કોલકતા, તા.1 : પોતાની પહેલી મેચમાં હાર સહન
કરનાર કોલકતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ ગુરુવારે રમાનારી મેચમાં આમને-સામને
હશે ત્યારે બન્ને ટીમનું લક્ષ્ય સીઝનની પહેલી જીતનું હશે. બન્ને ટીમની બેટિંગ લાઇન
અપ મજબૂત છે. આથી બોલરોનો દેખાવ નિર્ણાયક બની રહેશે. કેકેઆરને હોમ ગ્રાઉન્ડ પર તેના
સ્પિનર્સ ફોર્મમાં વાપસી કરે તેવી આશા બની રહેશે જ્યારે એસઆરએચના બોલરોએ તેમનાં પ્રદર્શનમાં
ઘણો સુધારો કરવો પડશે. ઇડન ગાર્ડન કેકેઆરનું ગઢ છે. અહીં આ ટીમે 2008થી 9પ મેચમાંથી પ4 મેચમાં વિજય પ્રાપ્ત કર્યો છે. આ સીઝનમાં
કેટલાક મહત્ત્વના બોલર ઇજાગ્રસ્ત થવાની તેની બોલિંગ લાઇન અપ નબળી પડી છે. જેની અસર
મુંબઈ સામેના મેચમાં જોવા મળી હતી અને 220 રનના સ્કોરનો બચાવ કરવામાં અસફળ રહ્યા હતા. જ્યારે સનરાઇઝર્સના ટોપ ઓર્ડરમાં અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, કપ્તાન ઇશાન
કિશન અને હેનરિક કલાસેન સામેલ છે.