• રવિવાર, 22 નવેમ્બર, 2026

એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સમાં નેપાળને 26 રનમાં ખખડાવી ભારતની એ ટીમનો 306 રને વિજય

દોહા, તા. 20 : રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપ 2026માં  ઈન્ડિયા `એ' ટીમે શાનદાર જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. શુક્રવારે દોહામાં રમાયેલી ચોથી મેચમાં ભારતે કેપ્ટન તિલક વર્મા (107) અને કુમાર કુશાગ્ર (117)ની શાનદાર બેટિંગ અને હર્ષિત રાણા તથા પ્રિન્સ યાદવની બળૂકી બોલિંગથી નેપાળને 26 રનમાં સીમિત રાખી 306 રનના વિશાળ અંતરથી કારમી હાર આપી હતી. જીતના ઈરાદે નેપાળની ટીમ વતી મેદાનમાં ઊતરેલા કેપ્ટન સંદીપ લાછિમાન (0) સહિતના બેટધરો નિષ્ફળ રહ્યા હતા. રાશિદ ખાન (6), પવન સરાફ (6), પ્રતીસ રન બનાવતાં ટીમ માત્ર 26 રનમાં સમેટાઈ હતી. પ્રિન્સ યાદવે 6 રન આપી 5 વિકેટ અને હર્ષિત રાણાએ 16 રનમાં 4 વિકેટ લીધી હતી. અગાઉ પ્રથમ બાટિંગ કરતાં ભારતે પોતાની 50 ઓવરમાં 9 વિકેટના નુકસાને 332 રન બનાવ્યા હતા, જ્યારે નેપાળની આખી ટીમ માત્ર 26 રનમાં સમેટાઈ ગઈ હતી. નેપાલે ટોસ જીતીને પહેલાં બાલિંગ કરવાનો નિર્ણય લીધો. તિલક વર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમની શરૂઆત સારી રહી નહોતી. અભિષેક શર્મા (9), આયુષ બદોની (2) અને વૈભવ સૂર્યવંશી (26) એમ આ ત્રણેય ખેલાડી પેવેલિયન પરત ફર્યા હતા. એક તબક્કે, 42 રનના સ્કોર પર ભારતે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જો કે, ત્યારબાદ તિલકે અને કુમાર કુશાગ્રાએ મોરચો સંભાળ્યો હતો. વર્માએ 113 દડામાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 107 રન બનાવ્યા હતા, જ્યારે કુમારે 102 દડામાં 10 ચોગ્ગા અને 5 છગ્ગા લગાવી 117 રન બનાવ્યા હતા. આ જોડીએ ચોથી વિકેટ માટે 206 રનની શાનદાર ભાગીદારી નોંધાવી હતી અને ટીમને 332 રનના સ્કોર પર પહોંચાડી હતી. નેપાળ માટે સંદીપ લામિછાને અને લલિત રાજબંશીએ ત્રણ-ત્રણ વિકેટ લીધી. નંદન યાદવે બે વિકેટ ઝડપી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd