નવી દિલ્હી, તા. 8 : ભારતીય ટીમ
ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની ટી20 શ્રેણીની અંતિમ મેચ રમવા ગાબાના મેદાનમાં ઉતરી હતી. આ મેચમાં
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિશેલ માર્શે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. સૂર્યકુમાર
યાદવની આગેવાનીમાં ભારતીય ટીમને શુભમન ગિલ અને અભિષેક શર્માએ તોફાની શરૂઆત અપાવી હતી.
આ દરમિયાન અભિષેક શર્માએ ટી20 ઈન્ટરનેશનલમાં
ખાસ સિદ્ધિ મેળવી હતી. અભિષેકે ટી20 આંતરરાષ્ટ્રીયમાં 1,000 રન પૂરા કર્યા છે. આમ
જોવા જઈએ તો અભિષેક શર્મા બોલના હિસાબે ટી20 સૌથી ઝડપી હજાર રન કરનારો ખેલાડી બન્યો છે. અભિષેકે એક હજાર
રન કરવામાં 528 બોલનો સામનો કર્યો છે. આ રીતે
અભિષેકે ભારતીય ટી20 ટીમના કેપ્ટન
સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તોડી નાખ્યો છે. સૂર્યકુમારે એક હજાર રન કરવા 573 બોલનો સામન કર્યો હતો. આટલું
જ નહીં, અભિષેક ઈનિંગના હિસાબે બીજો સૌથી ઝડપી હજાર
રન કરનારો ભારતીય છે. અભિષેકે 28 ઈનિંગમાં 1000 રન પુરા કર્યા
છે જ્યારે પહેલા ક્રમાંકે કોહલી છે જેણે 27 ઈનિંગમાં ટી20 હજાર રન પૂરા કર્યા હતા.