ભુજ, તા. 15 : તાજેતરમાં ગાંધીનગર ખાતે ગુજરાત
રાજ્ય દ્વારા ખેલ મહાકુંભ-2025 રગ્બીની સ્પર્ધા
યોજાઈ હતી,
જેમાં ભુજની સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટયૂટની ઓપન વિભાગની વિદ્યાર્થિનીઓએ કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી
સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. પ્રદર્શન બદલ ભુજ સ્વામિનારાયણ મંદિરનાં મહંત સ્વામી, સમસ્ત સંત મંડળ, સાંખ્યયોગી
મહંત સામબાઈ ફઈ સહ સમસ્ત સાંખ્યયોગી બહેનોએ આશીર્વાદ પાઠવ્યાં હતાં સાથે મંદિરનું ટ્રસ્ટી
મંડળ, સંસ્થાના પ્રમુખ રામજીભાઈ વેકરિયા, મંત્રી પ્રવીણભાઈ પિંડોરિયા, સંચાલક મંડળ, કોલેજના આચાર્યા મનીષાબેન વાગડિયા, કોચ રશ્મિતાબેન,
સ્ટાફ પરિવાર તેમજ દેશ-વિદેશના હરિભક્તો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યાં
હતાં.