ભુજ, તા. 15 : મનરેગા બચાવ મુદ્દે આંદોલન
સાથે વિકસિત ભારત જી રામ જી કાયદાને તાત્કાલિક પરત ખેંચવા કોંગ્રેસ દ્વારા માંગ કરી
ભુજ ખાતે ધરણા પ્રદર્શન યોજ્યાં હતાં. આ અંગે જિલ્લાના પ્રમુખ વી. કે. હુંબલે જણાવ્યું
હતું કે, રોજગારનો અધિકાર આપતા મનરેગા કાયદામાં ખોટા
ફેરફાર કરી આ કાયદાને નબળો પાડવાની તેમજ ભાજપ સરકાર ભ્રષ્ટાચારને વધુ વેગવાન બનાવતા
હોવાનો આક્ષેપ કરી ઉમેર્યું કે, લોકોનો રોજગાર છીનવવાનો પ્રયાસ
કર્યો છે. દેશમાં દુષ્કાળ, અછત, પૂર જેવી
સ્થિતિઓમાં આ કાયદો મહિલાઓ તેમજ આદિવાસી વિસ્તારના શ્રમિકો માટે આજીવિકા સમાન હતો.
આ કાયદાના ફેરફારથી ગામડાંના લોકોને પલાયન તેમજ આર્થિક અર્થવ્યવસ્થાનો પણ સામનો કરવો
પડશે, જેથી મનરેગા, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય
ગ્રામીણ બાંહેધરી કાયદો અમલમાં જ રહે તેમજ વિકસિત ભારત જી રામ જી કાયદાને તાત્કાલિક
પરત ખેંચવામાં આવે તે માંગ કોંગ્રેસ દ્વારા કરાઇ હતી. આ કાર્યક્રમમાં રામદેવસિંહ જાડેજા,
નીતેશ લાલણ, દેવેન્દ્રસિંહ જેઠવા, પુષ્પાબેન સોલંકી, ગની કુંભાર, અનવર મંધરા, લાખાજી સોઢા, વિરમ
ગઢવી, પી. સી. ગઢવી, ઇલિયાસ ઘાંચી,
ડો. રમેશ ગરવા વિ. આગેવાનો, હોદ્દેદારો,
કાર્યકરો જોડા હતા, એવું પ્રવક્તા અંજલિ ગોરની
યાદીમાં જણાવાયું હતું.