નવી દિલ્હી, તા. 2 : કોઈ અમારું
દર્દ તો પૂછો અમે એકમાત્ર એવો દેશ છીએ, જેણે પોતાના નાવિકો યુદ્ધમાં ખોયા છે, તેવું ગુરુવારની
મોડી સાંજે મળેલી 60થી વધુ દેશોની
બેઠકમાં ભારતે જણાવ્યું હતું. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધનાં પગલે મધ્ય-પૂર્વમાં
તાણ પરાકાષ્ઠાએ પહોંચી છે, ત્યારે બ્રિટનના
વડપણ હેઠળ મળેલી બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ વિક્રમ મિસરીએ કર્યું હતું.ભારતીય વિદેશ
સચિવે વર્ચ્યુઅલ માધ્યમથી બેઠકમાં ભાગ લેતાં કહ્યું હતું કે, ખાડી ક્ષેત્રમાં વાણિજ્યિક જહાજો પર થયેલા હુમલાઓનું નુકસાન ભારતને ઉઠાવવું
પડયું છે. ભારતના નાવિકોએ જીવ ખોતાં આ સંકટની
ગંભીરતા વધુ વધી ગઈ છે, તેવું તેમણે જણાવ્યું હતું. ભારતીય વિદેશ
સચિવે ભારપૂર્વક કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર મુક્ત
અને સુરક્ષિત પરિવહન સુનિશ્ચિત કરવું બેહદ જરૂરી છે. છરવર્તમાન પરિસ્થિતિ વૈશ્વિક ઊર્જા પુરવઠાને ગંભીર હદે અસર કરી રહી છે અને ભારત
પણ આ સંકટની અસરનો સામનો કરી રહ્યું છે. આ
ભીષણ સંકટમાંથી બહાર નીકળવા માટે કૂટનીતિના માધ્યમથી શાંતિપૂર્ણ સમાધાન એકમાત્ર માર્ગ
છે, જેમાં તમારા પક્ષો વચ્ચે સંવાદ જરૂરી છે, તેવું તેમણે કહ્યું હતું. બેઠક અગાઉ, ભારતીય વિદેશ મંત્રાલયના
પ્રવકતા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, ભારત ઈરાન સહિત તમામ
સંબંધિત દેશો સાથે સતત સંપર્કમાં છે.