• સોમવાર, 06 એપ્રિલ, 2026

વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવા કચ્છ મ્યુઝિયમની પહેલ

ભુજ, તા. 5 : સ્થાનિક કળા અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે કચ્છ મ્યુઝિયમ, ભુજ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત મ્યુઝિયમની મુલાકાતે આવેલા 50 પ્રવાસીને કચ્છની સ્થાનિક માટીમાંથી બનેલા કળશ  ભેટ અપાયા હતા. આ પ્રસંગે કચ્છ મ્યુઝિયમના ક્યુરેટર ડો. મહેન્દ્રાસિંહ સુરેલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના `આત્મનિર્ભર ભારત' અને `વોકલ ફોર લોકલ'ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં એક પ્રયાસ છે. મુલાકાતીઓ આપણી પ્રાચીન કલા-સંસ્કૃતિથી પણ પરિચિત થાય. સ્વદેશી વસ્તુઓના ઉપયોગ પ્રત્યેની જાગૃતિ પરંપરાગત ઉદ્યોગો અને સ્થાનિક કારીગરોને આર્થિક પીઠબળ તેમજ પ્રોત્સાહન પૂરું પાડશે તેમ વધુમાં ઉમેર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવામાં મ્યૂઝિયમના સ્ટાફનો સહયોગ પ્રાપ્ત થયો. આ પહેલ દ્વારા પ્રવાસીઓએ કચ્છના ઐતિહાસિક વારસાને માણવાની સાથે સાથે કચ્છની માટીકામ કળાની વિશેષતાને પણ જાણી હતી. પ્રવાસીઓએ મ્યુઝિયમની સ્વદેશી અપનાવવાની સરાહનીય પહેલને બિરદાવી હતી. 

Panchang

dd