• શનિવાર, 27 જુલાઈ, 2024

ઇડીને સુપ્રીમ કોર્ટની સૂચનાથી ગુનેગારો ફરતે ગાળિયો ઢીલો

તાજેતરના સમયમાં વિરોધ પક્ષોના આરોપોનો સતત સામનો કરી રહેલા એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ (ઇડી)ને સર્વોચ્ચ અદાલતે વધુ એક વખત કડક સલાહ અને સૂચના આપી છે. અદાલતે ઇડીને હ્યંy છે કે, મની લોન્ડરિંગના કેસમાં કોઇ પણ વ્યક્તિ સામેના આરોપો ખાસ કોર્ટમાં રજૂ થઇ ગયા હોય તે પછી તેની ધરપકડ થઇ શકે નહીં. જો કોઇ આરોપી અદાલત સમક્ષ હાજર થાય તો તેની ધરપકડ માટે ઇડીએ અદાલતને અરજી કરવાની રહેશે. તે પછી અદાલતને બહુ જરૂરી જણાય તો આરોપીને કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય લઇ શકે છે. અદાલતના વલણથી ગંભીર આર્થિક ગુનેગારોમાંથી કાયદાનો ડર હટી જવાનો અને તેમને આડકતરી રીતે છુટો દોર મળવાની ભીતિ ઊભી થઇ છે. સર્વોચ્ચ અદાલતે તેના આદેશમાં સ્પષ્ટ રીતે કહ્યંy છે કે, મની લોન્ડરિંગ કાયદાની કલમ 19 હેઠળ ચાર્જશીટ થયેલા આરોપીની ધરપકડ થઇ શકતી નથી. નિર્ણય ઇડીને તેની મર્યાદા બતાવે તેવો બન્યો છે. કલમ તળે આમ તો આરોપીની ધરપકડ ઇડી કરી શકે છે, પણ તેના તળે જામીન મેળવવાનું ભારે મુશ્કેલ બની રહેતું હોય છે. ઉલ્લેખનીય છે કે, એક વર્ષ અગાઉ ઇડીને સર્વોચ્ચ અદાલતે સલાહ આપી હતી કે, મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ધરપકડમાં ઉતાવળ કે વધુ ઉત્સાહ બતાવવાની જરૂરત નથી. તે પછી પણ ઇડીને હ્યંy હતું કે, તેની પાસે પૂરતા અને મજબૂત પુરાવા હોય ત્યારે કોઇની ધરપકડ કરે. બાબતનો ધરપકડ કરતી વેળાએ સ્પષ્ટ ઉલ્લેખ કરવાની પણ ઇડીને સર્વોચ્ચ અદાલતે સૂચના આપી હતી. છેલ્લાં થોડાં વર્ષોથી ઇડીએ મની લોન્ડરિંગના કાયદા તળે ધરપકડો વધારી મૂકી હોવા સામે વિરોધ પક્ષોએ ભારે કાગારોળ મચાવી છે. વિપક્ષના વિરોધ અને તેને લગતી અરજીઓને ધ્યાને લઇને એક વર્ષ અગાઉ સર્વોચ્ચ અદાલતે ઇડીને ભયનો માહોલ ઊભો કરવા સૂચના આપી હતી. ઇડીની ધરપકડોમાં રાજકીય નેતાઓની સંખ્યા અસાધારણ રીતે વધુ હોવાનું અદાલતને જણાયું હતું. અદાલતની સૂચના અને વલણની ઇડી પર કોઇ અસર પડી હોવાનું તેનાં પગલાં પરથી છતું થતું રહ્યંy છે. ઇડીએ સંખ્યાબંધ નેતાઓની ધરપકડ કરીને તેમને જેલમાં બંધ કરી દીધા છે.  લોકસભાની ચૂંટણીની આચારસંહિતા બાદ પણ ઇડીએ પગલાં રોક્યા હોવાની સામે વિરોધ પક્ષો ભારે રોષે ભરાયેલા છે. ઇડીના વલણની સામે વિપક્ષોએ સર્વોચ્ચ અદાલત સમક્ષ ધા નાખી હતી, પણ મની લોન્ડરિંગ જેવા ગંભીર ગુનામાં ખાસ અદાલતે ઇડીને કોઇ સીધો આદેશ આપ્યો હતો અને જામીનની અરજી પર કાયદેસરનું વલણ લેવાનું ચાલુ રાખ્યું હતું. હવે સુપ્રીમ કોર્ટે ઇડીને મર્યાદામાં રહેવાની આપેલી સૂચનાથી તેનાં વલણમાં હવે નરમાશ આવે એવી શક્યતા વ્યક્ત થઇ રહી છે. તાજેતરના સમયમાં એવી હકીકત સામે આવી છે કે, કોઇ નેતા કે અધિકારીની સામે ભ્રષ્ટાચારનો કોઇ કેસ નોંધાય એટલે ઇડી તરત ચિત્રમાં આવી જાય છે. તે પોતાની અમર્યાદ સત્તાઓનો ઉપયોગ કરવામાં અગ્રેસર રહે છે. જો કે, સર્વોચ્ચ અદાલતે જે રીતે ઇડીને મર્યાદામાં રહેવાની સૂચના આપી છે તેનાથી મની લોન્ડરિંગ જેવા ગંભીર કાયદાના અમલમાં ઢીલાશ આવી જાય એવી ભીતિ પણ વ્યક્ત થઇ રહી છે. આમ થાય તો ભ્રષ્ટ તત્ત્વોમાંથી ભય નીકળી જાય અને તેમને છુટોદોર મળી શકે છે. ખેરખર તો સર્વોચ્ચ અદાલતે ઇડીને લગામ આપવાની સાથોસાથ આર્થિક ગુનેગારોમાં કાયદાનો ડર કાયમ રહે બાબત પર પણ ધ્યાનમાં રાખવી જોઇએ.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang