નવી દિલ્હી, તા. 20 : વૈશ્વિક રાજકારણના ત્રણ મોટા નેતાઓ - અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના પ્રમુખ શી જિનાપિંગ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની એક સાથે બેઠેલી તસવીરને લઈને ભારતમાં રાજકીય નિવેદનબાજી તેજ બની છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ તસવીરને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર શેર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે, જેની સામે ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ પણ કોંગ્રેસની વિદેશ નીતિ પર સવાલો ઉઠાવીને વળતો જવાબ આપ્યો છે. રાહુલ ગાંધીએ વૈશ્વિક મંચ પર ભારતની હાજરી અંગે સવાલ ઉઠાવતાં ડ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, `જો કોંગ્રેસ સત્તામાં હોત તો ભારતના વડાપ્રધાન પણ આ ટેબલ પર બેઠા હોત.' તેમણે વડાપ્રધાન મોદી માટે (સમજૂતી કરનાર વડાપ્રધાન) શબ્દનો ઉપયોગ કરીને તંજ કસ્યો હતો અને કહ્યું હતું કે, `સમજૂતી કરનાર વડાપ્રધાન ક્યારેય આ ટેબલ પર બેસી શકતા નથી.'
ઉલ્લેખનીય છે કે, અઙઊઈ સમિટ અને અન્ય મહત્ત્વપૂર્ણ બેઠકોમાં ભાગ લેવા માટે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ચીનના શેનઝેન ગયા હતા. આ દરમિયાન ચીનના પ્રમુખ શી જિનાપિંગ, ટ્રમ્પ અને પુતિન વચ્ચે મુલાકાત થઈ હતી. રાહુલ ગાંધીએ આ જ બેઠકની તસવીર શેર કરીને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ ભાજપના નેતા પ્રદીપ ભંડારીએ ડ પર પોસ્ટ કરીને વળતો પ્રહાર કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસના શાસનકાળ દરમિયાન ભારતની વિદેશનીતિમાં પાકિસ્તાનને કેન્દ્રમાં રાખવામાં આવ્યું હતું અને દેશની સુરક્ષા સાથે સમજૂતી કરવામાં આવી હતી. પ્રદીપ ભંડારીએ દાવો કર્યો હતો કે, વર્ષ 2013માં ભારત ઇછઈંઈજની સદસ્યતા ગુમાવવાની સ્થિતિમાં પહોંચી ગયું હતું અને વૈશ્વિક કૂટનીતિમાં તેની ભૂમિકા નબળી પડી હતી. આ ઉપરાંત તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસ સરકારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (ઞગજઈ)ની સ્થાયી સદસ્યતા ચીનને આપી દીધી હતી.