ઈરાનમાં સરકારની સામેનું વિરોધ પ્રદર્શન દિવસાદિવસ ગંભીર સ્વરૂપ
ધારણ કરી રહ્યંy છે. ઈરાનનાં શહેરોમાં લોકો હવે સરકારી વાહનો
અને મિલકતોને આગ ચાંપી રહ્યા છે, તેમને
કાબૂમાં લેવા સલામતી દળોને છુટો દોર અપાયો છે. ઘેરી બનતી જતી આ કટોકટીમાં અમેરિકાએ
માનવ અધિકારના નામે ઝંપલાવ્યું છે. હવે આ સ્થિતિ
ઈરાનની આંતરિક બાબત પૂરતી મર્યાદિત રહેવાને બદલે તહેરાન અને વોશિંગટન વચ્ચે યુદ્ધના
સંજોગો ઊભી કરી રહી છે. હાલત એવી છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખોમેની વચ્ચે હાકલા પડકાર ચરમસીમાએ
છે. ઈરાનમાં મોંઘવારીની સામે લોકોનો વિરોધ સતત વધી રહ્યો છે, તેને ત્યાંની સરકાર અમેરિકાના દોરીસંચારની દેન
ગણાવે છે. ટ્રમ્પ ઈરાનમાં દરમ્યાનગીરીની ચીમકી આપી રહ્યા છે, તેના જવાબમાં ખોમેની વળતી કાર્યવાહી માટે સજ્જ હોવાના દાવા કરી રહ્યા છે. ઉલ્લેખનીય
છે કે, 1979માં શાહના શાસનના પતન બાદથી
ઈરાનને પશ્ચિમી દેશોના પ્રતિબંધોનો સામનો કરવો પડી રહ્યો છે. આ પ્રતિબંધોને લીધે ઈરાનમાં
જીવનજરૂરી વસ્તુઓની તંગી અને ભાવો વધ્યા છે. આવા સંજોગોમાં પણ ઈરાની સરકારે તેના અણુશત્રોના
કાર્યક્રમને રોકીને પ્રતિબંધોને હળવા કરવાની પરવાહ કરી નથી. આના પરિણામે લોકોની તકલીફોનો
અંત આવતો નથી. સરકારી આંકડા મુજબ ઈરાનમાં
મોંઘવારીનો દર 42 ટકા થઈ ગયો છે. ખાવા પીવાની
વસ્તુઓના ભાવો 110 ટકા વધી ગયા છે. દુનિયાના તેલ ભંડારોનો દસેક ટકા હિસ્સો ધરાવતા હોવા
છતાં ઈરાન પર અમેરિકાના પ્રતિબંધોને લીધે આ તેલની આવક અટકી પડી છે. અમેરિકાનો આરોપ છે કે, ઈરાન તેલની આવકનાં નાણાં અણુશત્રોને વિકસાવવામાં
ખર્ચી રહ્યંy છે. ઉલ્લેખનીય
છે કે, મોંઘવારીની સાથોસાથ કડક ઈસ્લામિક કાયદાના અમલને
લીધે યુવાનો અને મહિલાઓમાં ભારે નારાજગી છે. આ બધાં કારણોને લીધે લોકોનો રોષ ચરમસીમાએ
છે. હવે ઈરાનની આંતરિક કટોકટી વૈશ્વિક મંચ પર કેવો ખેલ કરે છે, તે આગામી દિવસોમાં સ્પષ્ટ થઈ જશે.