ગાંધીધામ, તા. 5 : અહીં ભારે ગરમી સામે જરૂરી
પગલાં અને લોકોમાં જાગૃતતા લાવવા માટે આયોજિત વર્કશોપમાં હીટ એક્શન પ્લાન બનાવવા ઉપર
ભાર મૂકવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરુવાણીએ આ વર્કશોપ માં સહયોગી અભિગમના
મહત્વ ઉપર ભાર મૂકીને એક એક્શન પ્લાન બનાવવા માટે આરોગ્ય વિભાગના અધિકારીઓને પ્રોત્સાહિત
કર્યા હતા તેમજ સામૂહિક પ્રયાસો માટે આગળ આવવા નું જણાવીને ઓઆરએસ કોર્નર્સ ઉપર પ્રકાશ
પાડ્યો હતો. ગાંધીનગરના આઈઆઈપીએચના પૂર્વ ડિરેક્ટર પ્રો. દિલીપ માવલંકરએ ગરમીના તરંગો
તેમની અસરો અને અસરકારક અમલીકરણ વ્યૂહરચનાઓ તેમજ વૈશ્વિક અનુભવો અને અમદાવાદ હિટ એક્શન
પ્લાન સહિતના મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો. ડો. નીતિન ઠાકરે બાળકો અને સગર્ભા સ્ત્રીઓની
જરૂરિયાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને ખાસ તૈયારીના પગલાં તથા લક્ષણોની વહેલી
ઓળખ અને નિવારક સંભાળની વ્યૂહરચના ઉપર ભાર મૂક્યો હતો. આ કાર્ય શાળામાં આરોગ્ય, શિક્ષણ, આઈસીડીએસ,
શ્રમ ઉદ્યોગ અને ખાનગી આરોગ્ય સંભાળ સંસ્થાઓ સહિતના વિભાગોના પ્રતિનિધિઓ
સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી. ઓઆરએસ અને કાલિંગ કોર્નર્સ ની સ્થાપના,શાળાના સમયમાં ફેરફાર, શાળાઓમાં પાણી તથા વૃક્ષારોપણ
ને પ્રોત્સાહન અને બાળકો માટે પરિવહન સલામતી માં સુધારો તેમજ ઔદ્યોગિક અને જાહેર સ્થળોએ
ગરમી ઘટાડવાના પગલાં લેવા જેવા અનેક કાર્યક્ષમ સૂચનો ઉભરી આવ્યા હતા. આ વર્કશોપમાં
એમ.ઓ.એચ. ડો. દિનેશ સુતરીયા,ડો. કેશવ સિવિલ સર્જન ડો.કિશોર રોય,
ડો બળવંત ગઢવી અને મોટી સંખ્યામાં અલગ અલગ વિભાગના વડાઓ ઉપસ્થિત રહ્યા
હતા. કાર્ય શાળાને સફળ બનાવવા અવની રેજા, શ્રેષ્ઠા સાહુ,
એશ્વર્યા સાથીયાન, જલ્પા વોરા અને મધુમિતા સિંઘ
એ સહયોગ આપ્યો હતો.