ભુજ , તા. 15 : સ્વામીનારાયણ મંદીર
ભુજ દ્વારા સ્થાપિત અને રાપર ગુરૂકુળ દ્વારા સંચાલતી ભારતીય સંસ્કૃતિ ,વૈદિકા પરંપરા આધ્યાત્મિક શિક્ષણના પુનરૂત્થાનના
હેતુથી શ્રી સ્વામીનારાયણ વૈદિક ગુરૂકુલમનું
પ્રથમ સોપાન વેદ વિદ્યાલય અંજાર તાલુકાના ચાંદ્રાણી ખાતે બનાવાયું છે. આવતીકાલથી ત્રણ દિવસ સુધી લોકાર્પણ કરાશે. તા. 18મીએ
વૈદિક વિધિ, પૂજા-અર્ચના
અને સંતોના આશીર્વાદ સાથે યજમાનોની ઉપસ્થિતિમાં ભુજ મંદિર ના મહંત ધર્મનંદનદાસજી સ્વામીના હસ્તે વેદ વિદ્યાલયનું લોકાર્પણ
અને નવા ભવનના નિર્માણ માટે શિલા પૂજન કરવામાં આવશે. આ પ્રસંગે ભુજ મંદિરના મહંત ઉપમહંત
સ્વામી ભગવદ્જીવનદાસજી, . કોઠારી પાર્ષદ જાદવજી ભગત, રાપર મંદિરના મહંત તથા ગુરુકુલના માર્ગદર્શક બાલકૃષ્ણદાસજી સ્વામી,
મુકુંદજીવનદાસજી સ્વામી, હરિબળદાસજી સ્વામી તેમજ અન્ય સંતો, વિદ્વાનો,
રાજકીય, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓ
ઉપસ્થિત રહેશે. ત્રણેય દિવસ બપોરે 3-30 થી 6-30 દરમિયાન સાંજના
સમયે ધર્મસભા, વૈદિક પાઠ, શાસ્ત્રીય પ્રવચનો, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે અને
કાર્યક્રમ બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. દેશ વિદેશમાંથી આવેલા સંતો અને
વિદ્વાનો દ્વારા વૈદિક જ્ઞાનનું મહત્ત્વ અને આજના સમાજમાં તેની પ્રાસંગિકતા વિષે માર્ગદર્શન
આપવામાં આવશે. સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા ચાંદરાણીની પ્રસાદી ભૂમિ પર સ્થાપિત થતું
આ વૈદિક ગુરુકુલમ્ સમાજને ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક રીતે
સશક્ત બનાવશે તથા આવનારી પેઢીઓને સંસ્કારસભર જીવન માટે તૈયાર કરશે, તેવી આશા વ્યક્ત કરાઈ છે. લોકાર્પણ મહોત્સવમાં ભુજ, અંજાર, માંડવી, રાપર , તેમજ ભુજ મંદિર સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓ સહિત સમગ્ર કચ્છ પટેલ ચોવિસી અને
આસપાસના વિસ્તારોના હરિભક્તો, ગ્રામજનો તથા સંસ્કૃતિપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે. - ગુરૂકુલમમાં
વૈદિક પધ્ધ્તી મુજબ શિક્ષણ અપાશે : ગાંધીધામ, તા. 13 : આ વૈદિક ગુરુકુલમ્ માં વિદ્યાર્થીઓને
વૈદિક પદ્ધતિ મુજબ બ્રહ્મચર્ય આશ્રમ જીવન, સંસ્કૃત ભાષા, ચાર વેદો, વ્યાકરણ,
દર્શન, આયુર્વેદ, ગૌસંવર્ધન,
યોગ, ધ્યાન, આચાર-વિચાર,
જીવનમૂલ્યો તેમજ આધુનિક વિષયોના સંતુલિત શિક્ષણ દ્વારા સર્વાંગી વિકાસ
આપવામાં આવશે. અહીં શિક્ષણ સંપૂર્ણ રીતે નિ:શુલ્ક આપવામાં આવશે અને વિદ્યાર્થીઓ માટે રહેઠાણ, ભોજન તથા આવશ્યક સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે વેદોના
જ્ઞાનનો વિસ્તાર થાય, વૈદિક જ્ઞાનથી સમાજ સંસ્કારી બનેતેવા હેતુ
સાથે આ ગુરુકુલમ્ ની સ્થાપના કરવામાં આવી રહી છે.