન કરમશીં જોષીના પુત્ર, ગીતાબેનના પતિ, શુભમ, મિથિલાના પિતા, કિશોરભાઈ તથા હરેશભાઈના ભાઇ, લીલાવંતીબેન, હિનાબેનના દિયર તા. 1-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા/ બેસણું તા. 4-11-2025ના મંગળવારે સવારે 9થી 5 તેમજ ઉત્તરક્રિયા તા. 13-11-2025ના ગુરુવારે બેન્ક ઓફ બરોડાની બાજુમાં, ધૂળિયાવાડી, કોડાય ખાતે.

અજાપર (તા. માંડવી) : ચન્દ્રસિંહ (ઉ.વ. 43) તે ભાવસંગજી લાખ્યારજીના પુત્ર, જાડેજા જાલભા, કેશરજી, દોલુભા, ભીખુભા, કરણજીના ભત્રીજા, રાજેન્દ્રસિંહના પિતા, મુરુભા, ભીખુભા, ખેંગુભાના કાકાઇ ભાઇ, વાઘેલા વિક્રમસિંહ હીરાજી (મોટી ચંદુર)ના જમાઇ, રાજેન્દ્રસિંહ (કાનમેર), રાજેન્દ્રસિંહ (ઝુરા કેમ્પ)ના સાળા તા. 2-11-2025ના અવસાન પામ્યા છે. સાદડી રાજપૂત સમાજવાડી, અજાપર ખાતે.

વિથોણ (તા. નખત્રાણા) : હાલે જલગાંવ (મહારાષ્ટ્ર) ગોપાલભાઈ (ગૌતમભાઈ) માવજી માનાણી (ઉ.વ. 71) તે સ્વ. માવજી રૈયા માનાણીના પુત્ર, મંજુલાબેનના પતિ, વેણીલાલભાઈ, હરિલાલભાઈના મોટા ભાઈ, વિજયભાઈના પિતા, મેહુલભાઈ, ચિંતનભાઈના મોટાબાપા તા. 1-11-2025ના જલગાંવ (મહારાષ્ટ્ર) ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-11-2025ના મંગળવારે સવારે 8થી 10 લક્ષ્મીનારાયણ મંદિર, વિથોણ ખાતે. 

Panchang

dd