• શનિવાર, 21 નવેમ્બર, 2026

લુણંગધામમાં સમૂહ લગ્નોત્સવની ભવ્ય ઉજવણી

લુણી, તા. 20 : મુંદરા તાલુકાના લુણંગધામ ખાતે મહેશ્વરી સમાજના આઠમા સમુહલગ્નની ઉજવણીમાં કરમવંગિયા પીર નારાણદેવે જણાવ્યું હતું કે, બારમતિ ધર્મપંથના સ્થાપકોના આશીર્વાદ આ સમાજને હંમેશાં મળતા રહ્યા છે. લાભપાંચમનાં યોજાયેલા સમૂહલગ્નમાં ઉપસ્થિત કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું કે, માત્ર સમુહલગ્ન નહીં, પણ આ ધામ પર શૈક્ષણિક વિકાસ થયો છે, એ સમસ્ત મેઘવાળ સમાજ માટે ગૌરવરૂપ ઇતિહાસ છે. ગાંધીધામનાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ લગ્નબંધનને જોડતી શીખ દીકરીઓને આપી હતી. માંડવી-મુંદરા વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ માંગલ્ય સાથે મંગલમય વાતાવરણની સરાહના કરી હતી. ગણેશ મંદિર, લુણંગધામ ખાતે ગણેશ સ્થાપના સમૂહલગ્નની શરૂઆત થઈ હતી. ક્ષેત્રપાળ અને ઘડી પૂજન પછી દાંડિયારાસ સાથેના માહોલમાં જાનપ્રસ્થાન અને કન્યા મંડપમાં 84 જાનનું આગમન થયું હતું. આશરે 50 હજારની ઉપસ્થિતિ જનમેદની સમક્ષ દરેક કન્યા મંડપમાં બારમતિ ધર્મપંથના વેદ-વચનો સાથે યુગલોએ પરિણય પંથે પ્રયાણ કર્યું હતું. આ તમામ વિધિઓ પૂ. પીરના આશીર્વાદથી તમામ ધર્મગુરુઓ, માતંગ મંડળના પ્રમુખ પચાણ માતંગ, મહારાજ મંડળના પ્રમુખ ભારમલ ગરવા, ધીરજદાદા, વલસરાના મૂળજીદાદાની ઉપસ્થિતિમાં પૂજારી મગનદાદાની દેખરેખ હેઠળ પૂરી થઈ હતી. બે દિવસ દરમિયાન ભોજન સમારંભના મુખ્ય દાતા સ્વ. રામજી વેલજી ધેડા (મહેશ્વરીનગર) હસ્તે પુત્ર રાયશીભાઈ ધેડા, (કુરબઈ) હાલે ભચાઉ રહ્યા હતા અને ચોરીવિધિ માટે કન્યાદાનની સામગ્રીના દાતા ગં. સ્વ. બાંયાભાઈ ગાંગજીભાઈ પિંગોલ પરિવાર, હસ્તે રમીલાબેન કિશોરભાઈ પિંગોલ સાથે તમામ પરિવારજનોનું સન્માન કરાયું હતું. ટ્રસ્ટીઓના ફાળાથી કન્યાદાનમાં કબાટ, સેટી પલંગ, ગાદલા સેટ અર્પણ થયા હતા. બીનાબેન ઘનશ્યામભાઈ મહેશ્વરી દ્વારા સોનાના દાણા, તેજબાઈ બુધિયા, મગાભાઈ નોરિયા દ્વારા ચાંદીના સિક્કા, તેની સાથે વિવિધ દાતાઓ તરફથી ભેટ અપાઈ હતી. ટ્રસ્ટ પ્રમુખ કિશોરભાઈ પિંગોલ, મહામંત્રી ડો. લાલજીભાઈ ફફલના નેજા હેઠળ યોજાયેલા લગ્નોત્સવમાં ટીમના લક્ષ્મણ થારૂ, નવીન ચંદે, કાનજી સોધમ, શંકર સોધમ, દામજી ધેડા, મંગલ ખાંખલા, કાનજી એ. ફફલ, નારાણ બળિયા, રમેશ એસ. ધુવા, મનીષાબેન, ભચુ પિંગોલ, જીવણ વિંઝોડા, ગાંગજી ડી., માલશી દનીચા, ધર્મેન્દ્ર ગરવા, ખજાનચી ખેંતશી નંજાર, ગાવિંદ સિંચ, રામશી બામણિયા, હરેશ ફફલ, સંજય કેનિયા, મનોજ વિંઝોડા, ભાવિન પાતારિયા,  સંજય ધેડા, બુધારામ કેનિયા, હીરજી ચંઢારિયા, બાબુ વિશરિયા, રામજી વારશાંખિયા,  દિનેશ લાલજી, કાંતિ ધુવા, પૂનમચંદ્ર ધુઆ અને હાઈસ્કૂલના છાત્રો, નવીન ચંદે, કિશોર ફફલ, દીપક ધુવા, રવિ લાંભા, ભરત આયડી, ડો. ગાવિંદ કન્નડ, રાજેશ થારૂ, સુરેશ ફફલ, દિલીપ આયડી, ઈશ્વર ડગરા, મનોજ વિશરિયા, રમીલાબેન માતંગ, પારૂલબેન, નાનુબેન, હંસાબેન, પ્રેમીલાબેન, લક્ષ્મીબેન,  મૂરજીભાઈ અબચુંગ,  પ્રવીણભાઈ વગેરેએ સેવા આપી હતી. સંચાલન લક્ષ્મણ થારૂ અને નવીન ફફલે કર્યું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd