• સોમવાર, 06 એપ્રિલ, 2026

કેકેઆર વિરુદ્ધ પંજાબનું લક્ષ્ય વિજયની હેટ્રિક

કોલકતા, તા. 5 : અહીંના ઇડન ગાર્ડન ગ્રાઉન્ડ પર સોમવારની આઇપીએલ મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સનો સામનો શાનદાર ફોર્મમાં રમી રહેલી ટીમ પંજાબ કિંગ્સ વિરુદ્ધ થશે. 3 વખતની પૂર્વ ચેમ્પિયન કેકેઆર સીઝનને મુસ્તાફિઝુર રહેમાન, હર્ષિત રાણા, આકાશ દીપ અને મથિશ પથિરાનાની ખોટ સાફ વર્તાઇ રહી છે. આ સીઝનમાં કેકેઆર બે મેચ રમી છે અને બન્નેમાં હાર સહન કરી છે. બીજી તરફ પંજાબ કિંગ્સ જીતની હેટ્રિક કરવા મેદાનમાં ઉતરશે. તેના બોલર્સ અને બેટર્સ આત્મવિશ્વાસથી ઓતપ્રોત છે.  ન્યુઝીલેન્ડના ત્રણ ટોચના બેટધર ફિન એલન, ટિમ સિફર્ટ અને રચીન રવીન્દ્ર કેકેઆર ટીમમાં સામેલ છે, પણ તેમનો યોગ્ય ઉપયોગ થઈ રહ્યો નથી. ફિન એલન એકમાત્ર એવો ખેલાડી છે. જેને મોકો અપાયો છે. પાછલા ટી-20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન કરનાર બેટધરોની સૂચિમાં બીજા નંબરના ટિમ સિફર્ટ અને સ્પિન ઓલરાઉન્ડર રચની રવીન્દ્ર બેંચ પર બેઠા છે. બીજી તરફ પંજાબ કિંગ્સ જીતના ક્રમ પર અગ્રેસર છે. ઇડન ગાર્ડનની પરિસ્થિતિ સારી રીતે સમજનાર શ્રેયસ અય્યર પંજાબની કપ્તાની સંભાળી રહ્યો છે. તે શાનદાર ફોર્મમાં છે. 

Panchang

dd