• શનિવાર, 27 જુલાઈ, 2024

મહામારી સામે કાયદો સુધારો

કોરોનાનાં જીવલેણ સંક્રમણે દુનિયાને વાયરસના ખોફનાક પડકારનો પરચો કરાવી આપ્યો, ત્યારે ભારત સહિતના દેશોએ મહામારીને પહોંચી વળવા આકાશ - પાતાળ એક કર્યાં હતાં. કટોકટીના તે સમયગાળા દરમ્યાન કાયદાકીય મર્યાદાઓ સામે આવી હતી. મર્યાદાને લીધે પરિસ્થિતિના સામના માટે અંતરાયો અનુભવાયા હતા. સરકારે તે સમયે કાયદાકીય ઉકેલ પણ અમલી બનાવ્યા હતા, પણ હવે ભવિષ્યમાં આવો પડકાર ઊભો થાય, ત્યારે તેને પહોંચી વળવા આગોતરી અને વધુ ઉપયોગી વ્યવસ્થા તૈયાર રાખવાની જરૂરત વર્તાઇ રહી છે. જરૂરતને ધ્યાને લઇને કાયદા પંચે મહામારી અધિનિયમમાં અમુક મહત્ત્વની ઊણપ શોધીને સરકારને ભલામણ કરી છે કે માટે જરૂર પડયે કાયદામાં સુધારો કરવા અથવા નવેસરથી એક સર્વગ્રાહી કાયદો બનાવવામાં આવે. કાયદા પંચની ભલામણ ભવિષ્યની મહામારીને અસરકારક રીતે પહોંચી વળવા માટે અનિવાર્ય જણાઇ રહી છે. પંચે નોંધ્યું છે કે કોરોનાનાં સંક્રમણ સમયે સરકાર યુદ્ધનાં ધોરણે કામ કરતી હતી, પણ તે સમયે અનુભવાયું હતું કે અમુક નવા કાયદાની મદદ હોત તો કામ વધુ સારી રીતે હાથ ધરી શકાયું હોત. કોરોનાના સામના માટે વાયરસના ફેલાવા સામે વૈશ્વિક સ્તરે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમો ફરજિયાત કરાયા હતા. સંક્રમણને વૈશ્વિક મહામારી જાહેર કરાયું હતું. સાથોસાથ, ભારત સહિતના દેશોમાં સંક્રમણના ફેલાવાને ખાળવા માટે લોકડાઉન જેવાં કડક પગલાં પણ લાગુ કરાયાં હતાં. ઉલ્લેખનીય છે કે અચાનક આવી પડેલી આપદાને લીધે તે સમયે ઉપલબ્ધ કાયદામાં અમુક શબ્દો અને તેનાં અર્થઘટન અંગેની અસ્પષ્ટતાને લીધે પગલાં લેવામાં અંતરાય અનુભવાયો હતો. તે સમયે જે અનુભવાયું અને ખાસ તો આરોગ્યકર્મીઓની સામે જે પડકાર આવ્યા, તેને ધ્યાનમાં લઇને મહામારી રોગ કાયદો -?1897માં 2020 દરમ્યાન સુધારો કરાયો હતો, પણ સુધારો પણ હવે અધૂરો જણાઇ રહ્યો છે. આજે વિશ્વભરમાં ભવિષ્યની આરોગ્ય કટોકટી અને પડકારને પહોંચી વળવા સતત મંથન થઇ રહ્યંy છે. મંથનમાં ભવિષ્યનાં પગલાં અને તૈયારીઓ પર ખાસ ધ્યાન અપાઇ રહ્યંy છે. વિશ્વસ્તરે જે પગલાં લેવાઇ રહ્યાં છે, તેની સાથે તાલ મીલાવીને ભારતે પણ પોતાની સજ્જતાને વધુ મજબૂત કરવા પર ધ્યાન આપવાની કાયદા પંચની ભલામણ ખરા અર્થમાં અમલને  યોગ્ય અને આવકારદાયક છે.   

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang