ભુજ : મૂળ માંડવીના યશવંતીબેન વિનોદચંદ્ર શિવલાલ શાહ (નિવૃત્ત
શિક્ષિકા, જૈન નૂતન શાળા-માંડવી) (ઉ.વ. 82) તે સ્વ. વિનોદચંદ્ર શિવલાલ
ખેંગાર શાહ (પૂર્વ ચીફ ઓફિસર-ભુજ નગરપાલિકા)ના પત્ની, ધવન અને કૃતિના માતા, ફાલ્ગુની (લિટલ વન્ડર સ્કૂલ-ભુજ), ગૌરવ પંકજ શાહ (મુંબઇ)ના
સાસુ, સ્વ. છગનભાઇ (મુંબઇ), સ્વ. વસંતભાઇ
(ભુજ), સ્વ. કીર્તિભાઇ (એસબીઆઇ), સ્વ. સવિતાબેન
(તંત્રી-જાગૃત કદમ)ના ભાભી, સ્વ. મંગળાબેન, સ્વ. શેનુબેનના દેરાણી, વનિતાબેનના જેઠાણી, વિપુલ, સ્વ. સંજય, કેતન,
ચિરાગ (ટાઇમ સ્કવેર પ્રોપર્ટીઝ-ભુજ), હિના,
કરિશ્માના કાકી, શૈલ, પૃથ્વીના
દાદી, દિવ્યમના નાની, જિતેન્દ્ર,
ગં.સ્વ. ભાવના, કિરણ, અનિતા,
મિત્તલ, કૌશલના કાકીજી, સ્વ.
સરસ્વતીબેન ઝવેરીલાલ વીરચંદ શાહ (એડનવાળા)ના પુત્રી, સ્વ. વ્રજલાલ,
સ્વ. ઉષા, રમેશ, ઉર્મિ,
સુલોચના, સુમનના બહેન, ચંદ્રકાન્ત,
હેમેન, સ્વ. નીતિનના સાળી, મધુબેનના નણંદ તા. 14-2-2025ના અવસાન પામ્યા છે. ગુણાનુવાદ સભા તા. 15-2-2025ના શનિવારે સાંજે 4.30થી 5.30 કતિરા પાર્ટી પ્લોટ, વી.ડી. હાઇસ્કૂલની બાજુમાં, નવી લોહાણા મહાજનવાડી પાછળ, ભુજ ખાતે.
ભુજ : મૂળ નેત્રાના લુહાર હાજિયાણી ખતુબાઇ હાજી મામદ (ઉ.વ. 86) તે મ. હાજી મામદ અલાનાના પત્ની, લુહાર સુલેમાન હાજીમામદ (નખત્રાણા),
લુહાર રમજાન હાજીમામદ (નેત્રા) (ભુજ શહેર લુહાર સમાજ પ્રમુખ),
લુહાર કાસમ હાજીમામદના માતા તા. 14-2-2025ના અવસાન પામ્યા છે. જિયારત
તા. 16-2-2025ના રવિવારે સવારે 10.30થી 11.30 મુસ્કાન નગર, ફરીદ મેમની મસ્જિદમાં તથા બહેનો માટે નિવાસસ્થાન
નૂરાની ચોક, મુસ્તફા નગર ખાતે.
ભુજ : દમયંતીબેન (મંજુલાબેન) ભટ્ટ (ઓંધિયા) (ઉ.વ. 85) તે સ્વ. પરસોત્તમભાઈના પત્ની, પ્રદીપભાઈ ભટ્ટ (પી.જી.વી.સી.એલ.), રાજેશભાઈ, દક્ષાબેન, સરોજબેનના
માતા, ગીતાબેન, નીતાબેન, સ્વ. શશિકાંતભાઈ, ઘનશ્યામભાઈના સાસુ, રિદ્ધિ, ભવ્ય, તન્વી, રુદ્રના દાદી, દીપકભાઈ, નીતિનભાઈ, તરૂલતાબેન (કકુ), નીતાબેન (બબુ)ના કાકી, સ્વ. રેવાશંકર હરિલાલ ભટ્ટના પુત્રી, સ્વ. દયાબેન,
સ્વ. જયાબેન, ચંપાબેન, સ્વ.
ચંદુભાઈ, મહેન્દ્રભાઈના બહેન તા. 13-2-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 15-2-2025ના
શનિવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, ભુજ ખાતે.
ભુજ : મૂળ બરાયા (તા. મુંદરા)ના દયાલગર પવનગર (ઉ.વ. 70) તે સ્વ. શાંતાબેન પવનગર માનગરના
પુત્ર, સ્વ. કલ્યાણગર માનગર, સ્વ. માધવગર માનગર, સ્વ. માયાગર માનગરના ભત્રીજા,
સ્વ. રંજનબેન કેશવગિરિ (ગાંધીધામ)ના નાના ભાઈ, નવીનગર પવનગર, ધનવંતીબેન જગદીશગિરિ (ઘડુલી), નીતાબેન વેલગર (હાજાપર)ના મોટા ભાઈ, સ્વ. શંભુગિરિ રદગિરિ
(મીઠીરોહર), સ્વ. જીવણગિરિ રદગિરિ (મીઠીરોહર), સ્વ. વાલીબેન મંગલગિરિ (સાપેડા), સ્વ. બચુબેન રણછોડગિરિ
(ખેડોઈ હાલે મીઠીરોહર), મણિબેન નારણગિરિ (વરલી હાલે ભુજ)ના ભાણેજ,
સ્વ. ચંચલગર માધવગર, પ્રેમગર માધવગરના પિતરાઈ ભાઈ,
રતનગિરિ કલ્યાણગિરિ, જયંતીગિરિ માયાગિરિ,
ગાવિંદગિરિ માયાગિરિ, મોહનગિરિ માયાગિરિના કાકાઈ
ભાઈ, રસીલાબેન, મીનાબેન, શોભનાબેન, પંકજગર, ડિમ્પલબેન,
ભાવેશગર, અશોકગર, જયેશગર,
મીનાબેન, અજયગરના મામા તા. 13-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 17-2-2025ના સોમવારે સાંજે 4થી 5 ભુજ દશનામ ગોસ્વામી સમાજવાડી,
ભુજ ખાતે.
ભુજ : મૂળ આસંબિયાના લોહાર ઉમર મીઠુ (બાબુ પટેલ) (ઉ.વ. 65) તે લુહાર રઝાકના પિતા, બાબુ (ગઢશીશા)ના બનેવી, લોહાર ઈકબાલ હુશૈન જામ, રમજાન ઓસમાણ (આમારા)ના સસરા તા.
14-2-2025ના અવસાન પામ્યા છે. વાયઝ-જિયારત
તા. 16-2-2025ના રવિવારે સવારે 9થી 10 કુંભાર જમાતખાના, ભીડનાકા બહાર, દાદુપીર રોડ, ભુજ
ખાતે.
ગાંધીધામ : મૂળ મુરૂ (તા. નખત્રાણા)ના નર્મદાબેન દયારામ અનમ
(ઉ.વ. 70) તે સ્વ. દયારામ ચત્રભુજના પત્ની, સ્વ. પુરબાઇ ચત્રભુજના પુત્રવધૂ, સ્વ. મંગલદાસ ધારશી તન્ના (રવાપર, તા. નખત્રાણા હાલે
મુંબઇ)ના પુત્રી, સ્વ. સુરેશભાઇ, સ્વ. લહેરીભાઇ,
ગં.સ્વ. વિરુબાળા કેશવજી ધીરવાણી, જવેરબેન સુરેશભાઇ
ધેરાઇ (મુંબઇ)ના ભાભી, ગં.સ્વ. ગોદાવરીબેન, ગં.સ્વ. મનીષાબેનના જેઠાણી, સ્વ. કેશવજી આણંદજી (હાલ
મુંબઇ)ના ભત્રીજાવહુ, નીતિન, ભાવેશ,
પ્રીતિના માતા, રેખાબેન, સોનલ, મનીષના સાસુ, વિલાસ,
યોગેશના મોટામા, માધવજીભાઇ (રવાપર હાલે મુંબઇ),
વિમળાબેન (સુરત), વિજયાબેન (ભુજ), પુષ્પાબેન (અમદાવાદ), સ્વ. વસંતાબેન (ભચાઉ), કલ્પનાબેન (વિરાણી મોટી)ના બહેન તા. 14-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 16-2-2025ના સાંજે 4થી 5 લોહાણા નૂતન વાડી, ભારતનગર, ગાંધીધામ ખાતે.
ગાંધીધામ : મૂળ મંજલ (તરા)ના કુવરબેન નાગશીભાઈ માતંગ (લાલણ)
(ઉ.વ. 48) વીરજી હધુ માતંગ, પુરબાઈના પુત્રવધૂ, નાગશી
વીરજી માતંગના પત્ની, જયેશ, અમનના માતા,
વેલજી વીરજી માતંગના નાના ભાઈના પત્ની, ગાગબાઈના
દેરાણી, ગાગબાઈ આસપાર કટુવા, ધનબાઈ ગાંગજી
પિંગલસુરના ભાભી, અશોક, રાકેશ, નિશા જિતેશ પિંગલસુરના કાકી, નિતાબેનના સાસુ,
મિલન, જિયાનના દાદી, જેઠાબાઈ
કરશન જુમા ધુવા (નિરોણા)ના પુત્રી, દિવુબેન હેમરાજ માતંગના બહેન,
જગદીશ, ગીતા, ભાવના,
પ્રેમ, હેતલ, ક્રિષ્નાના
માસી તા. 12-2-2025ના
અવસાન પામ્યા છે. ગણેશનગર, મકાન નં. 259, ગાંધીધામ.
મુંદરા : ગાધ આમદ હાસમ (ઉ.વ. 72) તે મ. યુસુફ ગાધ (રિટાયાર્ડ
નાયબ મામલતદાર), મ. મુસા ગાધ (રિટાયર્ડ
શિક્ષક)ના નાના ભાઈ, મુસ્તાક, રફીક,
ઇમરાનના પિતા, બારોયા અલીમામદ (રિટા. એસ.ટી.),
બારોયા ગની (પાનવાળા)ના મામા તા. 13-2-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 16-2-2025ના રવિવારે સવારે 10થી 11 કાંઠાવાળા નાકા, જમાતખાના, મુંદરા ખાતે.
રાપર : મૂળ લોદ્રાણીના ઠક્કર ખેતશીભાઈ રાજદે (ઉ.વ. 66) તે સ્વ. કાશીબેન તથા સ્વ. લવજીભાઈ
ગોપાલજીભાઈ રાજદેના પુત્ર, ચંદનબેનના
પતિ, પ્રભુલાલ, નાનાલાલ, પ્રદીપભાઈના ભાઈ, વનીતાબેનના દિયર, પુષ્પાબેન તથા સુશીલાબેનના જેઠ, બિપીન, ઇલાબેન વિનોદકુમાર પોપટ, દક્ષાબેન કુલદીપકુમાર રામાણી,
સ્વ. દિલીપના પિતા, નરશીભાઈ હરખચંદભાઈ જોબનપુત્રા
(શિકારપુર)ના જમાઈ, દિનેશભાઈ જોબનપુત્રાના બનેવી, વિનોદકુમાર કિશોરભાઈ પોપટ (ભચાઉ), કુલદીપકુમાર કાંતિલાલ
રામાણી (ભુજ)ના સસરા, સ્વ. રવજીભાઈ ગોપાલજી રાજદે, સ્વ. શામજીભાઈ પોપટલાલ રાજદે, સ્વ. મણિબેન લક્ષ્મીચંદ
ઘટ્ટા, સ્વ. સાકરબેન અમીચંદ ઘટ્ટા (રામવાવ), સ્વ. દિવાળીબેન કેશુરામ પૂજારા (મોડા)ના ભત્રીજા, છગનલાલ
વલમજીભાઈ માણેકના દોહિત્ર, શંકરલાલ માણેક (ભુજ)ના ભાણેજ,
ઉદય, પુષ્પેન્દ્ર, નક્ષ,
પ્રિશાના નાના, કોકિલાબેન મુકેશકુમાર મીરાણી (ભુજ),
ઇલાબેન વિજયકુમાર સોમેશ્વર (રાજકોટ), કલ્પેશ,
મુકેશ, કલ્પના, રોહિત,
જિગર, દિવ્ય, નિધિ,
તેજસ, યુગના કાકા તા. 13-2-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 16-2-2025ના
રવિવારે સાંજે 4થી 5 દરિયાસ્થાન મંદિર, રાપર ખાતે.
ઝુરા-કેમ્પ (તા. ભુજ) : સોઢા મેગાંબા દાદુજી (ઉ.વ. 95) તે સ્વ. દાદુજી પ્રાગજીના પત્ની, સ્વ. રાણાજીના ભાભી, સ્વ.
ભુરજી, સ્વ. સુરતાજી, હાકમજીના માતા,
અનિરુદ્ધસિંહ, ભૂપતસિંહ, પ્રતાપસિંહ, મહિપતસિંહ, જુવાનસિંહના
દાદી, સુરસિંહ, ભૂપતસિંહ, સવાઇસિંહના મોટામા, શક્તિસિંહ, ક્રિપાલસિંહ, જયપાલસિંહના પરદાદી, સ્વ. જાડેજા ખીરાજી મોમાયાજી (તલીવાડી-ઝુરા)ના પુત્રી તા. 12-2-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા
તા. 21-2-2025ના શુક્રવારે રાત્રે આગરી અને
તા. 22-2-2025ના શનિવારે સવારે ઘડાઢોળ નિવાસસ્થાન
ઝુરા-કેમ્પ ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ મોટા રેહાના ક.ગુ.ક્ષ. મિત્રી વૃજલાલ
નરસિંહ ચૌહાણ (નિવૃત્ત એસ.ટી. કન્ડક્ટર) (ઉ.વ. 74) તે સ્વ. નરસિંહ ભાણજી અને અમૃતબેનના પુત્ર, સુહાસિનીબેન (નિવૃત્ત મેટ્રન જી.કે. હોસ્પિટલ)ના
પતિ, તુષારભાઇ (આશાપુરા પરફો ક્લે), ચિરાગ
(શ્રીરામ એન્જિ.), કેના વિલસન પરમાર (અમદાવાદ)ના પિતા,
સ્વ. મોરારભાઇ, સ્વ. રમેશભાઇ, દીપકભાઇ (પાણી પુરવઠા-ક.ગુ.ક્ષ. સમાજ માધાપર ઘટકના મંત્રી), માયાબેન મનસુખભાઇ રાઠોડ (અંજાર), રેણુકાબેન હિંમતરામ
રાઠોડ (અંજાર), તારાબેન નિરંજન ચૌહાણ (માધાપર), પુનિતાબેન દિનેશચંદ્ર રાઠોડ (બ્યાવર)ના મોટા ભાઇ, સ્વ.
મૃદુલાબેનના દિયર, વનિતાબેન, નયનાબેનના
જેઠ, સેમ્યુઅલ ફ્રેન્ક (વડોદરા)ના જમાઇ, મીનાબેન અરૂણકુમાર હેરી (ગાંધીનગર)ના બનેવી, વાસુદેવ
હીરજીભાઇ વાઢેર (અંજાર), કેશવજીભાઇ ખીમજી હંસોરા (માધાપર)ના વેવાઇ,
ઝિલ, ટીશા, ધ્રુવ,
માન્યાના દાદા, કેનીત સેલેયના નાના, અલ્કાબેન, ભારતીબેનના સસરા, રાજેશભાઇ,
દર્શનાબેન, અરવિંદ, ભાવિક,
હિના, દેવાંશી, હર્ષિલ મોટાબાપા
તા. 14-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 17-2-2025ના સોમવારે સાંજે 5થી 6 બારલા મંદિર પાર્ટી પ્લોટ,
પોલીસ સ્ટેશનની બાજુમાં, જૂનાવાસ, માધાપર ખાતે.
સામત્રા (તા. ભુજ) : વેલબાઇ કાનજી હરજી આસાણી (ઉ.વ. 82) તે કાનજી હરજીના પત્ની, મુકેશભાઇ, મનોજભાઇ,
લતાબેનના માતા, વિજયાબેન, જયાબેન, પ્રેમજી જીણા (માધાપર)ના સાસુ, ભાવિશા, મનીષા, જિનેશ, જયના, જિતેશના દાદી, સચિન,
બિંદાના નાની તા. 14-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-2-2025ના સવારે 7.30થી 8.30 ભાઇઓ-બહેનોની સ્વામિનારાયણ
મંદિર, સામત્રા ખાતે.
કોજાચોરા (તા. માંડવી) : જાડેજા અજિતાસિંહ જીતુભા (ઉ.વ. 74) તે ધીરજબા (ધોલેરા), સ્વ. ભરતાસિંહ જાડેજા (મમાયમોરા)ના મોટા ભાઈ,
રાજેન્દ્રાસિંહ જાડેજા (પૂર્વ ચેરમેન જિલ્લા પંચાયત કચ્છ-પ્રણય રોડલાઇન્સ),
ભગીરથાસિંહ જાડેજાના પિતા, આશાદીપાસિંહ જાડેજાના
મોટાબાપુ, પ્રણયરાજાસિંહ, હર્ષદીપાસિંહ
, જયદિત્યાસિંહના દાદા તા. 14-2-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન કોજાચોરા ખાતે અને ઉતરક્રિયા
તા. 25-2-2025ના મંગળવારે.
નાની ખાખર (તા. માંડવી) : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ બાબાલાલ
(મારાજ) (ઉ.વ. 67) તે સ્વ. ભાઈશંકર રાવલના પુત્ર, તારાબેનના પતિ, મીરાં
તથા માધવના પિતા, ડાહ્યાલાલ તપોધનના જમાઈ, સ્વ. પ્રભાબેન બળદેવપ્રસાદ પંડયા, સ્વ. નર્મદાબેન ડાહ્યાલાલ
પંડયા, સ્વ. કસ્તૂરબેન પરસોત્તમદાસ પંડયા, સ્વ. બેનાબેન લાભશંકર દવે, સ્વ. શાંતાબેન ભૂપતરાય દવે,
દમયંતીબેન મહેશભાઈ ભટ્ટ, સ્વ. ભૂપેન્દ્રભાઈ બી.
રાવલના ભાઈ તા. 13-2-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-2-2025ના સાંજે 4થી 5 રાધાકૃષ્ણ મંદિર, નાની ખાખર (તા. માંડવી) ખાતે.
જખણિયા (તા. માંડવી) : કેસરબાઈ તમાચી સંગાર (ઉ.વ. 92) તે સ્વ. તમાચી ઓભાયા સંગારના
પત્ની, સ્વ.
સંગાર રવા માલાના પુત્રી, કાનબાઈ, લક્ષ્મીબેન,
રમેશભાઈ, તેજબાઈ, મંગલભાઈના
માતા તા. 14-2-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-2-2025થી તા. 17-2-2025 સુધી.
શેખડિયા (તા. મુંદરા) : ભુકેરા કુલસુમબાઈ આદમ (ઉ.વ. 40) તે ભુકેરા મ. આદમના પત્ની, ભુકેરા મામદ હુસેનના પુત્રી, ઈબ્રાહિમ (અબ્બાસ)ના બહેન, મ. સુલેમાન ઈબ્રાહીમના ભાભી,
ભુકેરા ઈરફાન અબ્દુલ્લાહ (સાડાઉ)ના માસીઆઈ બહેન, સાંધ મામદ અને સદામ અનવર (સાડાઉ)ના સાસુ તા. 14-2-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 16-2-2025ના રવિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન શેખડિયા ખાતે.
વિરાણી મોટી (તા. નખત્રાણા) : હાલે નાગપુર કડવા પાટીદાર ભીમજી
ગોપાલભાઇ કાનજિયાણી (દિવાણી) (ઉ.વ. 88) (સંતોષી મા ટિમ્બર્સ-નાગપુર) તે સ્વ. ગંગાબેનના પતિ, મોહનભાઇ, સ્વ. અમૃતભાઇ,
હરિભાઇ, પ્રવીણભાઇ, વિજયાબેન
જીવરામ કાલરિયા (નાગપુર), હેમલતાબેન વિનોદભાઇ વાડિયા (વિશાખાપટ્ટનમ)ના
પિતા તા. 14-2-2025ના
અવસાન પામ્યા છે. દશાવ વિધિ તા. 23-2-2025ના, બારસવિધિ તા. 25-2-2025ના નિવાસસ્થાને. સાદડી તા.
16-2-2025ના રવિવારે સવારે 8.30થી 10.30 ખેતાણી ભવન, પાટીદાર સમાજવાડીની બાજુમાં, મોટી વિરાણી ખાતે.
મોટા યક્ષ (તા. નખત્રાણા) : ભોવા હાજા ગાભા (ઉ.વ. 62) તે સ્વ. ગાભાભાઈ લધાભાઈ ભોવાના
પુત્ર, ધનબાઈના પતિ, શિવજી (ક્રિષ્ના
દાબેલી), હીરાલાલ, સ્વ. ભરતના પિતા,
વિરમ કલ્યાણના કાકાઇ ભાઈ, મુરજીના મોટાબાપા,
સોનબાઈના ભાઈ, ભીખુ કરશનના સાળા, મેરૂ કરશન (બિદડા)ના જમાઈ, વેલા મેરૂ (બિદડા),
રતન મેરૂ (બિદડા), હીરાલાલ મેરૂ (બિદડા)ના બનેવી,
ક્રિષ્ના, રાધિકા, દીપેશ,
વેદિકા, ગૌતમના દાદા તા. 13-2-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસ્થાન મોટા યક્ષ ખાતે.
દેશલપર-ગું. (તા. નખત્રાણા) : ખલીફા જાકબ અલારખા (ઉ.વ. 52) તે સાલેમામદ, અનવર, ઇકબાલના પિતા,
ઇભરામના ભાઇ, ઉમર ઓસમાણ, અબ્દુલ ઓસમાણ (ઘડુલી)ના બનેવી તા. 14-2-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 16-2-2025ના સવારે 10.30 વાગ્યે નિવાસસ્થાને.
કોટડા-જ. (તા. નખત્રાણા) : મૂળ મોસુણાના વંકાભાઇ મેજરભાઇ રબારી
(ઉ.વ. 99) તે મેગુબેનના પતિ, પબાભાઇ હમીરભાઇ (વિરાણી નાની)ના જમાઇ,
બુધાભાઇ, દેવાભાઇ, ભચીબેન
(ઘોડાલખ)ના પિતા, નથુભાઇ, બિજલભાઇ,
રામાભાઇ, મુરાભાઇ, ભચીબેન,
રાણીબેન, લાછુબેનના કાકા, રમેશભાઇ, જલાભાઇ, રાણાભાઇ,
કાંઉબેન, જલુબેન, મેખુબેન,
મોંઘીબેનના દાદા તા. 14-2-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન રામદેવનગર, કોટડા (જ.) ખાતે.