જોહાનિસબર્ગ, તા. 19 : દ.બાંગલાદેશ
વિરુદ્ધના પહેલા ટેસ્ટમાં દ. આફ્રિકાનો નવ વિકેટે શાનદાર વિજય થયો છે. આ જીત સાથે આફ્રિકી
ટીમ બે મેચની શ્રેણીમાં 1-0થી આગળ થઇ
છે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી) પોઇન્ટ ટેબલ પર ટોચના સ્થાને પહોંચી
ગઇ છે. ડબ્લ્યૂટીસી પોઇન્ટ ટેબલમાં આફ્રિકા હવે 7પ ટકા જીતની ટકાવારીથી ટોચ પર છે. ન્યૂઝીલેન્ડ ટીમ બીજા સ્થાને
ખસી છે. તેના ખાતામાં 72.22 ટકાવારી છે.
આ પછી ઓસ્ટ્રેલિયા (69.23) અને
ભારત (પ1.પ2) છે. આ ઉપરાંત આફ્રિકાના સુકાની ટેમ્બા બાવૂમાએ ઐતિહાસિક ઉપલબ્ધિ
હાંસલ કરી છે. તે શરૂઆતના 16 ટેસ્ટ મેચમાંથી
14 મુકાબલામાં વિજય હાંસલ કરનારો
પહેલો કપ્તાન બન્યો છે. પ્રથમ ટેસ્ટના પ્રથમ દાવમાં બાંગલાદેશે 400 રન બનાવ્યા હતા. જવાબમાં દ.
આફ્રિકાએ પપ7 રન કરીને 1પ7 રનની સરસાઇ મેળવી હતી. મેચના આજે અંતિમ દિવસે બાંગલાદેશનો બીજો
દાવમાં 168 રનમાં ધબડકો થયો હતો. આથી દ.
આફ્રિકાને ફકત 12 રનનું વિજય લક્ષ્ય મળ્યું હતું.
જે એક વિકેટ ગુમાવી હાંસલ કરી નવ વિકેટે જીત મેળવી હતી. પહેલા દાવમાં પાંચ અને બીજા
દાવમાં ત્રણ વિકેટ લેનાર કાગિસો રબાડા પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.