• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

આશાપુરા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઇ

ભુજ, તા. 15 : આશાપુરા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્ટર ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં 16 ટીમે ભાગ લીધો હતો, જેમાં કચ્છ તથા પોરબંદર ડિવિઝનની ટીમોનો સમાવેશ થાય છે. કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર મનન શાહની અધ્યક્ષતામાં ફાઇનલ રમાઇ હતી. માઇનિંગ ટીમે રનર્સ-અપ ટ્રોફી અને બરાયા ટીમ વિનિંગ ટ્રોફી જીતી હતી. ફાઇનલ મેચ ઇનામ વિતરણ સમારોહ તથા સન્માન કાર્યક્રમમાં કંપનીના મુખ્ય અધિકારીઓ એવા પ્રકાશ ગોર, ધર્મરાજ વરૂ, મનીષ પટેલમનીષ પલણ, સંજીવ ભશીન, યોગેશ નિવાતે, જી.કે. સિંઘ, હરીશભાઇ તથા આનંદ પરમારે હાજરી આપી હતી. આયોજક ટીમ અમરસિંહ જાડેજા, પાર્થભાઇ ચાવડા, મિતેશ પરમાર, ભવ્ય જોષી, કુલીન ગોર તથા સ્કોરર તરીકે નિમેષભાઇ ધોળુ અને કોમેન્ટ્રીની સેવા સુધીરભાઇ પાઠકે આપી હતી. 

Panchang

dd