• રવિવાર, 16 જૂન, 2024

ખડગેનું લોભામણું વચન

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જાહેરાત કરી છે કે, જો ઇન્ડિ ગઠબંધન સત્તામાં આવે તો ગરીબોને 10 કિલો મફત રેશન આપવામાં આવશે. તેમણે કહ્યું કે `હું ગેરંટી આપી રહ્યો છું કારણ કે, અમે તેલંગાણા અને કર્ણાટક સહિત અનેક રાજ્યોમાં રાહત યોજનાનો અમલ કરી ચૂકયા છીએ. મતદાનના ચાર તબક્કા પછી કરવામાં આવેલી જાહેરાત આવનારા ત્રણ તબક્કા પર કેવી અસર પાડશે તે જોવાનું રહેશે.શું આવી ઘોષણા ઇન્ડિયા ગઠબંધન વતી પહેલા નહોતી કરી શકાતી કે કોઈ આશંકાના કારણે હવે ઘોષણા કરવામાં આવી ? કોંગ્રેસ પ્રમુખ યોજનાની જાહેરાત કરી રહ્યા હતા ત્યારે પ્રિયંકા વાડરા-ગાંધી રાયબરેલીમાં મોદી સરકારની અન્નરાહત યોજનાની મજાક ઊડાવીને લોકોને પૂછતાં હતાં કે મફત અનાજ પસંદ કરશો? કે કાયમી નોકરીની અમારી ઓફર? કારણ કોઈપણ હોય વચનનું મહત્ત્વ છે. વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજનાની શરૂઆત કોરોના મહામારી અને લોકડાઉનનાં કારણે કરવામાં આવી હતી અને હવે યોજના બધા પક્ષો અને સરકારો માટે મજબૂરી બની ગઈ છે. યોજના દેશની એક સફળત્તમ યોજના છે અને ભારે સંખ્યામાં એવા લોકો છે, જે આનો લાભ લઈ રહ્યા છે. મહામારી હવે ભૂતકાળ બની ગઈ છે, પણ વાસ્તવમાં મોટાભાગના લાભાર્થી નહીં ઈચ્છે કે યોજના બંધ થઈ જાય. અત: ઇન્ડિયા ગઠબંધને જો પાંચ કિલો મફત રેશનને દસ કિલો કરવાનું વચન આપ્યું છે તો કોઈને આશ્ચર્ય નહીં થવું જોઈએ. વાત અલગ છે કે મફત રેશન યોજનાનું આર્થિક દબાણ દેશ અને તેના લોકો પર પડવાનું. મફતની યોજનાઓ શરૂ કરવી અને ચલાવતા રહેવું સરળ નથી. જો મફતમાં આપવું આટલું સરળ હોત, તો તમામ રાજ્ય સરકારો દિલ્હી સરકારની જેમ મફત વીજળી અને પાણીની સુવિધા આપી રહી હોત. રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં દિલ્હીની સીમામાં કોઈને વીજળીનું બિલ શૂન્ય આવે છે તો તેનાથી લગભગ પચાસ પગલાં દૂર ઉત્તરપ્રદેશમાં ચાર હજાર રૂપિયા! મતલબ, મફત યોજનાઓ અસંખ્ય લોકો માટે આવશ્યકતા અને રાજકીય મજબૂરી છે, પણ તેમાં તાર્કિકતા હોવી જોઈએ. મફત યોજનાઓ સારી હોય છે અને સારી પણ લાગે છે, પરંતુ જ્યારે તેની અસર મોંઘવારીના રૂપમાં ફરે છે, ત્યારે નારાજગી નહીં હોવી જોઈએ. આજે દરેક પક્ષને ખબર છે કે, દેશ પર કેટલું કરજ છે. ઘોષણાઓમાં લાગેલા દરેક પક્ષે અર્થતંત્ર પ્રતિ સજાગ રહેવાની આવશ્યકતા છે. 2022માં ભારત પર જીડીપીના હિસાબથી 81 ટકા કરજ હતું, જ્યારે જાપાન પર 260.1 ટકા અને અમેરિકા પર 121.3 ટકા. કરજ ત્યારે ખરાબ નથી હોતું, જ્યારે તેનો સદુપયોગ સુનિશ્ચિત હોય. મલ્લિકાર્જુન ખડગેએ ઘોષણા તો કરી  દીધી  પણ તેની પાછળના ખર્ચને કેવી રીતે પહોંચી વળાશે તેનો કોઈ ખુલાસો નથી કર્યો.?`ઇન્ડિ' જોડાણે સિવાય ખેડૂતોને તેમની માગણી મુજબ લઘુતમ ટેકાના ભાવો આપવાની, યુવાનોને નિશ્ચિત માસિક બેરોજગારી ભથ્થું, મહિલાઓને રોકડ?ભેટ?જેવી લોભામણી જાહેરાતો કરી છે. કોંગ્રેસ કે વિપક્ષી જોડાણ સત્તામાં આવે છે કે નહીં તો દેશની જનતા નક્કી કરશે અને 4થી જૂને પરિણામ ખબર પડશે, પણ આવી રેવડી યોજનાઓ દેશના અર્થતંત્ર માટે હિતકારી નથી સમજી લેવાની જરૂર છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang