• મંગળવાર, 01 જુલાઈ, 2025

ગાંધીધામમાં જુગાર રમતા દસ મહિલાઓની ધરપકડ

ગાંધીધામ, તા. 30 : શહેરના ગુરુકુળ વિસ્તારમાં પોલીસ મથક નજીક જાહેરમાં જુગાર રમનાર છ મહિલઓને પોલીસે ઝડપી રોકડ રૂા. 6300 જપ્ત કર્યા હતા. શહેરના ગુરુકુળ 10-એના મકાન નંબર 55ની સામે ગઇકાલે સાંજે પોલીસે છાપો માર્યો હતો. અહીં જાહેરમાં પતા ટીંચનાર લખીબેન સામત આયર (રહે. ગુરુકુળ 10-એ મકાન નં. 55), ચંદાબેન મનોહરલાલ ધનવાણી (રહે. સાધુ વાસવાણી આદિપુર), અફશા ઉર્ફે રૂકશાના-બેન આમદ અરોરા (રહે. શાંતિવન સોસાયટી મુંદરા), નયનાબેન વાલજી કોટડિયા (રહે. પ્રમુખ સ્વામીનગર ભુજ), પૂનમબેન ગિરધારીલાલ ગુરબાની (રહે. મારુતિનગર મેઘપર-બોરીચી), હંસાબેન કાલીદાસ પટેલ (રહે. પ્રમુખ સ્વામી નગર ભુજ) નામની મહિલાઓની પોલીસે અટક કરી હતી. છેક મુંદરા અને ભુજ, મેઘપરથી અહીં આવી જાહેરમાં જુગાર રમનાર તથા પોલીસના હાથે ઝડપાયેલ આ મહિલાઓ પાસેથી રોકડ રૂા. 6300 પોલીસે જપ્ત કર્યા હતા.

Panchang

dd