અમદાવાદ, તા. 2 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતમાં
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ગુજરાતના રાજકીય
વાતાવરણમાં ફરી એકવાર આમ આદમી પાર્ટી અને રાજ્ય સરકાર વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ
છે. આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરાવિંદ કેજરીવાલે ગુજરાતના
મુખ્યમંત્રીને એક પત્ર લખીને ગંભીર આક્ષેપો કર્યા છે. રાજ્યમાં આમ આદમી પાર્ટીના 160થી વધુ કાર્યકરોની ધરપકડના
મુદ્દે કેજરીવાલે આ પત્ર લખ્યો છે અને આ ધરપકડને એક રાજકીય કાવતરું ગણાવ્યું છે. કેજરીવાલના
મતે, આગામી દિવસોમાં વધુ 10 હજાર કાર્યકરોને જેલમાં ધકેલવાની
યોજના બનાવવામાં આવી રહી છે. કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રી સાથે તાત્કાલિક બેઠક કરવા
માટે સમય માંગ્યો છે. આ બેઠક વિશેષ હોવાનું માનવામાં આવી રહ્યું છે, આ મુલાકાત દરમિયાન તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી
પણ હાજર રહેશે. કેજરીવાલનું કહેવું છે કે રાજ્યમાં લોકશાહી ઢબે કામ કરતા રાજકીય કાર્યકરોને
જે રીતે નિશાન બનાવવામાં આવી રહ્યા છે, તે અત્યંત ચિંતાજનક છે.
મુખ્યમંત્રી સાથેની આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ધરપકડ કરાયેલા કાર્યકરો અને રાજ્યની
વર્તમાન સ્થિતિ અંગે સ્પષ્ટતા માંગવાનો છે. કેજરીવાલે પોતાના પત્રમાં જણાવ્યું છે કે, આમ આદમી પાર્ટીની વધતી જતી લોકપ્રિયતાથી ભાજપ
ખરાબ રીતે ગભરાઈ ગયું છે. આમ આદમી પાર્ટીના 160થી વધુ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે, જે સંપૂર્ણપણે પૂર્વ આયોજિત રાજકીય ષડયંત્રનો
ભાગ છે. તેમણે ગુજરાત સરકાર પર સત્તાનો દુરુપયોગ કરવાનો આક્ષેપ લગાવતા કહ્યું કે,
વિરોધ પક્ષના અવાજને દબાવવા માટે આવી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ મુદ્દો હવે આગામી સમયમાં વધુ ગંભીર બને તેવી શક્યતા છે. આમ આદમી પાર્ટી કાર્યકરોની
મુક્તિ માટે આક્રમક રણનીતિ અપનાવી શકે છે.
તો બીજી તરફ રાજ્ય સરકાર તેને કાયદાકીય પ્રક્રિયા ગણાવી રહી છે. આ મુદ્દાને
લઈને રાજ્યના રાજકારણમાં તણાવ વધતો જણાય છે