• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

અમેરિકી યુદ્ધજહાજ રવાના : નિશાને ઈરાન ?

નવી દિલ્હી, તા. 15 : ઈરાનમાં ચાલી રહેલાં ભારે વિરોધ પ્રદર્શન વચ્ચે મોટા અહેવાલમાં અમેરિકાએ પોતાના યુદ્ધજહાજ યુએસએસ અબ્રાહમ લિંકન દક્ષિણ ચીન સાગરથી પશ્ચિમ એશિયા તરફ રવાના થયું છે. સ્થાનિક અહેવાલ અનુસાર યુએસ મિલિટરી હાર્ડવેર ઈરાન સાથે તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા તરફ વધી રહ્યું છે. આ યુદ્ધજહાજને પહોંચવામાં લગભગ એક અઠવાડિયાનો સમય લાગી શકે છે. આ દરમિયાન એવા અહેવાલ સામે આવ્યા હતા કે, ઈરાનમાં 3400થી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે. બીજી તરફ ઇરાનની એક ટીવી ચેનલમાં આ વખત બુલેટ નિશાન ચુકાશે નહીં એવો સંદેશ આપતાં તે ડોનાલ્ડ ટ્રમ્પને સીધી ધમકી હોવાનું મનાય છે. પશ્ચિમ એશિયામાં તણાવ ચાલી રહ્યો છે અને ઈરાન અને અમેરિકાના વચ્ચેના સંબંધો ઝડપથી વધુ ને વધુ બગડી રહ્યા છે. એવે સમયે જ આ અહેવાલ આવ્યો છે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે, ઈરાનની ખોમેની સરકારે પ્રદર્શનકારીઓ સામે થઈ રહેલી કાર્યવાહી ઉપર રોક મૂકી છે. લોકો ઉપર ગોળીબાર કરવાની અને ફાંસી આપવાની ગતિવિધિ બંધ થઈ છે. ટ્રમ્પે નિવેદન આપ્યું હતું કે, તેઓને જાણકારી મળી છે કે, ઈરાનમાં હત્યાઓ રોકી દેવામાં આવી છે. વર્તમાન સમયે ઈરાન ઉપર કાર્યવાહી કરવાની કોઈ યોજના નથી. પશ્ચિમ એશિયાંમા બનેલી વર્તમાન સ્થિતિનાં કારણે એર ઈન્ડિયા દ્વારા ગુરુવારે એક ટ્રાવેલ એડવાઈઝરી  જાહેર કરવામાં આવી હતી અને યાત્રીઓને સંભવિત વિલંબથી ચેતવણી આપવામાં આવી હતી.  ઈરાનનું હવાઈ ક્ષેત્ર બંધ હોવાના કારણે પ્રભાવિત રુટ્સ ઉપર ઉડાનોને વૈકલ્પિક માર્ગથી સંચાલિત કરવામાં આવી રહી હતી.જેનાથી ઉડાનોના સમયમાં વિલંબની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. એરલાઈન દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર આ અંગે જાણકારી આપી હતી. એર ઈન્ડિયા ઉપરાંત ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા પણ દિશાનિર્દેશો અપાયા હતા. જેમાં કહ્યું હતું કે, ઈરાન દ્વારા અચાનક હવાઈ ક્ષેત્ર બંધ કરવામાં આવતા અમુક ફલાઈટ પ્રભાવિત થઈ છે.  

Panchang

dd