ગાંધીધામ, તા. 30 : રાપર તાલુકાની એક વાંઢમાં પાંચ વર્ષીય બાળકી સાથે અડપલા કરનારા શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. બાલાસર પોલીસ મથકથી 12 કિ.મી. દૂર આવેલી આ વાંઢમાં ગઇકાલે આ જઘન્ય બનાવ બન્યો હતો. વાંઢમાં રહેનાર એક પાંચ વર્ષીય બાળકી પોતાના ઘરેથી કુદરતી હાજતે જવા નીકળી હતી. દરમ્યાન આરોપી પ્રભુ ઉર્ફે હગા નિલા કોળી નામનો શખ્સ બાળકી સાથે બદકામ કરવાના ઇરાદે તેને બાવળની ઝાડીમાં લઇ ગયો હતો જ્યાં તેણે બાળકી સાથે શારીરિક અડપલાં કરી બદકામ કરવાની કોશિશ કરી હતી. બનાવ અંગે તેના પરિવારજનોને જાણ થતાં બાલાસર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. આ આરોપી પકડાયો કે નહીં તે અંગે પોલીવનો સંપર્ક કરતાં અધિકારીઓએ ફોન ન ઊંચકતાં વધુ વિગતો બહાર આવી નહોતી.