• બુધવાર, 12 ઑગસ્ટ, 2026

ભારત-શ્રીલંકા ટેસ્ટ શ્રેણીમાં વિરાટનો વિક્રમ ધ્વંસ કરવો કઠિન

નવી દિલ્હી, તા. 11: ભારત અને શ્રીલંકા વચ્ચેની બે ટેસ્ટની શ્રેણીનો 15 ઓગસ્ટથી પ્રારંભ થવાનો છે. ભારત - શ્રીલંકા વચ્ચેની એક ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રનનો રેકોર્ડ સ્ટાર બેટર વિરાટ કોહલીનાં નામે છે. તેણે 2017-18માં રમાયેલી ત્રણ ટેસ્ટની શ્રેણીની પાંચ ઇનિંગ્સમાં ત્રણ સદી અને એક અર્ધસદી સાથે કુલ 610 રન ફટકાર્યા હતા. આ દરમિયાન કોહલીની સરેરાશ 152.50 રહી હતી. સર્વાધિક સ્કોર હતો 243 રન. આ મામલે બીજા નંબર પર શ્રીલંકાનો ઓપનર સનથ જયસૂર્યા છે. તેણે 1997માં ભારત સામેની બે ટેસ્ટની શ્રેણીમાં  બે સદી સાથે કુલ 571 રન બનાવ્યા હતા. આ દરમિયાન જયસૂર્યાની સરેરાશ 190.30 રહી હતી. આ શ્રેણીમાં જયસૂર્યાએ ત્રેવડી સદી પણ ફટકારી હતી. તેણે 340 રનની વિક્રમી ઇનિંગ્સ રમી હતી. ભારતના આક્રમ ઓપનર વિરેન્દ્ર સેહવાગે 2009-10માં 3 મેચની ટેસ્ટ શ્રેણીમાં 4 દાવમાં 2 સદીથી 491 રન બનાવ્યા હતા. તેની સરેરાશ 122.75 રનની હતી. આ  શ્રેણીમાં સેહવળા ત્રેવડી સદી ચૂકી ગયો હતો અને 293 રને આઉટ થયો હતો. વર્તમાન સિરીઝમાં ભારતીય કપ્તાન શુભમન ગિલ, કે એલ રાહુલ અને યશસ્વી જયસ્વાલની નજર આ સૂચિમાં સામેલ થવા પર રહેશે જ્યારે શ્રીલંકા તરફથી કુસલ પેડિકલ, કામિન્ડુ મેન્ડિસ અને કપ્તાન ધનંજય ડિ'સિલ્વા પર નજર રહેશે.

Panchang

dd