• શુક્રવાર, 03 એપ્રિલ, 2026

વરસામેડી સીમમાં જમીનમાંથી 8.64 લાખનો દારૂ જપ્ત

ગાંધીધામ, તા. 2 : પૂર્વ કચ્છ એલસીબી પોલીસે અંજાર તાલુકાના વરસામેડી સીમમાંથી  જમીનમાં છુપાવેલો રૂા. 8.64 લાખનો શરાબનો જથ્થો કબજે કર્યો હતો. પૂર્વ કચ્છની આરટીઓ કચેરી નજીક આવેલા સર્વિસ રોડની બાજુમાં આરોપીઓના કબજાના વાડાની ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની પૂર્વ બાતમીના આધારે દરોડો પાડયો હતો. આ સ્થળે  છાનબીન દરમ્યાન ઓરડીમાં જમીનમાં ખાડા ખોદી  કોથળામાં છુપાવેલી દારૂની બોટલો મળી આવી હતી. આ  કાર્યવાહીમાં જમીનમાં છુપાવેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ 288  પોલીસે હસ્તગત લીધી હતી. પકડાયેલા માલની કિંમત રૂા. 8,64 લાખ આંકવામાં આવી હતી. આ ગુનામાં સામેલ આરોપી પ્રભુ છગનભાઈ ડોડિયા, રમેશભાઈ છગનભાઈ ડોડિયા, યતીન પ્રભુભાઈ ડોડિયા પોલીસ પકડથી દૂર રહ્યા હતા. આ  આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રોગતિમાન કરી વધુ તપાસ હાથ ધરી છે. 

Panchang

dd