ન્યૂયોર્ક, તા. 30 : દ.
આફ્રિકાના પૂર્વ કેપ્ટન 41 વર્ષીય બેટર ફાક ડૂ પ્લેસિસે
મેજર લીગ ક્રિકેટ (એમએલસી)માં નવ છગ્ગા અને પ ચોગ્ગાથી પ3 દડામાં
આતશી સદી (103) ફટકારી હતી. આથી તેની ટીમ ટેકસાસ સુપર
કિંગ્સના 20 ઓવરમાં 223 રન થયા હતા. એમએલસીમાં પ્લેસિસની
આ ત્રીજી સદી છે અને આ લીગમાં સૌથી વધુ સદી કરનારો તે બેટર બન્યો છે. જવાબમાં
વિરોધી ટીમ એમઆઇ ન્યૂયોર્કના 184 રન થયા હતા. આથી તેની 39 રને
હાર થઇ હતી. એમઆઇ ન્યૂયોર્ક તરફથી કિરોન પોલાર્ડે 39 દડામાં 70 રનની
ઝડપી ઇનિંગ્સ રમી હતી.