ભુજ, તા. 15 : ભુજ ફોટોગ્રાફર વેલ્ફેર એસોસીએશન
દ્વારા બોક્સ ક્રિકેટનું આયોજન કરાયું હતું. જેમાં આશાપુરા ટીમ વિજયી થઈ હતી. ટોસ ઉછાળી
પ્રમુખ મયૂર ચૌહાણ, પ્રકાશ ગાંધી,
અજય પારેખ, ચત્રભુજ ભાટિયા, મહેશ પૂજારા, ભરત ગોર દ્વારા શરૂઆત કરાઇ હતી. 10 ટીમે ભાગ લીધો હતો. કચ્છ ફોટોગ્રાફર
વેલ્ફેર એસોસીએશનના સભ્યો હાજર રહ્યા હતા, જેમાં વિજય ચૌહાણ, વીનેશ ઠક્કર, કેકીન ગણાત્રા, હરેશભાઇ અને જીતુભાઇ ગામોટ હાજર રહ્યા
હતા. આશાપુરા ટીમ વિજેતા તો મન્નત ટીમ રનર્સઅપ
થઇ હતી. મેન ઓફ ધ મેચ નીર ગોરને ટ્રોફીના સ્પોન્સર પ્રકાશ ગોસ્વામીના હસ્તે ઇનામો અપાયાં
હતાં. તેમની સાથે મયૂર ચૌહાણ, લલિત વ્યાસ, મનોજ ઠક્કર સાથે રહ્યા હતા. વ્યવસ્થા તુષાર ખત્રી, જિજ્ઞેશ
પારેખે સંભાળી હતી. સંચાલન ભાવેશ ઠક્કર અને ભાવિક ગોર દ્વારા કરાયું હતું. અમ્પાયર
અને સ્કોરર તરીકે રહીમભાઇ, રૂપેશ ખત્રી, અબ્દુલ ગની, કીર્તિ મકવાણા, કલ્પેશ
ગોરે સેવાઓ આપી હતી. રાજેશ બુચિયા, અનુ ગોહિલ, કપિલ ગોર, હિરેન સુથાર, વિપુલ જંગમ
હાજર રહ્યા હતા. કોમેન્ટેટર તરીકે નીતિન પંડયાએ, ગ્રાઉન્ડની સેવા
નિખિલ ગોરે આપી હતી.