ભુજ, તા. 5 : તાજેતરમાં મુંદરામાં અદાણી
એમ.પી.એલ. કંપનીના બે સ્ટોરમાંથી 12.50 લાખના વાયરની ઉઠાંતરી થઇ હતી. આ વાયર ચોરનારા મુંદરાના સુખપરના
ચાર શખ્સની ટોળકીને મુંદરા પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી આ ચોરીનો ભેદ ઉકેલી લીધો છે.
મુંદરા પોલીસે આ ચોરીને અંજામ આપનારા મુંદરાના સુખપરવાસના અબ્દુલ કરીમ સલીમ શેખ, અજીજ અબ્દુલા જુણેજા, સમીર ઉર્ફે કારો સલીમ શેખ, ઉસ્માન સલીમ જુણેજાને ચોરાઉ
મુદ્દામાલ કિં. રૂા. 12,49,413 સાથે
ઝડપી લીધા હતા. આ કામગીરીમાં પીઆઇ એસ.એમ. રાણા, પીએસઆઇ ડી.જે. ઠાકોર તેમજ તેમની ટીમ જોડાઇ હતી.