નવી દિલ્હી, 15 (પીટીઆઈ) : ભૂતપૂર્વ ચેમ્પિયન
લક્ષ્ય સેને 9,50,000 ડોલરની ઇનામી રકમની ઇન્ડિયા
ઓપન સુપર 750 બેડમિન્ટન ટૂર્નામેન્ટની ક્વાર્ટર
ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બાદ કિદામ્બી શ્રીકાંત અને એચએસ પ્રણોય હારીને બહાર થઈ
ગયા હતા. ખિતાબ જીતવા માટે ફેવરિટ પૈકીના એક, સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ટોચની પુરુષ ડબલ્સ જોડી પણ દિવસના
બીજા રાઉન્ડમાં જાપાનના હિરોકી મિદોરીકાવા અને ક્યોહેઈ યામાશિતા સામે 27-25, 21-23, 19-21થી હાર બાદ બહાર થઈ ગઈ
હતી. 2021 વર્લ્ડ ચેમ્પિયનશિપના બ્રોન્ઝ
મેડલ વિજેતા સેને ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં બીજા રાઉન્ડમાં જાપાનના કેન્ટા
નિશિમોટોને 21-19, 21-11થી હરાવીને સ્થિતિસ્થાપકતા
અને પરિપક્વતા બતાવી અને હતી. 24 વર્ષીય ખેલાડી
સેનનો આગામી મુકાબલો ચાઇનીઝ તાઈપેઈના લિન ચુન-યી સામે થશે, જેમણે આયર્લેન્ડના નહાટ ન્ગ્યુએનને 21-16, 21-17થી હરાવ્યો હતો. મહિલા ડબલ્સમાં
ભારતનો પડકાર પણ ત્યારે સમાપ્ત થયો, જ્યારે ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડી ચીનની સાતમી ક્રમાંકિત લી યાજિંગ
અને લુઓ ઝુમિન સામે 84 મિનિટ ચાલેલા
મેરેથોન મુકાબલામાં 22-20, 22-24, 21-23થી હારી ગઈ.