• રવિવાર, 22 નવેમ્બર, 2026

સાત્વિક-ચિરાગ અને લક્ષ્ય સેન હોંગકોંગ ઓપનના સેમિ ફાઇનલમાં

હોંગકોંગ, તા. 20 : ભારતીય જોડી સાત્વિક સાઇરાજ અને ચિરાગ શેટ્ટી હોંગકોંપ ઓપન સુપર સિરીઝના સેમિ ફાઇનલમાં પહોંચી છે. જયારે લક્ષ્ય સેને પણ સેમિ  ફાઇનલમાં  જગ્યા  બનાવી છે. મેન્સ સિંગલ્સના કવાર્ટર ફાઇનલ મેચમાં સાત્વિક-ચિરાગનો ચીની જોડી હૂ કે યુઆન-લિન જિયાંગ યી વિરૂધ્ધ રસાકસી પછી 21-12, 13-21 અને 21-16થી વિજય થયો હતો. મેન્સ સિંગલ્સમાં લક્ષ્ય સેનનો કે યી લોંગ સામે 21-17, 10-21 અને 21-13થી વિજય થયો હતો જ્યારે મહિલા સિંગલ્સના કવાર્ટરમાં રક્ષિતા રામરાજ થાઇલેન્ડની ખેલાડી પોર્નપાવી ચોચુવોંગ સામે 19-21 અને 16-21થી હારીને હોંગકોંગ ઓપનની બહાર થઇ હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd