• શનિવાર, 21 નવેમ્બર, 2026

ઊંટપાલકો બચ્ચું પેટ ભરીને દૂધ ન પીવે ત્યાં સુધી ઊંટડીને દોહતા નથી

ભુજ, તા. 20 : કચ્છના ઊંટપાલકો આજના આધુનિક યુગમાં પણ પોતાની વર્ષો જૂની પરંપરાઓ અને સંસ્કૃતિનું પાલન કરી રહ્યા છે. તેમના માટે ઊંટ માત્ર આજીવિકાનું સાધન નથી, પરંતુ પરિવારના એક સભ્ય સમાન છે. કચ્છમાં વર્ષ 2017થી ઊંટડીના દૂધનું બજારમાં વેચાણ શરૂ થયું, તે ઊંટપાલકો માટે આનંદના સમાચાર હતા અને આવકનું એક નવું માધ્યમ પણ બન્યું હતું . ઊંટડીના બચ્ચાને જ્યાં સુધી માતાનું પૂરતું ધાવણ ન મળે અને તે પોતાનું પેટ ભરીને દૂધ ન પી લે, ત્યાં સુધી ઊંટપાલક ઊંટડીનું દૂધ દોહવાનું શરૂ કરતા નથી. બચ્ચું ચરિયાણ કરવાનું શીખી જાય ત્યારબાદ પણ લગભગ એક વર્ષ સુધી ઊંટડીના બે આંગળનું દૂધ ખાસ તેના માટે જ રાખવામાં આવે છે. એટલે કે બજારમાં દૂધના સારા ભાવ મળતા હોવા છતાં ઊંટપાલકો પહેલાં બચ્ચાના હિસ્સાનું દૂધ સુનિશ્ચિત કરે છે અને ત્યારબાદ જ વધારાના દૂધનું વેચાણ કરે છે. કચ્છના ઊંટપાલકો આપણને શીખવે છે કે, આધુનિકતા અને બજારની દોડ વચ્ચે પણ પરંપરા, કરુણા અને પશુપ્રેમનું મૂલ્ય જાળવી શકાય છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd