• શુક્રવાર, 12 એપ્રિલ, 2024

અવસાન નોંધ

ભુજ : રવિલાલ મોરારજી ઠક્કર (નિવૃત્ત, સરકારી મધ્યસ્થ પ્રેસ, ગાંધીનગર) (મૂળ ખાવડા-ભુજ હાલે ગાંધીનગર) (.. 93) તે સ્વ. મીઠીબેન મોરારજી ઠક્કરના પુત્ર, નિમિષના પિતા, સ્વ. જયાબેનના પતિ, સ્વ. હરિલાલ મોરરાજી ઠક્કર (પ્રોફેસર લાલન કોલેજ-ભુજ), સ્વ. જયાબેન, સ્વ. બાલાબેન કિશોરભાઇ ઠક્કરના ભાઈ, ધરતીના સસરા, વિશ્વાના દાદા, મુકેશના મામા, અલ્પા મુકેશના મામાજી સસરા, તારકના કાકા, મિત્તલ તારકના કાકાજી સસરા તા. 15-2-2024ના ગાંધીનગર ખાતે અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.

ભુજ / નખત્રાણા : મૂળ અંજારના ઠક્કર રતિલાલ પોપટલાલ કાથરાણી (માસ્તર) (.. 90) તે સ્વ. હેમલતાબેનના પતિ, સ્વ. લક્ષ્મીબેન પોપટલાલ મોરારજીના પુત્ર, સ્વ. શંભુભાઇ (નખત્રાણા), સ્વ. બચુબેન માવજી વોરાણી (અંજાર), ગં.સ્વ. જવેરબેન નેણશી ચંદે (રાપર), સ્વ. ચીમનભાઇના ભાઇ, વિમળાબેનના જેઠ, અશોક (તિરુપતિ જનરલ સ્ટોર્સ-અંજાર), પ્રદીપ (તિરુપતિ એગ્રે ટ્રેડિંગ-ભુજ), જયેશ (ભુજ), હંસાબેન રમેશકુમાર તન્ના (ચેન્નાઇ), ગં.સ્વ. સરસ્વતીબેન પ્રભુલાલ પૂજારા (ભચાઉ), લલિતાબેન મુકેશકુમાર મિરાણી (ડોમ્બીવલી)ના પિતા, મહેશભાઇ (રિદ્ધિ સેલ્સ એજન્સી-નખત્રાણા), સ્વ. જિજ્ઞેશ, ભાવનાબેન, ગીતાબેનના મોટાબાપા, હાર્દિક, નિર્મલ, જુહી, રિદ્ધિ, હસ્તીના દાદા, કૌશિક, હિરેન, જિજ્ઞેશ, કરણ, વૈશાલી, સીમા, રેશ્મા, પાયલના નાના, સ્વ. પ્રેમજી વેલજી કોટક (ચિત્રોડ)ના જમાઇ, સ્વ. કમળાબેન, સ્વ. પુષ્પાબેન, ઝવેરબેન, શાંતાબેનના બનેવી તા. 16-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-2-2024ના રવિવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, ભુજ ખાતે.

ભુજ : ખત્રી અબ્દુલસતાર મામદ (સાભરાઇવાળા) (.. 52) તે અબ્દુલમુનાફ અને સાહિસ્તાબાનુ બશીરના પિતા, ઓસમાણ મામદ, . અબ્દુલલતીફ મામદના ભાઇ તા. 16-2-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-2-2024ના રવિવારે સવારે 11 વાગ્યે મુસ્કફા જમાતખાના, ભુજ ખાતે.

અંજાર : વિસનગરા નાગર કલાવંતી દવે (.. 85)  (નિવૃત્ત શિક્ષિકા) તે સ્વ. પ્રમોદરાય પ્રહલાદરાય  (નિવૃત્ત શિક્ષક)ના પત્ની, સ્વ. દશરથભાઈના નાના ભાઈના પત્ની, દિવ્યપ્રકાશ (નિવૃત્ત બી.એસ.એન.એલ), તિતિક્ષાબેન, સ્વ. રીટાબેનના માતા, નવીન, રાજુના કાકી, ભૂપેન્દ્ર પાંડેના સાસુ,  કુલદીપ (કચ્છમિત્ર)ના દાદી, કરીશ્મા કુલદીપ દવેના દાદીસાસુ, ક્રિયાંશના પરદાદી તા. 16-2-2024ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 17-2-2024ના શનિવારે  સવારે 7.30 વાગ્યે નિવાસસ્થાન 29, નગરપાલિકા કોલોની ખાતેથી નીકળશે. પ્રાર્થનાસભા તા. 19-2-2024ના સોમવારે સાંજે 4થી નિવાસસ્થાન 29, નગરપાલિકા કોલોની, નવા અંજાર ખાતે.

અંજાર : જિજ્ઞેશ (ઉર્ફે જગુ) ગોરડિયા (.. 26) તે અરગીબેન અને મેઘજીના પુત્ર, સ્વ. માનબાઇ અને સ્વ. રામજીભાઇ નારાણના પૌત્ર, ધનજીભાઇ, ગોવિંદભાઇ, પચાણભાઇ, ભચીબેન જશા પાંયણ (કુકમા), કેસરબેન પેથા ખોખર (નરા), પંમીબેન વિશ્રામ ચોરસિયા (ભુજોડી), મીરાબેન કરસન પાંયણ (કુકમા), કમળાબેન ગોવિંદ બળિયા (રાવલવાડી-ભુજ)ના ભત્રીજા, વિશાલ, સ્વ. રિતેશ, વિનોદ, અનિલ, જેન્તી, રાજેશ, વિજય, સંજય, ખુશાલ, જશુબેન ધનજી જેપાર (મુંદરા), ભારતીબેન ચંદ્રેશ મારૂ (આદિપુર), ભાવનાબેન, નિશાબેનના ભાઇ, સ્વ. મગીબેન, ઉગા ભીમા લોંચા (ખારોઇ)ના દોહિત્ર, સ્વ. હરિ ઉગા લોંચા, મનજી (ભોપા), કરસન, બાબુ, પચાણ (ખારોઇ)ના ભાણેજ તા. 16-2-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા આગરી તા. 18-2-2024ના રવિવારે રાત્રે અને ઘડાઢોળ (પાણી) તા. 19-2-2024ના સોમવારે નિવાસસ્થાન નગરરપાલિકા ઓફિસ સામે, અંજાર ખાતે.

અંજાર : મૂળ નાગલપરના .ગુ.ક્ષ. મિત્રી કાન્તાબેન વરૂ (.. 84) તે રણછોડભાઇ હીરજીભાઇ (વરૂસાહેબ)ના પત્ની, સુશીલ (અમદાવાદ), રાજેશ (ગેટકો કોન્ટ્રાક્ટર-અંજાર), સ્નેહલતાબેન વરૂ (હૈદરાબાદ), કુસુમ કુણાલ ટાંક (માર્કાપુર-આં.પ્ર.)ના માતા, રૂપલબેન, સુષ્માબેનના સાસુ, સ્વ. સાકરબેન ઓધવજીભાઇ, સ્વ. રુક્ષ્મણિબેન જીવરામભાઇના દેરાણી, રુક્ષ્મણિબેન ધારશીભાઇ, પ્રતિમાબેન ધીરજલાલના ભાભી, ગાર્ગી, મેઘા, યશ્વી, સ્વરૂપના દાદી, ધૈર્યા, હાર્દિક, નિત્યા, કાંતાના નાની તા. 15-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (ભાઇઓ-બહેનોની) તા. 19-2-2024ના સોમવારે સાંજે 4.30થી 5.30 કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) સમાજ ભવન, અંજાર ખાતે.

અંજાર : મૂળ નાના ઉભડા (તા. વિરમગામ, જિ. અમદાવાદ)ના જી. જી. મકવાણા (નિવૃત્ત તલાટી-સહમંત્રી) (.. 66) તે જયાબેનના પતિ, સુનીલભાઇ, હરેશભાઇ (એડવોકેટ)ના પિતા, ગીતાબેન, નિશાબેનના સસરા, શ્વેતા, વંશ, પીહુ, આરવીના દાદા તા. 15-2-2024ના અવસાન પામ્યા છે.

આદિપુર : વિરજીભાઇ કટારમલ (ભાનુશાલી) તે સ્વ. ડાહીબેન, સ્વ. રવજીભાઇ કલ્યાણજીના પુત્ર, સ્વ. રતનબેન, સ્વ. રામજીભાઇ, ગં.સ્વ. સાકરીબેન ગોવિંદજીના ભત્રીજા, લક્ષ્મીબેનના પતિ, સ્વ. ગોપાલજીભાઇ, દેવજીભાઇ, હરેશભાઇ, મૂરજીભાઇ, મોહનલાલ, શંભુરામભાઇ, મયૂરભાઈ, જગદીશભાઇ, લાલજીભાઇના ભાઇ, ગિરીશભાઇ, કિરણભાઇ, જયશ્રીબેન, અંજનાબેનના પિતા, દેવાંશી, યુગ, દર્શ, નિઅમના દાદા, નેહાબેન, આરતીબેન, વિનોદ મીઠુભાઇ નંદા, વિપુલ કાનજીભાઇ ગજરાના સસરા, ઓમકાર, અર્પિત, મૈત્રી, નીલના નાના, ગોવિંદ લક્ષ્મીદાસ મંગે, જેઠાલાલ નાનજી માવના સાળા, સ્વ. સેજબાઇ, સ્વ. નાનજીભાઇ માવના જમાઇ તા. 15-2-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 17-2-2024ના સાંજે 5થી 6 વોર્ડ 1-, પ્લોટ નં. 57, ભાનુશાલી સમાજવાડી, આદિપુર ખાતે.

નખત્રાણા (સુરલભીટ) : પીંજારા અલીમોહમદ અબ્દુલલતીફ (ઉર્ફ લધુભા) (.. 67) તે કાસમ, ભીલાલ, નજરમામદ , અબ્દુલસતારના પિતા તા. 16-2-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 18-2-2024ના રવિવારે સવારે 11 કલાકે સુરલભીટ, મસ્જિદ અકસાની બાજુમાં, નખત્રાણા ખાતે.

ભચાઉ : મૂળ મનફરા સારસ્વત બ્રાહ્મણ જોષી મંજુલાબેન હર્ષદરાય પુરખા (.. 67) તે સ્વ. હર્ષદરાય આત્મારામ પુરખાના પત્ની, સ્વ. અમૃતબેન અને સ્વ. આત્મારામ રતનશી પુરખાના પુત્રવધૂ, સ્વ. કમળાબેન અને સ્વ. હરિલાલ ધનેશ્વર પાંધી (આધોઈ)ના પુત્રી, કિરણબેન (ભચાઉ), જેલમબેન (ના.સરોવર), માધવીબેન (નખત્રાણા), જસ્મિતાબેન (થરાવડા), કુલદીપ (ભચાઉ)ના માતા, જગદીશભાઈ (ભચાઉ), અમિતભાઈ (ના.સરોવર), કીર્તિભાઇ (નખત્રાણા), નીલેશભાઈ (થરાવડા), જિજ્ઞેશભાઈ (મુંબઈ)ના સાસુ, સવિતાબેન (વારાહી), મંજુલાબેન (આદિપુર), જ્યોતિબેન (ધમડકા), રમેશભાઈ (મુંબઈ)ના ભાભી, સ્વ. રંજનબેન, અશોકભાઈ, દક્ષાબેન, વર્ષાબેન, રમેશભાઈ, ગુણવંતભાઇ, સ્વ. દિનેશભાઈ (ભચાઉ)ના મોટા બહેન, દીપ્તિ, ગૌરવ, વૈભવના દાદી, વિનય, વિનોદ, મીરાં, હેત, જ્યોત, કાવ્યા, હેત્વીના નાની, જિજ્ઞાબેન, સંજયભાઈ, જૈમિનીબેન, વિનલ, યશ, પૂજા, અભય, ક્રિન્સી, ક્રિષ્નાના ફઈ, લતાબેન, દીપકભાઈ, પ્રજ્ઞાબેન, નીતિન, યોગેશ, કપિલા, હેતલ, પીયૂષ, પિનાકના મામી, ગાયત્રીબેન, નરેશ, રૂપલ, તુષાર, વિશાલ, વરુણ, અંજના, ચિરાગના માસી તા. 16-2-2024ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 19-2-2024ના સોમવારે સાંજે 5થી 6  શ્રવણ કાવડિયા ધામ, ભચાઉ ખાતે તથા ઉત્તરક્રિયા તા. 28-2-2024ના બુધવારે તે સ્થળે.

ઝુરા-કેમ્પ (તા. ભુજ) : સોઢા મોતીજી પૂંજાજી (.. 76) તે હરિસિંહ, નવઘણસિંહના પિતા, રામસિંહ, લક્ષ્મણસિંહ, મનહરસિંહના દાદા, સ્વ. ખીમાજી, નેતાજી, વિંજાજી, લાખિયારજી, ભિભાજી, ઉદાજી, રાજમલજીના ભાઇ, નારસિંહ, પ્રવીણસિંહ, ઘનશ્યામસિંહ, માનાજી, ઉત્તમસિંહ, ઉમેદસિંહ, ચંદ્રસિંહ, દશરથસિંહ, સવાઇસિંહ, પૃથ્વીરાજસિંહ, જુવાનસિંહ, હઠેસિંહ, ગોમાજી, નગજી, હિંમતસિંહ, નવલસિંહ, કિરીટસિંહના કાકા તા. 15-2-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 23-2-2024ના શુક્રવારે રાત્રે આગરી તેમજ તા. 24-2-2024ના શનિવારે સવારે ઘડાઢોળ નિવાસસ્થાન ઝુરા-કેમ્પ ખાતે.

ગઢશીશા (તા. માંડવી) : પટેલ રસિકભાઈ કરમશી દીવાણી (.. 64) તે ગં.સ્વ. કસ્તૂરબેનના પતિ, રમેશભાઈ, ભરતભાઈ (ભાગ્યોદય કટલેરી), જયેશભાઈ, ડિમ્પલબેનના પિતા, મણિલાલભાઈ, દિનેશભાઈ, સવિતાબેનના ભાઈ, દિનેશભાઈ, વર્ષાબેન, હેતલબેન, નીકિતાબેનના સસરા, દર્ષી, જેનિકા, સોમ, શ્લોક, હર્ષિવના દાદા, ખીમજીભાઈ જેઠાભાઈ સેંઘાણી (ગઢશીશા)ના જમાઈ તા. 16-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-2-2024ના શનિવારે સવારે 8.30થી 12 અને બપોરે 3થી 5 લક્ષ્મીનારાયણ મંદિર સત્સંગ હોલ, ઉમિયાનગર, શેરી નં. 5, ગઢશીશા ખાતે.

રાયણ મોટી (તા. માંડવી) : હાજી અબ્દુલ્લા જુણેજા (.. 65) તે . હાજી ઉમરના પુત્ર, હાજી મામદ, અબુભખરના ભાઇ, ગુલામ (જરૂરત ફેબ્રિકેશન)ના પિતા, ફૈઝ, દિન, સુમેરના દાદા, નજીર, ગુલઝાર, યાસીનના મોટાબાપા, જુણેજા મામદ દાઉદ (બેરાજા)ના સાળા, જુણેજા અબ્દુલ, જુણેજા લતીફ, જુણેજા કાસમના કાકાઇ ભાઇ, જુણેજા ઉમર, જુણેજા જાકબ, જુણેજા હનીફના બનેવી, જુણેજા સતાર (દહીંસરા), પઠાણ સલીમ (બાડા), . આમદ રઝાક નારેજા (વાડા)ના સસરા તા. 16-2-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-2-2024ના સોમવારે સવારે 10 વાગ્યે જામા મસ્જિદ, મોટી રાયણ ખાતે.

સાડાઉ?(તા. મુંદરા) : સાંધ રહેમતુલ્લા ઓસમાણ (.. 52) તે . ઓસમાણ સિધિકના પુત્ર, . અબ્દુલ્લા, હાજી ઈબ્રાહિમના ભત્રીજા, અમજદ, ઈમરાન, સલીમના ભાઈ, જુસબ, દાઉદ, હારૂનના બનેવી, તનવીરના પિતા, અદ્રમાન, હાસમ, . રમજાન, . કાસમ, . અબ્દુલ, . જાકબના ભાણેજ, ધલ બાબુ કારાના જમાઈ, મુસ્તાક, ફેઝલ, અનવર હુસેનના સસરા તા. 16/2/24ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19/2/24ના સવારે 10થી 11 ધવર વાડી ખાતે.

કોટડા-રોહા (તા. નખત્રાણા) : નાકરાણી રતનશીભાઇ પ્રેમજીભાઇ (.. 74) તે સ્વ. પ્રેમજીભાઇ અરજણભાઇના પુત્ર, જવેરબેનના પતિ, સ્વ. રામજીભાઇ, મરગાબેન (ખીરસરા-રોહા), જેઠાબેન (ગાંધીગ્રામ)ના ભાઇ, કાન્તાબેન (ગાંધીગ્રામ), મંજુબેન (દેવપર-યક્ષ), ભાનુબેન (વિભાપર), મહેન્દ્રભાઇ, ખુશાલભાઇના પિતા, ક્રિશ, કિંજલ, પ્રિયા, પ્રિશના દાદા, માવજી વિરા રંગાણી (ગઢશીશા)ના જમાઇ તા. 16-2-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 17-2-2024ના સવારે 9થી 11, બપોરે 3થી 5 (એક દિવસ) કોટડા (રોહા) ખાતે.

નરેડી (તા. અબડાસા) : વાલબાઈ વેલાભાઈ કુંવટ (.. 82) તે વેલાભાઈ ગોપાલભાઈ કુંવટના પત્ની, મંગાભાઈ ગોપાલભાઈ કુંવટના પુત્રવધૂ, લક્ષ્મીબેન પેથાભાઈ લખણપાર (વરાડિયા), સામાબાઈ હરજીભાઈ પરગડુ (કોઠારા), કમળાબેન મગનભાઈ સીજુ (વરાડિયા), મેઘજીભાઈ, આચારભાઈ તથા વેરશીભાઈના માતા, ખેતશીભાઈ, શામજીભાઈ, શિવજીભાઈ, ગાવિંદભાઈ, ડાઈબાઈ નારાણ જેપાર (વરાડિયા), નાનબાઈ ભીમજી વરીંધ (બેરૂ)ના કાકી, સ્વ. પરબતભાઈ નથુભાઈ ગોરડિયા (ગઢવાડા)ના પુત્રી, સ્વ. દેવજી પરબત ગોરડિયા, બુધાભાઇ પરબત ગોરડિયા (ગઢવાળા)ના બહેન, કલ્પના જેન્તીભાઈ સીજુ (ભુજ), ભારતીબેન મોહનભાઈ ભદ્રુ (મથલ), ભરત, મુકેશ, યુવરાજ, અક્ષય, સેજલ, માહિરાના  દાદી તા. 15-2-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા બારસ તા. 19-2-2024ના સોમવારે, પાણી (ઘડાઢોળ) તા. 20-2-2024ના મંગળવારે નિવાસસ્થાને નરેડી ખાતે.

મોથાળા (તા. અબડાસા) : જાડેજા રાજેન્દ્રસિંહ દાદુભા (.. 68) તે જાડેજા જયેન્દ્રસિંહ, સ્વ. જિતેન્દ્રસિંહ, ડિમ્પલબાના પિતા, જાડેજા મંગળસિંહના ભત્રીજા, સ્વ. હમીરજી, સ્વ. માધુભા, સ્વ. જીલુભા, સ્વ. ગંભીરસિંહ, જાડેજા રતુભા, પૃથ્વીરાજસિંહ, કિરીટસિંહ (આર્મી), કનકબા, ધનુબા, દેવુબા, સંગીતાબાના ભાઇ, મમુભા, દીપુભા, રવિરાજસિંહ, સુશીલાબા, પ્રકાશબા, હંસાબા, અનસૂયાબા, ચકુબા, અમૃતાબા, મીરાંબા, સ્વ. કંચનબા, અર્જુનસિંહ, જાનવીના કાકા, વૈદિકાબા, આરાધ્યાબા, દેવીકાબા, સૂર્યરાજસિંહ, જાનકીબાના દાદાબાપુ, ઝાલા પરીક્ષિતસિંહના નાનાબાપુ, સૌરાલીબા, પાર્થવીબા, કૃષ્ણદેવસિંહના મોટા નાનાબાપુ તા. 15-2-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 19-2-2024ના સોમવારે તેમજ ધાર્મિકક્રિયા તા. 26-2-2024ના સોમવારે નિવાસસ્થાને મોથાળા ખાતે.

મુંબઇ : પૂના નિવાસી અંકિતા (.. 31) તે યશ ઠક્કર (રાયઠઠ્ઠા)ના પત્ની, આશાબેન જયંતભાઇ ઠક્કર (રાયઠઠ્ઠા)ના પુત્રવધૂ, હીરલબેન અમિત બથિયાના ભાભી, ઉષાબેન ગિરીશભાઇ મણિયારના પુત્રી, ચિરાગ ગિરીશ મણિયાર તથા ઝરણાબેન મનીષભાઇ પંચમતિયાના બહેન તા. 9-2-2024ના જર્મની ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-2-2024ના સવારે 10થી 11 લોહાણા મહાજનવાડી, સેક્ટર-10, સિદ્ધિવિનાયક સોસાયટી, ડી-માર્ટની બાજુમાં, કોપરખૈરણે, નવી મુંબઇ-400 709 (મહારાષ્ટ્ર) ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang