• રવિવાર, 09 નવેમ્બર, 2025

ચીની તાઈપેની દિગ્ગજ બેડમિન્ટન ખેલાડી તાઈ જૂએ લીધો સંન્યાસ

નવી દિલ્હી, તા. 8 : ટોક્યો ઓલિમ્પિકની સિલ્વર મેડલિસ્ટ અને મહિલા બેડમિંટનની મહાન ખેલાડી ચીની તાઈપેની તાઈ જૂ યિંગે સંન્યાસની ઘોષણા કરી દીધી છે. આ સાથે જ યિંગની શાનદાર કારકિર્દીનો અંત આવ્યો છે. જેમાં તેણે 17 બીડબલ્યુએફ વર્લ્ડ ટૂર ખિતાબ જીત્યા છે અને 12 ટૂર્નામેન્ટમાં ઉપવિજેતા રહી છે. 31 વર્ષિય ખેલાડી પોતાની કલાત્મક શૈલી અને કાંડાના જાદૂથી પ્રસિદ્ધ હતી. તેણે વારંવાર થતી ઈજાને સંન્યાસનું કારણ બતાવ્યું છે. યિંગે અંતિમ વખત બીડબલ્યુએફ ખિતાબ ઈન્ડિયા ઓપનના રૂપમાં જીત્યો હતો. તાઈ જૂએ શુક્રવારે પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ મારફતે કહ્યું હતું કે એક સુંદર અધ્યાયનો અંત થયો છે. બેડમિંટને જે કંઈ આપ્યું તેના માટે આભાર. દરમિયાન ભારતીય બેડમિંટન સ્ટાર પીવી સિંધુએ ચીની તાઈપેની ખેલાડીની સંન્યાસની ઘોષણા ઉપર ભાવુક પ્રતિક્રિયા આપી હતી. સિંધુએ કહ્યું હતું કે 15 વર્ષથી વધુ સમય સુધી તાઈ જૂની પ્રતિદ્વંદ્વી રહી છે. જેણે દરેક મુકાબલામાં પુરતા પ્રયાસો કર્યા છે.  

Panchang

dd