મુંદરા, તા. 2 : મુંદરા તા.ના ધ્રબ ગામે આવેલી
`ધ્રબ હોસ્પિટલ'ને ઓલ કાર્ગો ટર્મિનલ લિ. અને સ્પીડી માલ્ટિમોડ્સ
લિ.ના `અવશ્ય ફાઉન્ડેશન' દ્વારા રૂા. 11 લાખના ખર્ચે અત્યાધુનિક એક્સ-રે
મશીનનું દાન અપાયું છે. ધ્રબ હોસ્પિટલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આ મશીનનું લોકાર્પણ
થયું હતું. રાશાપીર સર્કલ પાસે આવેલી ધ્રબ હોસ્પિટલ આ વિસ્તારમાં કામ કરતા હજારો મજૂર
વર્ગ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. મુંદરા ઔદ્યોગિક ક્ષેત્ર હોવાથી અહીં અકસ્માતના
કિસ્સાઓમાં તાત્કાલિક સારવારની જરૂરિયાત સમયે એક્સ-રેની સુવિધા ઉપલબ્ધ થતાં ઇજાગ્રસ્તોને
ઝડપી નિદાન મળી રહેશે. હોસ્પિટલના પ્રમુખ રફીકભાઈ તુર્ક અને ટ્રસ્ટી અને ગામ સરપંચ
અસલમભાઈ તુર્કે જણાવ્યું કે, `આ મશીનનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં
આવશે. દર્દીઓ પાસેથી માત્ર 50 ટકા જેટલો
નજીવો ચાર્જ લઈને એક્સ-રે કરી આપવામાં આવશે.' આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં અવશ્ય ફાઉન્ડેશન, ઓલ
કાર્ગો ટર્મિનલ લિ. તેમજ સ્પીડી મલ્ટિમોડ લિ.ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઓલ કાર્ગો
ગ્રુપ એમ.ડી. શશીકિરણ શેટ્ટી, અવશ્ય ફાઇન્ડેશનના ચેરપર્સન આરથી
શેટ્ટી, લોકેશન હેડ અને હેડ ઓફ ધ ફેસિલિટી યજ્ઞેશ લીંબાણી,
હર્ષિત પારેખ, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ગતિકૃષ્ણ
સુતાર, સુકેશ શેટ્ટી, મુસ્તાક ખત્રી,
રાકેશકુમાર દ્વિવેદી, વિનય વોરિયા, અરૂણ જોશી, સુદીપ્તા સિંઘા, દયાનંદ
શેટ્ટી, વિકાસ સિંગ, દીપક ભૌમિક,
પાલુ ગઢવી, મહેન્દ્ર યાદવ, નિખિલ સોની વિ. ઉપસ્થિત રહ્યા હતા. હોસ્પિટલ પ્રમુખ, સરપંચ તેમજ ઉપસરપંચ હાસીમ તુર્ક, ધ્રબ જમાતના પટેલ આન્દ્રેમાનભાઈ,
અબ્દુલ કાદરભાઈ, ગનીભાઈ, અનવરભાઈ, હોસ્પિટલના ટ્રસ્ટી હુસેનભાઈ મીઠાણી,
હુસેનભાઈ ભેગાણી, સુલતાનભાઈ, યાકુબભાઈ, નિઝામભાઈ, સદામભાઈ,
મન્સુરભાઈ, અદ્રીમભાઈ, અબ્દુલ્લાભાઈ,
મજીદભાઈ, આસિફભાઈ, અર્શલાન
તુર્ક, હુસેનભાઈ ભચુ તથા ધ્રબના આગેવાનો દ્વારા એક્સ-રે રૂમને
ખુલ્લો મૂકયો હતો. કાર્યક્રમનું સંચાલન અશરફભાઈ તુર્ક દ્વારા કરાયું હતું.