• સોમવાર, 06 એપ્રિલ, 2026

ઈરાનમાં ઘૂસીને અમેરિકાએ અધિકારીને બચાવી લીધા

નવી દિલ્હી, તા. 5 : અંદાજિત પાંચ અઠવાડિયા પહેલાં શરૂ થયેલાં યુદ્ધમાં શુક્રવારે દક્ષિણ ઈરાનમાં દુર્ઘટનાગ્રસ્ત બનેલા અમેરિકી યુદ્ધ વિમાન એફ-15ઈ સ્ટ્રાઈક ઈગલના શત્ર પ્રણાલી અધિકારીને શોધવા માટે અમેરિકા અને ઈરાન બન્ને તરફથી ભારે પ્રયાસો વચ્ચે અમેરિકાએ દાવો કરી દીધો છે કે, બીજા પાઈલટને પણ સુરક્ષિત બચાવી લેવામાં લેવામાં આવ્યો છે. બીજી તરફ ઈરાન તરફથી દાવો થયો છે કે, સુરક્ષા પ્રણાલી અધિકારીને રેસ્કયૂ કરવાનાં અભિયાન દરમિયાન બે અમેરિકી હેલિકોપ્ટર અને એક સી-130 વિમાન તોડી પડાયાં છે.  દુર્ઘટનાગ્રસ્ત વિમાનના એક પાઈલટને તરત જ બચાવી લેવાયો હતો, જ્યારે બીજાને શોધવા માટે પૂરી કવાયત કરવામાં આવી હતી. અમેરિકા દ્વારા રાત દરમ્યાન સચોટ અને દિલધડક ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. બાદમાં અમેરિકી બચાવ દળ અને ઈરાની સેના વચ્ચે ભીષણ ગોળીબાર થયો હતો. એક અહેવાલ પણ સામે આવ્યા હતા કે, રેસ્કયૂ ટીમ અને ક્રૂ મેમ્બર હજી પણ ઈરાનાં ક્ષેત્રમાં જ છે અને ઓપરેશન ચાલી રહ્યું છે. જો કે, હેવાલો મુજબ અમેરિકાએ વાયુસેના અધિકારીને બચાવી લીધા છે અને કુવૈતમાં સારવાર મેળવી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તો જાહેરાત કરી દીધી હતી કે, બન્ને પાઈલટને સુરક્ષિત ઈરાનમાંથી બહાર લાવવામાં આવ્યા છે. એક સીનિયર અમેરિકી અધિકારીએ કહ્યું હતું કે, કલાકો સુધી ચાલેલાં ઓપરેશનમાં રિયલ ટાઈમ ટ્રેકિંગ કરવામાં આવ્યું હતું અને પછી જોખમનો સામનો કરતા ફસાયેલા અમેરિકી કર્નલને બચાવવામાં આવ્યા હતા. ઓપરેશન વચ્ચે ઈરાન તરફથી દાવો થયો હતો કે, ઈરાની સશત્ર દળની યુનિફાઈડ કમાન્ડે બે બ્લેક હોક હેલિકોપ્ટરને તોડી પાડયાં છે. આ ઉપરાંત સી-130 વિમાન પણ દુર્ઘટનાગ્રસ્ત કરી દીધું છે.  

Panchang

dd