• મંગળવાર, 01 જુલાઈ, 2025

આયુષ શર્મા યુએસ ઓપન બેડમિન્ટન ટૂર્નામાં ચેમ્પિયન

આયોવા (અમેરિકા), તા. 30 : ભારતનો યુવા બેડમિન્ટન ખેલાડી આયુષ શેટ્ટી યુએસ ઓપન સુપર-300 બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બન્યો છે, જ્યારે મહિલા વિભાગમાં ભારતની તન્વી શર્માએ રનર્સઅપથી સંતોષ માનવો પડયો છે. મેન્સ સિંગલ્સના ફાઇનલમાં આયુષ શેટ્ટીએ કેનેડાના ખેલાડી બ્રાયન યંગ વિરુદ્ધ ફકત 47 મિનિટમાં 21-18 અને 21-13થી શાનદાર જીત મેળવી હતી અને પહેલીવાર બીડબ્લ્યૂએફ ટૂર ટાઇટલ કબજે કર્યું હતું. મહિલા સિંગલ્સ ફાઇનલમાં 16 વર્ષીય તન્વી શર્મા અમેરિકી ખેલાડી બેવેન ઝાંગ વિરુદ્ધ 11-21, 21-16 અને 10-21થી હારી ઉપવિજેતા રહી હતી.

Panchang

dd