ગાંધીધામ, તા.5 : અહીંના મર્કેન્ટાઈલ મરીન ડીપાર્ટમેન્ટ
કંડલા, ચેમ્બર ઓફ કોમર્સ, દિનદયાળ
ઓથોરીટી અને ગાંધીધામ મહાનગરપાલિકાના સંયુકત ઉપક્રમે 63 મા નેશનલ મેરીટાઈમ ડે ની ઉજવણી નિમિતે કાર્યક્રમ યોજાયો
હતો. મર્કેન્ટાઈલ મરીન વિભાગ કંડલાના કમિશ્નર સંતોષકુમાર દારોકારે જણાવ્યુ હતુ કે ભારતનું
મેરીટાઈમક્ષેત્ર વૈશ્વિક સ્તરે ઝડપથી આગળ વધી રહયુ છે.તેમાં મરીન સેફટી,તાલીમ અને નિયમનનું વિશેષ મહત્વ છે. ચેમ્બર પ્રમુખ
તેજાભાઈ કાનગડે જણાવ્યુ હતુ કે મેરીટાઈમ ડે માત્ર ઉજવણી નથી પંરતુ ભારતની દરીયાઈ શકિત,પોર્ટ આધારીત વિકાસ અને વૈશ્વિક વેપાર
જોડાણનુ જીવંત પ્રતિક છે. ગાંધીધામ સંકુલ દેશના આર્થિક વિકાસની મજબૂત પાયો બની
રહયુ છે. નેશનલ શિપીંગ બોર્ડના સભ્ય રાહુલ
મોદીએ જણાવ્યુ હતુ કે બ્લુ ઈકોનોમી ના વધતા મહત્વ અને વૈશ્વિક સપ્લાય ચેઈનની નવી રચનામાં ભારતની ભુમિકા સતત મજબૂત બની રહી છે. યુવા ઉદ્યોગકારોદ
માટે શિપીંગ અને લોજીસ્ટીકસ ક્ષેત્રેમાં વિપુલ તકો ઉપલબ્ધ છે. ગાંધીધામ મહાનગર પાલિકાના
કમિશ્નર મનીષ ગુરૂવાણી કહયુ હતુ કે એક સફળ
પોર્ટ સીટી માટે મજબૂત નાગરીક ઈન્ફાસ્ટ્રકચર અનિવાર્ય છે. ગાંધીધામ શહેર વિકાસ, સ્વચ્છતા, ટ્રાફિક મેનેજમેન્ટ, અને આધુનિક સુવિધાઓના વિકાસ ધ્વાર ઉદ્યોગ અને નાગરીક જીવન વચ્ચે સંતુલન સાધવાનો
સતત પ્રયાસ કરવામાં આવશે. ડીપીએ ના મુખ્ય વિજીલન્સ ઓફીસર જે.કે .રાઠોડે પ્રાસંગિક ઉદબોધન
આપતા કહયુ હતુ કે ડીપીએ દેશના અગ્રણી પોર્ટર્સમાં સ્થાન ધરાવે છે. વૈશ્વિક વેપાર માટે
મહત્વપૂર્ણ ગેટવે તરીકે કાર્ય કરી રહયુ છે. ચેમ્બરના મંત્રી મહેશ તિર્થાણીએ કહયુ હતુ
કે મેરીટાઈમક્ષેત્ર દેશના સર્વાગી વિકાસ માટે
મહત્વનો આધારભૂત સ્તંભ છે. પોર્ટ આધારીત વેપાર ધ્વારા આયાત-નિકાસ,રોજગારી સર્જન અને ઉદ્યોગ વિકાસને ગતિ મળે તે છે.વર્તમાન વૈશ્વિક આર્થિક પરીસ્થિતિમાં
ભારતનું મેરીટાઈમક્ષેત્ર દેશને વિશ્વ વેપારના નકશામાં વધુ મજબુત બનાવવામાં મહત્વપૂર્ણ
ભુમિકા ભજવી રહયુ છે. પ્રારંભ મહેમાનોના હસ્તે
સ્પોર્ટસ,ચિત્ર સ્પર્ધા,નિબંધ સહિતની
વિવિધ હરીફાઈમાં ભાગ લેનાર 50 જેટલા સ્પર્ધકોનુ અભિવાદન કરાયુ હતું. કાર્યક્રમમાં ડીપીએ ના સેક્રેટરી યોગેશકુમાર સિંઘ, ચેમ્બરના ખજાનચી કૈલાશ ગોર,કારોબારી સભ્ય હરીશ માહેશ્વરી, શરદ શેટ્ટી,જગદીશ પટેલ,દામજીભાઈ ભાનુશાલી,પીટર
ચાકો સહિતના ઉપસ્થિત રહયા હતા. સંચાલન અને આભારવિધી એમ.એમ.ડી ના કેપ્ટન હેમંત જારવાલે
કરી હતી.