ગાંધીધામ, તા. 5 : શહેરના કાસેઝમાં આવેલી કંપનીમાં
લાગેલ આગના દસેક દિવસ અગાઉના બનાવમાં એકાદ કરોડની નુકસાનીનો અંદાજ આંકવામાં આવ્યો હતો.
બીજી બાજુ છાડવારાની કંપનીમાં આગથી નુકસાન થયું હતું. કાસેઝમાં આવેલી શ્રીજી ઓવરસીઝ
કંપનીમાં ગત તા. 25/3ના બપોરે
આગ લાગી હતી, જેમાં પોલીમર બાઇન્ડર કેમિકલ,
નન ઓવન રોલ, પી.વી.સી. રોલ, પ્લાસ્ટિકના દાણા, બેકાર કપડાં વગેરે સળગી ગયા હતા. આ માલનો વીમો કરાયો ન હતો તેમજ આ કંપનીમાં
વીજજોડાણ પણ નથી અને બનાવના આઠેક દિવસથી કામ પણ સંપૂર્ણ બંધ હતું, ત્યારે આગ કેવી રીતે લાગી તેની છાનબીન
પોલીસે હાથ ધરી છે. બીજી બાજુ છાડવારામાં જલિયાન પ્રોટીન પ્રા. લિમિટેડ નામની કંપનીમાં
ગત તા. 3/4ના બપોરે આગ લાગી હતી, જેમાં મશીનરી બોઇલર, પ્લાન્ટ
મશીનરી વગેરે સળગી ગયા હતા. આગના બનાવમાં મોટી નુકસાનીનો અંદાજ આંકવામાં આવ્યો હતો.