• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

અવસાન નોંધ

ભુજ : મેમણ હસીનાબાઇ અબુભખર ઝરીવાલા (ઉ.વ. 72) તે મ. હાજી અબુભખર સિધિક ઝરીવાલાના પુત્રી, અબ્દુલશકુર અબુભખર ઝરીવાલા (એ. એ. ઝરીવાલા એડવોકેટ એન્ડ નોટરી), ઝુબેદાબેન દોસ્તમામદ (કપાયા), મુમતાઝબેન અબ્દુલમજીદ ગોપલાણીના બહેન, તાહેરાબેનના નણંદ, શુકરન એ. ઝરીવાલા (એડવોકેટ)ના ફઇ તા. 12-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત ભાઇઓ અને બહેનો માટે તા. 14-2-2026ના સવારે 10 વાગ્યે મેમણ જમાતખાના, ભુજ ખાતે.

ભુજ : મહેશભાઇ કરશનદાસ ઠક્કર (રવાણી) (ઉ.વ. 58) તે સ્વ. મમીબેન દામજીભાઇના પૌત્ર, સ્વ. મણિબેન મોહનજી બુઢાણી (પૂના)ના દોહિત્ર, સ્વ. કમળાબેન કરશનદાસના પુત્ર, ધીરજલાલ, સ્વ. અનિલભાઇ, દિલીપભાઇ, કૌશિકભાઇ, નિર્મળાબેન અમૃતલાલ તન્ના, કાન્તાબેન પદમશીભાઇ ઠક્કર, કુંદનબેન જમનાદાસ સોમૈયા, હિનાબેન હસમુખભાઇ ઠક્કરના ભાઇ, સરલાબેન, સ્વ. નર્મદાબેન, ઉષાબેનના દિયર, સ્વ. હરિલાલ, સ્વ. માધવજી, સ્વ. બચુબેન, સ્વ. મહાલક્ષ્મીબેનના ભત્રીજા, કપિલ, જય, ઘનશ્યામ, ભક્તિ, હેતલ, ક્રિમાલી, લીના, હેમાલી, કોમલના કાકા, પ્રિયંકાબેન કપિલ ઠક્કર, પૂજા જય ઠક્કરના કાકાજી સસરા, સંજય, પંક્તિ, નયના, રવિ, રીના, કુમુદ, કુંજલ, તેજસ, પાર્થના મામા, અક્ષ, જાન્યાના દાદા તા. 11-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-2- 2026ના શુક્રવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, વી.ડી. હાઇસ્કૂલ પાસે, ભુજ ખાતે.

ભુજ : ચાકી સારમીનબાનુ મુબારક (ઉ.વ. 28) તે મુબારક હસનના પત્ની, સતાર, અબ્બુ, જુમા, સરબાનુ, રસીદા, કરીમ ફકીરમામદના ભાભી, મોહમદ ઇકબાલ હુશેનના પુત્રી, મોહમદ હબીબ, મોહમદ મુસ્તાક (મુર્શીદાબાદ)ના બહેન તા. 11-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-2- 2026ના શનિવારે સવારે 10થી 11 અમનનગર, મોટાપીર ચાર રસ્તા, અમનનગર મસ્જિદ, ભુજ ખાતે.

અંજાર : ઈન્દુબેન કોટક (ઉ.વ. 92) તે સ્વ. દયારામભાઈ મોનજીભાઈ ચાગપાર કોટક (માપારા)ના પત્ની, સ્વ. માણેકબેન નરશીભાઈ લખમશી શેઠના પુત્રી, જયપ્રકાશભાઈ (ફેરપ્રાઈસ શોપ), મહેન્દ્રભાઈ, દિલીપભાઈ (નિવૃત્ત બેન્ક મેનેજર, મેને. ટ્રસ્ટી ગાયત્રી પરિવાર), પંકજબેન ભરતભાઈ કોડરાણી (રાજકોટ)ના માતા, રજનીબેન, કુસુમબેન (નિવૃત્ત આચાર્યા નાગલપુર), ત્રિવેણીબેન (નિવૃત્ત કર્મચારી બીઓઆઇ)ના સાસુ, રિશી જયપ્રકાશભાઈ, કરિશ્મા જૈમિનભાઇ ઠા., મૌલિક મહેન્દ્રભાઈ (સિવિલ ઈન્જિ.), ડો. ઓમ દિલીપભાઈ (રેડિયોલોજિસ્ટ-અમદાવાદ), ડો. શિવમ દિલીપભાઈ (રેડિયોલોજિસ્ટ-વડોદરા)ના દાદી, રાધિકા મૌલિક, ડો. સ્નેહલ ઓમ (ડેન્ટલ), ડો. ચાંદની શિવમ (પેથોલોજિસ્ટ)ના દાદીસાસુ, પાર્થ (સી.એસ.)ના નાની, ઈશિતા (એમ.બી.એ.)ના નાનીસાસુ, ઉમેશભાઈ, સુરેશભાઈ, સ્વ. બિપીનભાઈના બહેન, સ્વ. પુષ્પાબેન ઉમેશભાઈ, સ્વ. પુષ્પાબેન, દમયંતીબેન સુરેશભાઈ, સ્વ. રંજનબેનના નણંદ, દેવ મૌલિક, ધ્યાના મૌલિકના મોટા દાદી, રેયાંશ જૈમિનભાઇના મોટા નાની તા. 11-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 13-2-2026ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, ગાયત્રી ચાર રસ્તા, નયા અંજાર, અંજાર (લૌકિક વ્યવહાર બંધ છે.)

માંડવી : નોડે અબ્દુલકરીમ (સુલ્તાન) ઇબ્રાહિમ (ઉ.વ. 44) તે મ. ઇબ્રાહિમ (ફુઆ) મામદના પુત્ર, શૌકતના ભાઇ, મજીદ, લધા, અનવરના ભત્રીજા, નવાજ, મુજફ્ફરના પિતા, નોડે કાસમ ભુરામ. ઉમર ભુરા, મ. અલા ભચાયા, મ. ઇભલા ભુરા (કુનરિયા)ના ભાણેજ તા. 12-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-2-2026ના શનિવારે સવારે 10થી 11 કુર્આન ખ્વાની અને 11થી 12 તકરીર ખત્રી જમાતખાના, માંડવી ખાતે.

માંડવી : સુમરા સારુબાઈ (ભૂંગીવાળા) (ઉ.વ. 63) તે સાલેમામદ અબ્દુલાહના પત્ની, મ. મામદ, મ. સુલેમાન, મ. હાસમ, ઓસમાણના ભાભી, કાસમ મામદ, હુસેન ઓસમાણ, શાહિદ સુલેમાન, અશરફ હાસમના મોટીમા તા. 12-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-2-2026ના શનિવારે સવારે 9.30થી 10.30 નિવાસસ્થાન વલ્લભનગર, જમાતખાના, માંડવી ખાતે.

માંડવી : રમેશ ઝાલા (ઉ.વ. 53) તે ભગવાનજી માવજી ઝાલા તથા કાન્તાબેનના પુત્ર, સ્વ. કેશરબેન માવજી ઝાલાના પૌત્ર, હેમલતાબેન, રસીલાબેન, લીલાવંતીબેન, અશ્વિનના ભાઇ, સોનમબેનના જેઠ, હેતના મોટાબાપા, કેશરબેન પીતાંબરના દોહિત્ર તા. 12-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા ભાઇઓ-બહેનોની તા. 13-2-2026ના શુક્રવારે સાંજે 4થી 5 રંગચુલી, સાંજીપડી, માંડવી ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ બગડા (તા. મુંદરા)ના ગુંસાઇ નર્મદાબેન (ઉ.વ. 72) તે સ્વ. મોહનગર શંકરગરના પત્ની, સ્વ. બબીબેન (વેલુબેન) શંકરગરના પુત્રવધૂ, સ્વ. કેશવગર શંકરગરના ભાઇના પત્ની, ગં.સ્વ. ગોદાવરીબેનના દેરાણી, કલ્પેશગર, સ્વ. કલ્પનાબેન હસમુખગિરિ (કુકમા)ના માતા, નિમિષાના સાસુ, ઓમના દાદી, સાહિલ, પલ્લવીના નાની, સ્વ. જગદીશગિરિ, ચેતનગિરિ, મધુબેન, ભારતીબેન, ગીતાબેન, શીતલબેનના કાકી, સ્વ. સાકરબેન મોતીગર પરબતગર (ખેડોઇ હાલે અંજાર)ના પુત્રી, સ્વ. રમણીકગિરિ, સ્વ. હિંમતગિરિ, સ્વ. રસિકગિરિ, ઇન્દુગિરિ, દિનેશગિરિ, સ્વ. વિજયાબેન જાલમગિરિ (ભુજ), ગં.સ્વ. હેમલતાબેન મહેશગિરિ (ભુજ)ના બહેન તા. 12-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 14-2-2026ના શનિવારે સાંજે 4થી 5 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ ભવન, જૂનાવાસ બસ સ્ટેશન પાસે, માધાપર ખાતે.

ઝુરા કેમ્પ (તા. ભુજ) : રાઠોડ ખાનજી ભીમજી (ઉ.વ. 100) તે સ્વ. મધનસિંહના ભાઇ, ગોરધનસિંહ, રાણસિંહના પિતા, ભીખજી, હીરજી, ખેતાજી, મહાદાનસિંહ, સુરાજીના કાકા, વિક્રમસિંહ, બલવંતસિંહ, નરપતસિંહના દાદા તા. 10-2-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 15-2-2026ના આગરી અને તા. 16-2-2026ના સોમવારે સવારે ઘડાઢોળ (બારસ) નિવાસસ્થાન ઝુરા કેમ્પ ખાતે.

સરલી (તા. ભુજ) : કરશન (કિશોર) શામજી રાબડિયા (ઉ.વ. 49) તે સ્વ. શામજી લાલજી રાબડિયા અને ગં.સ્વ. પુરબાઈના પુત્ર, સ્વ. નારણભાઇ, પરબત, લીલુબેન કુરજી હિરાણીના ભાઈ, દીપાબેનના પતિ, ભાવેશ, પ્રીતેશ, નિખિલ, વિનયના કાકા તા. 10-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 13-2-2026ના સવારે 7.30થી 8.30 ભાઈઓનું ભાઈઓના મંદિરમાં અને બહેનોનું નિવાસસ્થાને.

માનકૂવા (તા. ભુજ) : નાનજી હરજી ગેડિયા તે સ્વ. ભચીબેન હરજીભાઈ  ગેડિયાના પુત્ર, મણિબેનના પતિ, અનિલ, હંસાબેન મુકેશભાઈ શેખા (આંબલિયારા), વંદનાબેન મયૂરભાઇ દવે (નખત્રાણા)ના પિતા, બાબુભાઇ, મોહનભાઇ, મણિબેન હીરજીભાઈ શેખા (અમદાવાદ), કાન્તાબેન પરસોત્તમ શ્રીમાળી (કોટડા-ચાંદ્રાણી)ના નાના ભાઇ, સ્વ. રૂપાભાઈ જીવાભાઈ જોગેલ (માનકૂવા)ના મોટા જમાઈ તા. 12-2-2026ના અવાસન પામ્યા છે. સત્સંગ તા. 16-2-2026ના રાત્રે અને પાણી (ઘડાઢોળ) તા. 17-2-2026ના સવારે 6થી 8 સુધી નિવાસસ્થાને.

કોટાય (તા. ભુજ) : માયાભાઇ સંજોટ (ઉ.વ. 40) તે મગીબાઇ ખીમાભાઇ સંજોટના પુત્ર, શામજી, પ્રેમિલાબેન, પાલીબેન, કાનજીના ભાઇ, આતુભાઇ, પાંચાભાઇ, લખુભાઇ સંજોટ, બાંયાબાઇ હીરા ઓઢણના ભત્રીજા, ભીમજી, નારણ, ચીમન, પ્રવીણ, જિતેશના કાકાઇ ભાઇ તા. 11-2-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 14-2-2026ના આગરી અને તા. 15-2-2026ના રવિવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન કોટાય ખાતે.

માધાપર (તા. ભુજ) : જુણેજા કુલસુમ સુમાર (ઉ.વ. 63) તે રમજુ તથા ઇમરાનના માતા, જુમ્મા અલ્લારખ્યાના ભાભી, સફીમહંમદ, રહેમતુલ્લાહ, ઓસમાણગની, સલીમના કાકી, નારેજા મ. જુસબ (કોડાય)ના પુત્રી, મ. સતાર, મ. મામદ (કોડાય)ના બહેન તા. 12-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-2-2026ના શનિવારે સવારે 10.30થી 11.30 સુન્નત વલ જમાતખાના, માધાપર ખાતે.

ભારાપર (તા. ભુજ) : સંઘાર અલીમામદ મીઠુ (ઉ.વ. 68) તે મ. ઈબ્રાહિમ મુસા ઓસમાણ મીઠુ, મ. મામદ મીઠુ, આમદ મીઠુના ભાઈ, ફકીરમામદ ભચુના બનેવી, રજાકના પિતા, સુલતાન સાજીદ રહીમ શાહના સસરા, હારુન ઓસમાણના મામા, એજાજ આફતાબના દાદા તા. 11-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-2-2026ના શનિવારે 10થી 11 મેમણ જમાતખાના, ભારાપર ખાતે.

આણંદસર-મંજલ (તા. ભુજ) : હાલે નાશિક કરમશીભાઈ હરજી લિંબાણી (ઉ.વ. 69) તે ગં.સ્વ. જાનબાઈ હરજી લિંબાણીના પુત્ર, મણિબેનના પતિ, દીપકભાઈ, પ્રદીપભાઈ, સરોજબેનના પિતા, સ્વ. મગનલાલ, ઈશ્વરભાઈ, સ્વ. જેન્તીભાઈ, નર્મદાબેન (નાશિક), દમુબેન (હરદા)ના ભાઈ, ગીતાબેન, મિત્તલબેન, કેતનભાઈના સસરા, ધ્યાની, નિશ, વેદી, ધિયાનના દાદા તા. 12-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-2-2026ના શનિવારે સવારે 8.30થી 11 લક્ષ્મીનારાયણ સનાતન સમાજવાડી, આણંદસર ખાતે અને તે જ દિવસે બપોરે 3.30થી 5 જલારામ ભવન, જલારામ મંદિરની બાજુમાં, કેવડી વન, તપોવન, નાશિક ખાતે.

સેડાતા (તા. ભુજ) : હિંગોરા જાસમીન અબ્દુલ (ઉ.વ. 45) તે સોહિલના માતા, હિંગોરા હાજી ગફુરના બહેન, ઇમરાન (કોટડા રોહા)ના ભાભી તા. 12-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-2-2026ના શનિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન સેડાતા ખાતે.

રતનાલ (તા. અંજાર) : મીરાબેન રમેશભાઇ છાંગા (ભીમાણી) (ઉ.વ. 25) તે સ્વ. વિશ્રામભાઈ કરશનભાઇ ભીમાણી (છાંગા)ના પૌત્રવધૂ, વાલજીભાઈ વિશ્રામભાઈ, જશાભાઈ વિશ્રામભાઈ, અરજણભાઈ વિશ્રામભાઈના ભત્રીજાવહુ, વાઘજીભાઈ વિશ્રામભાઈના પુત્રવધૂ, વાલજીભાઈ રામજીભાઈ વરચંદ (કેશરાણી)ના પુત્રી, માવજીભાઈ વાઘજીભાઈ છાંગાના નાના ભાઈના પત્ની, રમેશભાઈ વાઘજીભાઈ છાંગાના પત્ની, જગદીશભાઈ વાઘજીભાઈ છાંગાના ભાભી, રિતેશ માવજીભાઈ છાંગા, ભૌતિક માવજીભાઈ છાંગાના કાકી તા. 11-2-2026ના અવસાન પામ્યા છે. લોકિક વ્યવહાર નિવાસસ્થાને કૃષ્ણનગર, રતનાલ-મોડસર રોડ, રતનાલ ખાતે.

ગઢશીશા (તા. માંડવી) : રતનબેન પરવાડિયા (ઉ.વ. 82) તે સ્વ. કેશવજી લધા પરવાડિયાના પત્ની, સાવિત્રીબેન, શાંતિલાલના માતા, દમયંતીબેન અને પરસોત્તમભાઇના સાસુ, કૃણાલ અને મૈત્રીના દાદી, શીલા અને પારસના દાદીસાસુ, હરસીની, જાયનસી, ગ્રંથના પરદાદી, કરશનભાઇના ભાઇના પત્ની, સ્વ. કંકુબેનના દેરાણી, રતનશીભાઇ, સ્વ. વાલજીભાઇના ભાભી, દેવકાબેન, સ્વ. કસ્તૂરબેનના જેઠાણી, મોહનભાઇ, ભરતભાઇના કાકી, પ્રભાબેન, મંગળાબેનના કાકીસાસુ, લખમભાઇ, દિનેશભાઇ, રમેશભાઇના મોટીમા, શોભના, કલ્પના, સરલાબેનના મોટાસાસુ, સ્વ. શિવગણ ધનજી પોકાર (લુડવા હાલે લંડન)ના પુત્રી તા. 11-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-2-2026ના સવારે 8.30થી 11.30 અને બપોરે 3.30થી 5 નવાવાસ પાટીદાર સમાજવાડી, ગઢશીશા ખાતે.

મોટા આસંબિયા (તા. માંડવી) : ત્રિવેણીબેન  છત્રે (ઉ.વ. 74) તે ત્રિભુવનભાઇના પત્નીસ્વ. માણેકબેન હરિલાલ રાસ્તેના પુત્રી, પ્રેમકુંરબેન શિવજીભાઈ છત્રેના પુત્રવધૂ, દીપક, સ્વ. દિનેશ, મનિષાબેનના સાસુ, દિના, ભારતી, સિતેશના માતા, પ્રિન્સ, વીરના દાદી, જીનલ, નેહલ, શ્રદ્ધા, ધ્રુવના નાની તા. 12-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 14-2-2026ના શનિવારે સાંજે 4થી 5 ગરબી ચોક, રાધા કૃષ્ણ મંદિરની સામે, મોટા આસંબિયા ખાતે.

દુજાપર (તા. માંડવી) : સવિતાબેન જીવરાજ ધોળુ (ઉ.વ. 76) તે જીવરાજ દેવજી ધોળુના પત્ની, વિનોદભાઇ, સુરેશભાઇ, મંજુલાબેન કમલેશ વાસાણી (વિરાણી નાની), પ્રભાબેન અરવિંદ ભગત (વડવા)ના માતા, વિમળાબેન અને શિલ્પાબેનના સાસુ, ઋષિ, પ્રાક્ષી, વિવાનના દાદી, સ્વ. ગોમતીબેન રવજી પોકાર (વિરાણી નાની)ના પુત્રી તા. 11-2-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 13-2-2026ના સવારે 8થી 11 અને બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી, દુજાપર ખાતે.

ગુંદિયાળી (તા. માંડવી) : સૈયદ અલીશા હાજી જમનશા (ઉ.વ. 51) તે મ. હાજી જમનશાના પુત્ર, સૈયદ આલમશા અને ઓસમાણશા ઉર્ફે (બાપુમિયા)ના નાના ભાઈ, સૈયદ ગોસમામદ, મ. ગુલામરસુલ, હકીમશા જુસબશાના પિતરાઈ ભાઈ, સૈયદ ગુલામહુશેન, અમીરહુશેન, જમનશાના પિતા, સૈયદ હાજી શેરમોહમ્મદ (બિદડા)ના જમાઈ, સૈયદ ઈબ્રાહિમશા, હુસેનશા અને ગુલામ મુસ્તફાના બનેવી તા. 12-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-2-2026ના રવિવારે સવારે 10થી 11 નિવાસસ્થાને ગુંદિયાળી ખાતે.

મોટા કાંડાગરા (તા. મુંદરા) : મંગલજી ભૂપતાસિંહ જાડેજા (ઉ.વ. 81) તે અનોપાસિંહ, બળુભા, પ્રફુલ્લાબા, હંસાબાના પિતા, વિજયાસિંહ, કરણાસિંહ, અનસોયાબા, નેહલબાના દાદા તા. 11-2-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને.

ધ્રબ (તા. મુંદરા) : શકીનાબાઇ (ઉ.વ. 65) તે જુસબ સાલેમામદ હાલેપોત્રાના પત્ની, આરીફ, હનીફના માતા, અબ્દુલહમીદ, મોહમદફરીદ, મોહમદબશીર, આશીફ, ફારૂકના કાકી તા. 12-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-2-2026ના શનિવારે સવારે 10થી 11 નાની ધ્રબ મદરેસા ખાતે.

સુખપર (તા. મુંદરા) : રુક્સાના સમેજા (ઉ.વ. 31) તે ફિરોઝ હુસૈન સમેજાના પત્ની, આદમ ઓસમાણના પુત્રી, સમેજા વસીમ હુસૈનના ભાભી  તા. 12-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-2-2026ના શનિવારે સવારે 9.30થી 10.30 સુખપર જમાતખાના ખાતે.

નાની ખોંભડી (તા. નખત્રાણા) : દાફડા કમલાબેન પ્રવીણભાઈ (ઉ.વ. 45) તે પ્રવીણભાઈ વિશ્રામભાઈના પત્ની, ગોમતીબેન તથા વિશ્રામભાઇ સામંતભાઈ, મૂળજીભાઈ, મનુભાઈ, હરજીભાઈના પુત્રવધૂ, સ્વ. બેનાબેન તથા સ્વ. ખેતાભાઇ અરજણભાઈ વાઘેલા (અજમેર)ના પુત્રી, રમેશભાઈ, કિશનભાઇ, લક્ષ્મણભાઈના બહેન, ધીરજ, વંશિકાના માતા, જગદીશ, સવિતાબેન જેન્તીલાલ વાઘેલા (વિથોણ), સ્વ. જમનાબેન વસંતભાઈ ચાવડા (નથ્થરકુઈ)ના ભાભી તા. 11-2-2026ના અવસાન પામ્યા છે. સત્સંગ તા. 15-2-2026ના રાત્રે તથા તા. 16-2-2026ના સવારે 10.30 વાગ્યે પાણીયારો, બેસણું નિવાસસ્થાને નાની ખોંભડી ખાતે.

સુખપર રોહા (તા. નખત્રાણા) : આમદ જાફર લુહાર (ઉ.વ. 73) તે સમસુદ્દીન અને મામદહુસેનના પિતા, મ. ફકીરમામદ, મ. રમજાન, અબદરહેમાન, મ. મીરમામદના ભાઈ, હનીફના કાકા, ઈકબાલ, જાવેદ, ઈમરાન, ઈરફાનના મોટાબાપા તા. 11-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-2-2026ના શનિવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાન સુખપર રોહા ખાતે.

નિરોણા (તા. નખત્રાણા) : આગા હાજી મામદ ભચુ (ઉ.વ. 74) તે સિકંદર, અશરફના પિતા, મ. જુમાભાઇ, મ. હુશેન, મ. હાજી ઇબ્રાહિમના નાના ભાઇ, ઇસ્માઇલ, હાજી આમદ, આધમના કાકા, અલી હુશેન છુછિયા (વરલી)ના બનેવી, સંઘાર અલીમામદ (ભારાપર), કેવર સલીમ (સુમરાસર-શેખ)ના સસરા, લાડક રમજાન કેશરના સાળા તા. 11-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-2-2026ના શનિવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાન નિરોણા ખાતે.

સુથરી (તા. અબડાસા) : પ.ક.મ.ક. સઈ સુથાર મોઢ ચેતનભાઈ શંકરલાલ (ઉ.વ. 44) તે સ્વ. ફાલ્ગુનીબેનના પતિ, ગં.સ્વ. સરલાબેન શંકરલાલ મુરજીના પુત્ર, હેમાંગ, હીરના પિતા, સ્વ. મુરજી, સ્વ. ભવાનજી, સ્વ. કલ્યાણજી, સ્વ. હંસરાજ મોઢના પૌત્ર, દમયંતિબેન હરીશ મોઢ (સુરજપર), સ્વ. નવલબેન મનજી ગોહિલ (ભુજ), સ્વ. દેવીબેન વિશનજી સોલંકી (કોઠારા), સ્વ. કાન્તાબેન રામજી મકવાણા (આદિપુર), વનિતાબેન દેવજી ચાવડા (નિરોણા)ના ભત્રીજા, રસીલાબેનના દિયર, વિપુલભાઈ, સરસ્વતીબેન રમેશ પરમાર (લંડન) જિજ્ઞેશભાઈ, પ્રકાશભાઈના ભાઈ, જયશ્રીબેન, ભાવિનીબેનના જેઠ, ખુશ્બૂ, ખુશી, દિયા, પાર્થના કાકા, આશા, દીપ, વીર, રવિના મોટાબાપા, મંગલદાસ વેલજી ગોહિલ (વાડાપદ્ધર)ના દોહિત્ર, ગોહિલ જિતેન્દ્રભાઈ (નાસિક), દીપકભાઈ (મુંદરા), મધુબેન (નલિયા), રંજનબેન (આદિપુર), રૂપલબેન (વરાડિયા)ના ભાણેજ, ગં.સ્વ. શારદાબેન સુરેશભાઈ પીઠડિયા (અંજાર)ના જમાઈ, જાગૃતિબેન નીલેશભાઈ ગોહિલ (જખૌ), સ્વ. કપિલના બનેવી તા. 10-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 14-2-2026ના શનિવારે બપોરે 3થી 4 જૈન યાત્રિક ગૃહ, સુથરી ખાતે.

જંગડિયા (તા. અબડાસા) : જાડેજા દેવકુંવરબા સુરૂભા (ઉ.વ. 85) તે અભેસંગજી, કનુભાના માતા, સ્વ. હઠીસંગજી ટપુભા, મનુભા ટપુભાના કાકી, બળવંતાસિંહ, કિશોરાસિંહ, પ્રતાપાસિંહ, વસંતબા (બોડકી), શીતલબા (નેત્રા), ઉર્મિલાબા, અસ્મિતાબાના દાદી તા. 11-2-2026ના અવસાન પામ્યા છે. પાણીઢોળ તા. 22-2-2026ના રવિવારે, સાદડી (બેસણું) જાડેજા ભાયાત વાડી, જંગડિયા ખાતે.

ગઢવાડા (તા. અબડાસા) : અંજલિબેન મનજીભાઈ ગોરડિયા (ઉ.વ. 21) તે મનજીભાઈ ગાભાભાઇ ગોરડિયા, પુરબાઇ મનજીભાઈ ગોરડિયાના પુત્રી, હીરજીભાઈ ગાભાભાઇ ગોરડિયા તથા ભચીબાઈના ભત્રીજી, આચારભાઇ માલાભાઈ બળિયા (વરાડિયા), અરજણભાઇ માલાભાઈ બળિયા (વરાડિયા)ના ભાણેજી, ધરમશી, ધારશી, જિગર, વિનોદ, નવીન, લક્ષ્મીબેન કરસનભાઈ ભદ્રુ (મથલ), લતાબેન કાનજીભાઈ બળિયા (ખીરસરા નેત્રા), રમીલાબેન લાલજીભાઈ પરગડુ (નરેડી), રાધાબેન નારણભાઈ બળિયા (ફુલરા), દિવ્યાબેન દેવજીભાઈ જેપાર (કોટડા-જ.), વર્ષાબેન ગૌતમભાઈ બાંભણિયા (મા. મઢ), મનીષાબેન જેન્તીભાઈ બળિયા (ખીરસરા નેત્રા), હેમલતાબેન, પ્રેમીલાબેન, શોભનાના નાના બહેન તા. 12-2-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 14-2-2026ના શનિવારે સાંજે આગરી અને ઘડાઢોળ (પાણી) તા. 15-2-2026ના રવિવારે સવારે નિવાસસ્થાને ગઢવાડા ખાતે.

પાનધ્રો (તા. લખપત) : રાયમા અબ્દુલકરીમ હાજી ઉર્ફે કરુભા (ઉ.વ. 64) તે અબ્દુલરજાક, કાદર, ઇમરાનના પિતા, અહમદ, મ. હસન, ગફુર, મુસ્તફાના ભાઇ, હાજી હારુન હાજી સાલેમામદના ભત્રીજા, મુબારક હાજી તારમામદ અને તાલબના બનેવી તા. 11-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-2-2026ના શનિવારે સવારે 10 વાગ્યે પાનધ્રો ખાતે.

મુંબઇ (ગોરેગાંવ-પશ્ચિમ) : મૂળ ખોંભડીના આશિષ મોહન બારૂ (ઉ.વ. 46) તે સ્વ. સાકરબેન દેવજી પેરાજ બારૂ (માંડવી)ના પૌત્ર, સ્વ. પ્રેમાબેન મોહનલાલ બારૂના પુત્ર, દીપ્તિબેનના પતિ, દ્વિજ, દ્વિતીના પિતા, જયંતીલાલ દેવજી બારૂ (માંડવી)ના ભત્રીજા, પ્રજ્ઞા ધર્મેશ બારૂના જેઠ, સોમાંશ, શ્રેયાશના મોટાબાપા, સરલાબેન રવિભાઇ બાબુભાઇ દાવડા (ટોળાઇ-નાંદેડવાડા)ના જમાઇ, ધર્મિનના સાળા, કસ્તૂરબેન દામોદર વિરજી કોટક (ગઢવાડા હાલે ભુજ)ના ભાણેજ તા. 10-2-2026ના અવસાન પામ્યા છે. 

Panchang

dd