• શનિવાર, 21 નવેમ્બર, 2026

કચ્છમાં 23,825 `લખપતિ દીદી' બની...

કિશોર ગોર દ્વારા : ભુજ, તા. 20 : ગ્રામીણ સ્વસહાય જૂથના મહિલા સદસ્યોને આર્થિક રીતે સદ્ધર કરવા વિવિધ પ્રકારની કૌશલ્યવર્ધન તાલીમ તેમજ નાણાકીય સહાય પૂરી પાડી તેમના ઘરની વાર્ષિક એક લાખથી વધુ પહોંચાડવા માટે ભારત સરકારની લખપતિ દીદી યોજના અમલી છે તેના અંતર્ગત કચ્છમાં આવા જૂથોની અલગ અલગ પ્રવૃત્તિઓ માટે આ વર્ષે 46.28 કરોડનું ધિરાણ મંજૂર કરાયું છે તે જરૂર મુજબ ઉપાડી અને જમા કરાવી શકાય છે. નેશનલ રૂરલ લાઈવલી હૂડ મિશન સોશિયો ઈકોનોમિક એન્ડ કાસ્ટ રોન્સેસ દ્વારા ખરેખર જરૂરિયાતમંદ મહિલાઓને મદદરૂપ થઈ ઓળખ અપાવે છે. - 23845 લખપતિ દીદી : કચ્છમાં 6839 સખી મંડળોના 60,991 સદસ્યો પૈકી 23,845 મહિલાઓ વર્ષ 2025-26માં લખપતિ દીદી બની છે. જેમાં સૌથી વધારે ભુજ તાલુકામાં 4077, નખત્રાણામાં 3615, અંજાર 3011, લખપત 2736, અબડાસા 2611, રાપર 2455, માંડવી 2235, ભચાઉ 1683 અને મુંદરામાં 1422 આ યોજનાથી લાભાન્વિત થયા છે. - 6839 સખી મંડળો : કચ્છમાં 6839 સખી મંડળો નોંધાયેલા છે. તે પૈકી કેટલાક સક્રિય નથી. તાલુકાવાર નોંધણી જોઈએ તો સૌથી વધુ ભુજમાં 10573, નખત્રાણા 1004, અંજાર 832, અબડાસા 801, માંડવી 765, લખપત 570, ભચાઉ 430 અને મુંદરા તાલુકામાં 421 લિસ્ટેડ છે. - વેબપોર્ટલ દ્વારા દર ત્રણ મહિને એસેસમેન્ટ : સરકાર દ્વારા સખી મંડળો જાતે જોડાયેલા મહિલાઓ પરિવારનું દર ત્રણ મહિને વેબપોર્ટલ દ્વારા એસેસમેન્ટ કરી તેમની ત્રણ મહિનાની કુલ્લ આવકમાંથી ખર્ચ બાદ કરી ચોખ્ખી આવક ધ્યાને લેવાય છે. - વન ટુ વન કન્સલ્ટેશન પ્રોગ્રામ : સરદાણરે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને એન્ટરપ્રીનિયોરશીપ ડેવલપ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા અમદાવાદ સાથે એમઓયુ થયા છે તે વન ટુ વન કન્સલ્ટેશન પ્રોગ્રામ અંતર્ગત અન્વયે રોજગારી આપતા મહિલાઓની પસંદગી કરી ગાંધીનગર મોકલાય છે. ત્યાં નિષ્ણાંતો મારફતે કન્સલ્ટેશન ઉત્પાદિત માલનું પેકિંગ તેના લેબલ વગેરેનું માર્કેટિંગ, બ્રાન્ડિંગ, ઓનલાઈન વેચાણ વગેરેનું માર્ગદર્શન અપાય છે. - માર્કેટિંગ સપોર્ટ સહાય યોજના : ઉત્પાદિત માલના ઓનલાઈન અને માર્કેટિંગમાં વેચાણ માટે વિવિધ લાયસન્સ મેળવવા માટે થતાં ખર્ચમાં સહયોગી થવા માર્કેટિંગ સપોર્ટ સહાય યોજના અંતર્ગત જીએસટી નંબર મેળવવા 15 હજાર સુધી, ખાદ્ય પદાર્થ બનાવનારાને એફએસએસઆઈ લાયસન્સ મેળવવા 10 હજાર અને પાનકાર્ડ કઢાવવા બે હજાર સુધી સરકારી સહાય મળતી હોય છે. કારીગરોને બજાર સુધી પહોંચવા આખા ભારતમાં `સરસ મેલા'ના આયોજન થાય છે. રણોત્સવમાં 250 સ્ટોલ લાગતા હોય છે. - ઓનલાઈન પ્લેટફોર્મ પર નોંધણી : હસ્તકળા કે અન્ય પ્રોડક્ટને ઓનલાઈન મારફતે ગ્રાહકો મળે તે માટે એમેઝોન, ફ્લિપકાર્ટ, મિશો, ઓએનડીસી પ્લેટફોર્મ પર વેચાણ કરવા રજિસ્ટ્રેશન કરી અપાય છે. - સબસીડી - વિના વ્યાજે બેન્ક ધિરાણ મળે : લખપતિ દીદી સશક્તિકરણ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા બેન્કો સાથે એમઓયુ કરાય છે. જેના કારણે અલગ અલગ વ્યવસાય મારફતે રૂા. 50 લાખ સુધીની લોન ચાર વર્ષ માટે વિના વ્યાજે મળે છે. બે વર્ષમાં 50  ટકા લોન ભરપાઈ કરે તો તેના પર પાંચ ટકા અને બાકીના બે વર્ષમાં પૂરેપૂરી લોન ભરે તો વધારાના પાંચ ટકા સબસિડી મળે છે. સેલ્ફ હેલ્પ ગ્રુપ મારફતે બેન્કમાંથી 10 લાખ સુધીની કેશ ક્રેડિટ લોન મળે આ લોન બાકીની લોન કરતાં અલગ પ્રકારની છે. તેમાં કોઈ પ્રોસેસિંગ ચાર્જ ન લાગે, કોઈ મોર્ગેજ રાખવાનું નહીં જામીનની જરૂર નહીં. આમ શૂન્ય સિક્યુરિટી વિના ધિરાણ અપાય છે. - મહિલા પશુપાલકો માટે પ્રેરણા પ્રવાસ : કચ્છના એસએસજીના કેટલાક મહિલા પશુપાલકોને આજીવિકા વધારવા, કૌશલ્ય અને વ્યવસાયિક સમજ માટે બનાસ ડેરીની પ્રેરણા પ્રવાસનું આયોજન જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખના માર્ગદર્શન હેઠળ કરાયું હતું. સખી મંડળોની બહેનોને આજીવિકાની નવી તક આપવા ભુજ તાલુકા પંચાયતમાં કેન્ટીનનો આરંભ કરાયો હતો તેવું કચ્છના લાઈવલીહૂડના ભાવિન સેંઘાણીએ જણાવ્યું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd