• રવિવાર, 05 એપ્રિલ, 2026

ગુજરાતના ગઢમાં રાજસ્થાનની રોમાંચક જીત

અમદાવાદ, તા. 4 : ધ્રુવ જુરેલ (75) અને યશશ્વી જયસ્વાલ (55)ની અર્ધસદીઓનાં બળે ગુજરાતના ગઢમાં રાજસ્થાન રોયલ્સે છ રને રોમાંચક જીત મેળવી હતી. રોયલ્સે 212નું લક્ષ્ય આપ્યા બાદ ટાઇટન્સ 204 રન સુધી સીમિત રહી હતી. સાઇ સુદર્શન (73)ની અર્ધસદી એળે ગઇ હતી. ચાર વિકેટ ખેરવીને રંગ રાખતાં રવિ બિશ્નોઇએ જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. લક્ષ્ય આંબવા ઘરઆંગણે મેદાનમાં ઊતરેલી ગુજરાત વતી સાઇએ શાનદાર રમત રમતાં 44 દડામાં નવ ચોગ્ગા, ત્રણ છગ્ગા સાથે 73 રન ફટકાર્યા હતા.  જોશ બટલર (26) અને ગ્લેન ફિલિપ્સ (3) ક્રીઝ પર જામી શકયા નહોતા. સુકાની રાશિદ ખાને 16 દડામાં ત્રણ ચોગ્ગા સાથે 24 રન કરી જામવાના પ્રયાસમાં આર્ચરને કેચ આપી બેઠો હતો. અગાઉ, રાજસ્થાને 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 210 રન કર્યા હતા. વૈભવ સૂર્યવંશી અને યશશ્વી જયસ્વાલે શરૂઆત અપાવી હતી. જયસ્વાલે અર્ધસદી કરી હતી, જ્યારે ધ્રુવ જુરેલે તોફાની ઈનિંગ્સ રમતાં 42 બોલમાં 75 રન કર્યા હતા, જેની મદદથી રાજસ્થાનનો સ્કોર 200ને પાર થઈ શક્યો હતો. રાજસ્થાનને પહેલો ઝટકો વૈભવના રૂપમાં લાગ્યો હતો. તે 18 બોલમાં 31 રન કરીને આઉટ થયો હતો. બાદમાં 126ના કુલ સ્કોરે યશશ્વી જયસ્વાલ આઉટ થયો હતો. જયસ્વાલે 36 બોલમાં 55 રન કર્યા હતા, જેમાં ત્રણ છગ્ગા અને છ ચોગ્ગા ફટકાર્યા હતા. વનડાઉન ઊતરેલા ધ્રુવ જુરેલે પણ ગુજરાત સામે શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું.  જુરેલે 42 બોલમાં પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 75 રન કર્યા હતા, જેની મદદથી રાજસ્થાનનો સ્કોર 20 ઓવરમાં 210 રન સુધી પહોંચ્યો હતો. આ ઉપરાંત સિમરોન હેટમાયરે 18 રનનું યોગદાન આપ્યું હતું. ગુજરાત તરફથી કગિસો રબાડાએ બે વિકેટ લીધી હતી, જ્યારે સિરાજ, અશોક શર્મા, પ્રસિદ્ધ કૃષ્ણા અને રાશિદ ખાનને એક-એક વિકેટ મળી હતી.  

Panchang

dd