નવી દિલ્હી, તા. 11: આઇસીસી વનડે
કપ-2027નું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચૂકયું
છે. દ.આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયાની
ધરતી પર રમાનાર વર્લ્ડ કપ માટે 10 ટીમે સીધો પ્રવેશ નિશ્ચિત કરી દીધો છે. 10મી ટીમ તરીકે અફઘાનિસ્તાને વર્લ્ડ કપની
ટિકિટ બૂક કરી છે. જ્યારે આઇસીસી વનડે ક્રમાંકના આધારે ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ,
પાકિસ્તાન, ઇંગ્લેન્ડ, શ્રીલંકા
અને બાંગલાદેશ ટીમે વિશ્વ કપમાં જગ્યા બનાવી છે. દ. આફ્રિકા અને ઝિમ્બાબ્વે યજમાન દેશ
હોવાથી સીધો પ્રવેશ મળ્યો છે. વન ડે વર્લ્ડ કપમાં હવે 4 સ્થાન ખાલી છે. જે માટે ક્વોલીફાય ટૂર્નામેન્ટ
રમાશે. જેમાં વેસ્ટ ઇન્ડિઝ, આયરલેન્ડ,
નેધરલેન્ડ જેવી ટીમો વચ્ચે ટક્કર થશે. વન ડે વર્લ્ડ કપ આ વખતે નવા ફોર્મેટ
સાથે 14 ટીમ વચ્ચે 4 ઓક્ટોબરથી 21 નવેમ્બર દરમિયાન રમાશે.