ભુજ, તા. 30 : ગઇકાલે
ભીરંડિયારા પાસે અકસ્માત ટાળવા રોડ ઊતરીને નીચે ફસાઇ ગયેલાં ટ્રેઇલરમાંથી રાત
વચ્ચે થયેલી ડીઝલચોરીનો ભેદ ખાવડા પોલીસે ઉકેલી લીધો છે. ખાવડા પોલીસને મળેલી
બાતમીના આધારે મોટા દિનારાના જાવેદ શકુર સમાના ઘરે જઇ પૂછપરછ કરતાં ચોરી કરી
હોવાનું જણાવી તેની પાસેથી 100 લિટર ડીઝલ કબજે લેવાયું હતું, તેની સાથે અન્ય આરોપી
આમદ ઉર્ફે ભાભો સિધિક સમા (રહે. નાના દિનારા) અને નાલેચંગા ઓસમાણ હાજી (રહે.
ધ્રોબાણા) સામેલ હોવાથી તેને ઝડપવા પોલીસ ચક્રો ગતિમાન કર્યાં છે.